Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યમાં આગામી 3 દિવસ હજીપણ થન્ડરસ્ટોર્મની આગાહી, ભારે પવન સાથે હળવો વરસાદ પડશે

હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી (Forecast) અનુસાર અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. દરિયામાં ભેજનું પ્રમાણ વધતાં આ ફેરફાર જોવા મળ્યો છે.

રાજ્યમાં આગામી 3 દિવસ હજીપણ થન્ડરસ્ટોર્મની આગાહી, ભારે પવન સાથે હળવો વરસાદ પડશે

અમદાવાદઃ રાજ્ય (Gujarat) માં કમોસમી વરસાદની હવામાન વિભાગે (Meteorological Department) આગામી 3 દિવસ હજુપણ થન્ડરસ્ટોર્મની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત (Gujarat) માં વાતાવરણમાં પલટો આવી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર (Saurashtra) માં પવન સાથે વરસાદ વરસી શકે છે.

fallbacks

હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી (Forecast) અનુસાર અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. દરિયામાં ભેજનું પ્રમાણ વધતાં આ ફેરફાર જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ શહેરમાં પણ વાદળ છાયુ વાતાવરણ રહેશે, તથા તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

Lesbian Couple: 21 વર્ષની યુવતી 15 વર્ષની કિશોરીને ભગાડી ગઈ, આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે અચાનક ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો હતો. જેમાં સૌરાષ્ટ્રભરમાં વીજળી સાથે અને વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સાથે જ અમદાવાદમાં પણ મોડી રાત્રે વાવાઝોડાની અસર દેખાઈ હતી. 

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠા, રાજકોટ, જામનગર સુરેન્દ્રનગર, કચ્છ, વલસાડ અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે કરા પણ પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકનું વાવેતર કરનારા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More