Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપના ધારાસભ્ય પર પાટીદાર સમાજમાં ભાગલા પાડવાનો આરોપ, પત્રિકા ફરતી થઈ

Patidar Samaj : આણંદમાં ધારાસભ્ય યોગેશ પટેલ વિરુદ્ધ ફરતી થઈ પત્રિકા.. ધારાસભ્ય પર પાટીદાર સમાજમાં ભાગલા પડાવવાનો આરોપ... પાલિકામાં ધારાસભ્યના ઈશારે શાસન ચાલવાના પણ આરોપ...

ભાજપના ધારાસભ્ય પર પાટીદાર સમાજમાં ભાગલા પાડવાનો આરોપ, પત્રિકા ફરતી થઈ

Anand News : આણંદમાં ભાજપનાં ધારાસભ્ય વિરુદ્ધ પત્રિકા ફરતી થઈ છે. ધારાસભ્ય યોગેશ પટેલ વિરુદ્ધ પત્રિકા વાયરલ થતા ચકચાર મચી ગયો છે. સોશ્યલ મીડિયામાં ત્રણ પાનાની પત્રિકામાં પાલિકા પ્રમુખ પર પણ આક્ષેપો થયા છે.ભાજપનાં ધારાસભ્ય પાટીદાર સમાજમાં ભાગલા પાડતા હોવાનો આક્ષેપનો પત્રિકામા ઉલ્લેખ કરાયો છે. પાલિકામાં ધારાસભ્યના ઈશારે શાસન ચાલતું હોવાના આરોપ ઉઠ્યો છે. ત્યારે નનામી પત્રિકાને લઇને શહેરમાં ચકચાર મચી છે. 

fallbacks

ભાજપમાં પત્રિકાકાંડ નવો નથી. અહીં પત્રિકાના માધ્યમથી કાર્યકર્તાઓ છુપી રીતે પોતાના મનનો ઉભરો ઠાલવતા હોય છે. ત્યારે આવો જ એક પત્રિકાકાંડ સામે આવ્યો છે. આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ અને પાલિકાના પ્રમુખ સામે પત્રિકામાં આક્ષેપો કરાયા છે. ધારાસભ્ય પર પાટીદાર સમાજમાં ભાગલા પાડવાનો આરોપ લાગ્યો છે. આણંદના રાજકારણમાં આ પત્રિકાથી ખળભળાટ મચી ગયો છે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ ઉર્ફે બાપજી વિરુદ્ધ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાટીદારોમાં ચર્ચા ઉઠી છે. 

ગત વિધાનસભાની ચૂંટણીમાં આણંદ વિધાનસભા બેઠક પર ભાજપના યોગેશ પટેલની 41623 મતોથી જીત થઈ હતી. અહીં ભાજપના યોગેશ પટેલ, કોંગ્રેસના કાંતી સોઢા પરમાર અને આપના ગિરિશ સેદલીયા વચ્ચે જંગ જામ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More