Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારે પાલનપૂરના રતનપુર ગામમાં રામેશ્વર મંદિર પર અચાનક ભયાનક વીજળી પડી હતી. જોકે આ વીજળી પડવાની મંદિરમાં રહેલું શિવલિંગ ચમત્કારી રીતે સુરક્ષિત રહ્યું. જોકે શિવલિંગની આજુબાજુની જળ અભિષેક કરવાની જળાધારીમાં ધડાકો થયો હતો.અને જળાધારીના પથ્થરો 200 ફૂટ દૂર ઊડ્યા હતા. જોકે મંદિરની બાજુમાં આવેલી શાળાના બાળકો પણ વીજળી પડવાના થોડા સમય પહેલા ત્યાંથી પસાર થયા હતા, જોકે તેમનો પણ બચાવ થયો હતો.
શિવલિંગના જળધારાના પથ્થરો 200 ફૂટ દૂર સુધી ઊડ્યા
પાલનપુર તાલુકામાં એક સપ્તાહમાં બીજીવાર વીજળી પડવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ અગાઉ ખેડૂતના ખેતરમાં વીજળી પડવાથી ચાર પશુઓના મોત થયા હતા. ત્યારે આજે પાલનપુરના રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડવાની ઘટના સામે આવી છે. કડાકા-ભડાકા સાથે મંદિર પર પડેલી વીજળીના કારણે મંદિરમાં રહેલા શિવલિંગના જળધારાના પથ્થરો 200 ફૂટ દૂર સુધી ઊડી ગયા હતા. જો કે, શિવલિંગને કોઈ નુકસાન પહોંચ્યું નહોતું.
ગુજરાતમાં પૂર જેવો વરસાદ ત્રાટકવાની આગાહી : 2 જિલ્લાને રેડ એલર્ટ અને 7 જિલ્લાને ઓરેન્જ એલર્ટ
પસાર થતા બાળકો અને પૂજારી બચ્યા
ઘટનામાં મંદિરમાં પાણી ચઢાવવા માટેની ડોલને નુકસાન થયું છે. મંદિરની બાજુમાં આવેલી શાળાના બાળકો વીજળી પડવાના માત્ર પાંચ મિનિટ પહેલા જ ત્યાંથી પસાર થયા હતા. જોકે આ ઘટનામાં બાળકોનો પણ બચાવ થયો હતો. વીજળી પડવાની ઘટનાના થોડી મિનિટો પહેલા રામેશ્વર મંદિરના પૂજારી પૂજા કરતા હતા અને તેઓ મંદિરમાંથી નીકળી મંદિરની બાજુમાં આવેલા તેમના ઘરે પહોંચ્યા અને અને મંદિર ઉપર વીજળી પડી હતી.
જોકે રામેશ્વર મહાદેવની કૃપાથી કોઈ મોટી જાનહાની થઈ નહોતી.વીજળી પડવાથી મંદિરની આજુબાજુના વિસ્તારમાં રહેલા ઉપકરણોને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનામાં કોઈ જાનહાની ન થતાં ગ્રામજનોએ શિવજીનો આભાર માન્યો છે.
સ્થાનિક લોકોએ આ ઘટનાને ચમત્કાર ગણાવ્યો છે કે શિવલિંગ પર સીધી વીજળી પડવા છતાં તેને કોઈ નુકસાન થયું નથી અને લોકોનો પણ બચાવ થયો છે. વીજળીને રામેશ્વર ભગવાને જાણે તેમના સમાવી દીધી હોય તેવું ગ્રામજનો માની રહ્યા છે.
સ્થાનિક કુણાલ ચૌધરી કહે છે કે, સવારે વહેલા વીજળી પડી મોટો અવાજ થયો જોકે શિવલિંગ સુરક્ષિત છે પણ તેંની જળધારા તૂટી ગઈ છે.
તો અન્ય એક સ્થાનિક કામરાજભાઈ ભટોળે કહ્યું કે, ખુબ જ ધડાકા સાથે વીજળી પડી અને કોઈને કોઈ જ નુકશાન થયું નથી મહાદેવે આફત પોતાના શિવલિંગ ઉપર લઈ લીધી. આ એક ચમત્કાર કહેવાય કારણકે શિવલિંગને કોઈ નુકસાન થયું નથી અને જળ ધારા તૂટી ગઈ છે.
આ તો કેવું ચાલે! ધારાસભ્ય રાજીનામું આપે અને પેટાચૂંટણીનો ખર્ચ જનતા ભોગવે? કાયદો બદલો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે