Home> Gujarat
Advertisement
Prev
Next

કેજરીવાલની પત્ની ગુજરાતમાં સંભાળશે પ્રચારની કમાન, AAPએ જાહેર કર્યા આ 40 સ્ટાર પ્રચારકો

Loksabha Election 2024: કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ પણ સ્ટાર પ્રચારકમાં સામેલ કરાયા છે. આ સિવાય પંજાબના સીએમ ભગવંત માન સહિત ગુજરાતના નેતાઓ પણ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરાયા છે. જેમાં ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, સહિત આપના ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે.

કેજરીવાલની પત્ની ગુજરાતમાં સંભાળશે પ્રચારની કમાન, AAPએ જાહેર કર્યા આ 40 સ્ટાર પ્રચારકો

Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આપના સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી દીધી છે. અરવિંદ કેજરીવાલ સહિત 40 નેતાઓના નામ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ પણ સ્ટાર પ્રચારકમાં સામેલ કરાયા છે. આ સિવાય પંજાબના સીએમ ભગવંત માન સહિત ગુજરાતના નેતાઓ પણ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરાયા છે. જેમાં ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, સહિત આપના ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે.

fallbacks

લોકસભાની ચૂંટણીમાં સુનિતા કેજરીવાલ ગુજરાતમાં પ્રચાર કરી શકે છે. લોકસભા ચૂંટણી પ્રચારની તૈયારીઓ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને પોતાના સ્ટાર પ્રચારક બનાવ્યા છે. આમ આદમી પાર્ટી મંગળવારે (16 માર્ચ)ના રોજ AAP ગુજરાતના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.

fallbacks

આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ભાવનગરથી અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. જે પૈકી ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. આ વિસ્તાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પ્રભાવ હેઠળનો વિસ્તાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુનીતા કેજરીવાલ આ સીટ પર પાર્ટીના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More