Live Death Video પંચમહાલ : હાર્ટએટેક આવવાના કિસ્સા એટલા વધી ગયા છે કે, લોકોને હવે છાતીમાં દુખે તો ડર લાગે છે. ચાલતા ચાલતા માણસનું ઢળી પડવું, લગ્નમાં નાચતા નાચતા હાર્ટએટેક આવવો આવા કિસ્સા હાલ ચારેતરફથી સંભળાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં વધુ એક કિસ્સો બન્યો છે. વરઘોડામાં નાચતા નાચતા એક યુવક જમીન પર ઢળી પડ્યો હતો. દુખની વાત તો એ છે કે, જે સમયે યુવકને હાર્ટએટેક આવ્યો હતો ત્યારે તે વરરાજાને ઉપાડીને ડાન્સ કરી રહ્યો હતો. જેથી બંને નીચે પડ્યા હતા. જેના બાદ યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે.
બન્યું એમ હતું કે, મોરવા હડફના રજાયતા ગામમાં ડાન્સ કરતા સમયે એક યુવકને મોત મળ્યું છે. લગ્ન પ્રસંગમાં વરરાજાને ડીજેના તાલે નચાવતાં વરરાજાના મિત્ર યુવક અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. યુવકને અચાનક બેભાન અવસ્થામાં વરરાજા સાથે ઢળી પડ્યો હતો. જેથી ડીજેમાં દોડધામ મચી ગઇ હતી. યુવક બેભાન થયા બાદ હોંશમાં આવ્યો જ નહ તો. તેથી બેભાન અવસ્થામાં ફેરવાયેલા યુવકને સંતરામપુર સારવાર માટે લઈ જતી વેળાએ રસ્તામાં જ યુવકનું નીપજ્યું મોત હતું.
બળાત્કારનો આરોપી મેડિકલ ટેસ્ટમાં નપુસંક નીકળ્યો, યુવતી ભર કોર્ટમાં એવી ભોંઠી પડી
વરરાજાને ખભા પર બેસાડી નાચી રહ્યો હતો યુવક, અચાનક મોતને ભેટ્યો...#Video #Panchmahal #Heartattack #Gujarat pic.twitter.com/Gkig6aNwJQ
— Zee 24 Kalak (@Zee24Kalak) March 18, 2023
યુવકના મોતની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. તમજ હાલ સોશિયલ મીડિયા વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુવકને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાની સંભાવના તબીબોએ વ્યક્ત કરી હતી. યુવકની ઉંમર અંદાજીત 27 વર્ષની હતી, ત્યારે નાની ઉંમરે યુવકોને આવી રહેલા હાર્ટએટેકના કિસ્સા હાલ લોકોને ડરાવી રહ્યાં છે. આ બનાવને પગલે પારધી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ગુજરાતમાં વધુ એક પરીક્ષાની તારીખ જાહેર, સરકારી નોકરી માટે વધુ એક તક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે