Home> Gujarat
Advertisement
Prev
Next

દવાની બોટલમાં દારૂ: વલસાડ પોલીસે દવાની ગાડીમાંથી પકડ્યો લાખો રૂપિયાનો દારૂ

અનલોકની શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગર દ્વારા અવનવા કિમિયાઓ અપનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના બુટલેગરો સામ દામ દંડ ભેદ તમામ પ્રકારે મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડી રહ્યા છે. જો કે પોલીસ પણ એટલી જ સતર્ક છે. હાલમાં જ ગુજરાત પોલીસ દ્વારા આવા જ એક બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો હતી. આવી અવનવી તરકીબથી પોલીસ પણ આશ્ચર્યચકિત રહી જાય છે. કોરોનાના કહેર વચ્ચે દવાની વચ્ચે દારૂ છુપાવી ગુજરાતમાં લાવતા હતા. દારૂ ઘુસાડવાની વધારે એક મોડસ ઓપરેન્ડી સામે આવી છે.

દવાની બોટલમાં દારૂ: વલસાડ પોલીસે દવાની ગાડીમાંથી પકડ્યો લાખો રૂપિયાનો દારૂ

વલસાડ : અનલોકની શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગર દ્વારા અવનવા કિમિયાઓ અપનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના બુટલેગરો સામ દામ દંડ ભેદ તમામ પ્રકારે મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડી રહ્યા છે. જો કે પોલીસ પણ એટલી જ સતર્ક છે. હાલમાં જ ગુજરાત પોલીસ દ્વારા આવા જ એક બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો હતી. આવી અવનવી તરકીબથી પોલીસ પણ આશ્ચર્યચકિત રહી જાય છે. કોરોનાના કહેર વચ્ચે દવાની વચ્ચે દારૂ છુપાવી ગુજરાતમાં લાવતા હતા. દારૂ ઘુસાડવાની વધારે એક મોડસ ઓપરેન્ડી સામે આવી છે.

fallbacks

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા સ્વામી મહારાજની જન્મજયંતી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ઉજવાશે

હેલ્થ કેર મેડ ઇન ઇન્ડિયા નામનાં દવાના બોક્ષમાં દારૂ છુપાવીને તેઓ લાવતા હતા. વલસાડ પોલીસે દવાના કન્ટેનરમાંથી 11352 વિદેશી દારૂની બોટલ કબ્જે કરી છે. પોલીસ દ્વારા 10 લાખ રૂપિયાથી પણ વધારે કિંમતનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ પોલીસે સમગ્ર મુદ્દે આ માલ ક્યાંથી આવ્યો હતો. કોણે મોકલ્યો હતો. ક્યાં લઇ જવાનો હતો. આ માસ્ટરમાઇન્ડ કોણ છે તે અંગે તપાસ આદરી છે. વલસાડ પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ વલસાડ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More