Home> Gujarat
Advertisement
Prev
Next

એકાઉન્ટના પેપર સમયે જ અમનના જીવનની ખાતાવહી પૂરી થઈ ગઈ, CCTV માં જુઓ મોતની અંતિમ ક્ષણો

board exam tension : એક કિડની પર જીવતો અમન અત્યાર સુધી સરસ જિંદગી જીવતો હતો, પરંતુ તે બોર્ડની પરીક્ષાનુ ટેન્શન સહન ન કરી શક્યો. બોર્ડની પરીક્ષા આપવા આવેલો અમન પેપરમા એક શબ્દ પણ લખી ન શક્યો અને મોત મળ્યું, CCTV કેદ થઈ જીવનની અંતિમ ક્ષણો

એકાઉન્ટના પેપર સમયે જ અમનના જીવનની ખાતાવહી પૂરી થઈ ગઈ, CCTV માં જુઓ મોતની અંતિમ ક્ષણો

ઝી મીડિયા/બ્યૂરો :ગઈકાલે સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો, વિદ્યાર્થીઓ હોંશભેર પરીક્ષા આપવા પહોંચ્યા હતા. પરંતુ સાંજ ઢળતા જ એક એવા સમાચાર સામે આવ્યા, જેમા વિદ્યાર્થીઓને સાથે વાલીઓનો ઉત્સાહ પહેલા જ દિવસે ઢીલો પડી ગયો. વર્ગખંડમાં પરીક્ષા આપવા આવેલ એક માસુમ જિંદગીની પરીક્ષા હારી ગયો. અમદાવાદની સી.એલ સ્કુલમાં ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી અમનને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર મળે તેની થોડી ક્ષણો પહેલા જ તેનુ મોત નિપજ્યુ હતું. ત્યારે તેના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. વિદ્યાર્થીની ક્લાસમાં કેવી હાલત હતી અને તે કેવી રીતે મોતને ભેટ્યો તે સમગ્ર ઘટનાક્રમ કેદ થયો હતો.

fallbacks

વર્ગખંડમાં આવવાથી લઈને અંતિમ ક્ષણ સુધીની માહિતી
બોર્ડની પરીક્ષા દરમિયાન હવે ક્લાસરૂમમાં કોઈ ગેરીરિતી ન થાય તે માટે સીસીટીવી કેમેરા લગાવવામા આવે છે. વિદ્યાર્થીઓના હિત માટે લગાવાતા સીસીટીવીમાં એક વિદ્યાર્થીની મોતની અંતિમ ક્ષણો કેદ થઈ હતી. ગોમતીપુરાની એસજી પટેલ હાઈસ્કૂલનો વિદ્યાર્થી અમન આરીફ શેખનો નંબર સી.એલ સ્કુલમાં આવ્યો હતો. ગઈકાલે તે પહેલુ એકાઉન્ટનું પેપર આપવા વર્ગખંડમાં પહોચ્યો હતો. બપોરે ત્રણ વાગ્યે પેપર હોવાથી સમય પર તે વર્ગખંડમા પહોંચી ગયો હતો. 3.34 મિનિટે તેને વોમિટ જેવુ લાગતે તે મેડમની પરમિશન લઈને બહાર જાય છે. જ્યાં તે અડધા કલાક પછી પરત ફરે છે.

15.56 મિનિટે તે વર્ગખંડમાં પોતાની બેન્ચ પર આવીને બેસે છે. તેના બાદ પણ તેને અકળામણ થયા કરે છે, જેથી તે બેન્ચ પર માથુ નાંખીને સૂઈ જાય છે. લગભગ અડધો કલાક સૂઈ ગયા બાદ મહિલા સુપરવાઈઝર તેને ઉઠાડે છે. અમન ઉભો થઈને પ્રિન્સીપાલની ઓફિસમાં જાય છે. આચાર્યએ વિદ્યાર્થીની સ્થિતિ જોઈએ 4.38 કલાકે 108ને ફોન કર્યો અને 4.45એ 108 એમ્બ્યુલન્સ પરીક્ષા કેન્દ્ર પર આવી જાય છે. 4.45 મિનિટે તે જાતે ચાલીને એમ્બ્યુલન્સમાં જાય છે, ત્યાં તેની તપાસ કરવામા આવે છે. અહીંથી તેને સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં લઈ જવાય છે. જ્યાં સારવાર દરમિયાન જ તે દમ તોડી છે. 

fallbacks

એકાઉન્ટનું પેપર લખવા આવેલા અમનને સપનામાં પણ ખ્યાલ ન હતો કે તેના જીવનની ખાતાવહી અહી પૂરી થઈ જાય છે. હોસ્પિટલમાં ગયા બાદ અમનની હાલત એટલી બગડી હતી કે તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. પરંતુ ગણતરીની મિનિટોમા તે મોતને ભેટ્યો હતો.

એક કિડની પર જીવતો હતો અમન
પરિવાર દ્વારા મળતી માહિતી અનુસાર, અમનને એક કિડની હતી. તે એક જ કિડની પર જીવતો હતો. જોકે, તેને કોઈ શારીરિક તકલીફ ન હતી. એક કિડની હોવા છતા તે સ્વસ્થ હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More