Amreli News : રાજ્યમાં સિંહના મૃત્યુની ઘટનામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં ત્રણ સિંહબાળના મૃત્યુ થયા છે. અમરેલી જિલ્લાના વન વિસ્તાર નજીક જાફરાબાદ, રાજુલા, ખાંભા અને સાવરકુંડલા આસપાસ બે દિવસમાં ત્રણ સિંહબાળ સહિત છેલ્લા કેટલાક સમયમાં 15 સિંહોના મૃત્યુ થયા છે. કોઈ ભેદી રોગચાળાની આશંકાએ વન વિભાગે તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં સિંહબાળના મૃત્યુના કેસ વધતા હવે સરકારની પણ ચિંતા વધી ગઈ છે. જાફરાબાદના કાગવદર નજીક 3 સિંહબાળના શંકાસ્પદ મૃત્યુ થયા છે. છેલ્લા દોઢ મહિનામાં આઠથી વધુ સિંહબાળના મૃત્યુ થયા છે. રાજુલા, જાફરાબાદ રેન્જમાંથી 25 દિવસ પહેલા સિંહબાળ, પાઠડાનું રેસ્ક્યૂ કરાયું હતુ. જાફરાબાદ રેન્ડના ચાર સિંહબાળ પાઠડાનું રેસ્ક્યૂ કરી બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. અશક્ત દેખાતા સિંહબાળનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં સિંહની સંખ્યા
હાલ બીમાર હોવાથી ચાર પાઠડા સિંહબાળને મુક્ત કરાયા નથી. પાઠડા સિંહબાળમાં ભારે અશક્તિ જોવા મળી રહી છે. કેટલાક સૂત્રોનું કહેવું છે કે, સિંહોની બીમારી, રેસ્ક્યૂની માહિતી બહાર ન જાય તેવી સૂચના અપાઈ છે. અધિકારીઓએ ટ્રેકર્સ ફોરેસ્ટગાર્ડને કડક સૂચના આપી છે. ગુજરાતમાં સૌથી વધુ સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં નોંધાય અને સંકટ આવતા ચિંતા વધી ગઈ છે.
ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો : IFFCO એ વર્ષમાં બીજીવાર ખાતરના ભાવમાં વધારો કર્યો
સિંહના મૃત્યુના સંભવિત કારણો
અગાઉ પણ ગીરમાં કેટલાક રોગના કારણે સિંહોના મૃત્યુ થયા હતા. ફરી એવી સ્થિતિ સર્જાતા ગાંધીનગરમાં તાકીદની બેઠક પણ કરવામાં આવી. વનમંત્રીએ કહ્યું કે, વન વિભાગ કારણોની તપાસ કરી રહ્યું છે. છેલ્લા દોઢ મહિનામાં 8 થી વધુ સિંહબાળના મૃત્યુ થયા. રાજુલા જાફરાબાદ બંને રેન્જની બોડર માંથી 25 દિવસ પહેલા સિંહબાળ પાઠડાનું રેસ્ક્યુ કરી લઈ જવાયા, જેમને એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા. બીમાર હોવાથી 4 પાઠડા સિંહબાળને મુક્ત નથી કરવામાં આવ્યા. સિંહબાળ અને પાઠડામાં બીમારી જોવા મળી રહી હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે.સિંહોની બીમારી અને રેસ્ક્યુ સહિતની માહિતી બહાર ન જાય તે માટે અધિકારીઓ દ્વારા ટ્રેકર્સ ફોરેસ્ટગાર્ડને કડક સૂચના આપવામાં આવી હોવાની સૂત્રોથી માહિતી મળી રહી છે. ગુજરાતમાં સૌથી વધુ સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં નોંધાઈ છે અને હવે તેમના પર સંકટ આવતા ચિંતા વધી.
નવો ઘોડો નવો દાવ : કોંગ્રેસમાં પરિવર્તન લાવવા અમિત ચાવડા બનાવશે પોતાની સુપર ટીમ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે