Home> Gujarat
Advertisement
Prev
Next

રાજસ્થાન પરિવહનની બસમાંથી ગુજરાતમાં ઘૂસાડાતો દારૂ પકડાયો

કોણ છે કે ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં માંગો ત્યાં અને માંગો ત્યારે દારૂ મળે છે. લોકો ખુલ્લેઆમ દારૂ પીએ છે, અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જેના પુરાવા પણ અનેકવાર મળતા હોય છે. ગુજરાતમાં રોજ ક્યાંકને ક્યાંક દારૂ પકડાતો હોય છે. ગુજરાતમાં દારૂ ઘૂસાડતા ખાનગી વાહનો તો અનેકવાર પકડાય છે, પણ આજે સરકારી બસમાંથી દારૂ પકડાયો છે. બનાસકાંઠામાં રાજસ્થાન પરિવહનની બસમાંથી વિદેશી દારૂ પકડાયો છે. 

રાજસ્થાન પરિવહનની બસમાંથી ગુજરાતમાં ઘૂસાડાતો દારૂ પકડાયો

અલ્કેશ રાવ/બનાસકાંઠા :કોણ છે કે ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં માંગો ત્યાં અને માંગો ત્યારે દારૂ મળે છે. લોકો ખુલ્લેઆમ દારૂ પીએ છે, અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જેના પુરાવા પણ અનેકવાર મળતા હોય છે. ગુજરાતમાં રોજ ક્યાંકને ક્યાંક દારૂ પકડાતો હોય છે. ગુજરાતમાં દારૂ ઘૂસાડતા ખાનગી વાહનો તો અનેકવાર પકડાય છે, પણ આજે સરકારી બસમાંથી દારૂ પકડાયો છે. બનાસકાંઠામાં રાજસ્થાન પરિવહનની બસમાંથી વિદેશી દારૂ પકડાયો છે. 

fallbacks

વડોદરાની માયુષી ભગત છેલ્લા એક મહિનાથી ન્યૂયોર્કમાં મિસિંગ, કોઈ અત્તોપત્તો નથી

બનાસકાંઠામાં અમીરગઢ પોલીસે રાજસ્થાન પરિવહનની બસમાંથી વિદેશી દારૂ ઝડપ્યો છે. જોધપુરથી અમદાવાદ તરફ આવતી બસમાં વિદેશી દારૂ છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો. જેને અમીરગઢ પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે આ મામલે બસ ચાલક અકબરખાનની ધરપકડ કરી છે, અને તેની પાસેથી દારૂ, બસ, મોબઈલ સહિત કુલ 7,14,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમરેલીના આ ખેડૂતે ચમત્કાર કર્યો, ઠળિયા વગરના જાંબુ ઉગાડ્યા

અમૂલ દૂધની વાનમાંથી દારૂ પકડાયો
એક તરફ સરકારી બસ, તો બીજી તરફ અમૂલ દૂધની વાનમાંથી દારૂનો જથ્થો પકડાયો છે. આજે ડીસા પાસેથી અમુલ દૂધની વાનમાંથી 7 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More