Home> Gujarat
Advertisement
Prev
Next

સાંસદ મનસુખ વસાવાએ સીએમ રૂપાણીને લખ્યો પત્ર, શિક્ષકોના પગાર અંગે કરાઇ રજૂઆત

ભાજપના જ સાંસદે સીએમ વિજય રૂપાણીને આ અંગે પત્ર લખીને શિક્ષકો અને વન કર્મીઓના છેલ્લા કેટલાક મહિનાઓથી પગાર નહિ થતા પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.

સાંસદ મનસુખ વસાવાએ સીએમ રૂપાણીને લખ્યો પત્ર, શિક્ષકોના પગાર અંગે કરાઇ રજૂઆત

જયેશ દોશી/નર્મદા: સાંસદ મનસુખ વસાવાએ સીએમ વિજય રૂપાણીને શિક્ષકોના પગારને લઇને પત્ર લખ્યો છે. ભાજપના જ સાંસદે સીએમ વિજય રૂપાણીને આ અંગે પત્ર લખીને શિક્ષકો અને વન કર્મીઓના છેલ્લા કેટલાક મહિનાઓથી પગાર નહિ થતા પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે, સરકાર દ્વારા પૂરતી ગ્રાન્ટ મળવા છતા પણ શિક્ષકોને વેતન આપવામાં આવતુ નથી. વેતન ન મળવાથી શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે નર્મદાના વન કર્મીઓનો પણ છેલ્લા 6 મહિનાથી પગાર કરવામાં ન આવતા તેઓ પણ રોષે ભરાયા છે. સાંસદ મનસુખ વસાવા દ્વારા સીએમને પત્ર લખીને વહેલી તકે શિક્ષકોના તથા વનકર્મીઓનો પગાર વહેલી તકે થાય તેવી રજૂઆત કરવામાં આવી છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More