live footage સંદીપ વસાવા/સુરત : સુરતના કડોદરામાં હૈયું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. કડોદરા વિસ્તારમાં કાન બાઈ માતાની રથયાત્રા નીકળી હતી, જેમાં એક યુવક ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. યુવકના નીચે પટકાવાના દ્રશ્યો એક મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા. ત્યારે આ દ્રશ્યો કંપારી છુટાવી દે તેવા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કડોદરા ખાતે આવેલ પ્રિયંકા ગ્રીન સિટીમાં ઘટના બની હતી. આ ઘટના ત્રણ દિવસ પહેલાની છે. પરંતુ તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેથી આ ઘટના ચર્ચામાં આવી છે. બન્યુ એમ હતું કે, પ્રિયંકા ગ્રીન સિટીમાં કાનબાઈ માતાની રથાયાત્રા નીકળી હતી, જેથી મહિલાઓ નીચે ગ્રાઉન્ડમાં ગરબા રમતી હતી. તેમ સમયે ત્રીજા માળે રહેતો એક યુવક ગરબા રમતી મહિલાઓ ઉપર યુવક પાણી નાંખવા માટે બાલ્કનીમાં આવ્યો હતો.
ખેડૂતોની મહત્વની યોજનામા ગુજરાત સરકારે કર્યા મોટા ફેરફાર, હવે નહિ થાય ખેતરોને નુકસાન
સુરતમાં કાન બાઈ માતાની રથયાત્રામાં ગરબા રમતી મહિલા પર પાણી નાંખવા ચઢેલો યુવક ત્રીજા માળેથી નીચે પટકાયો #Surat #Gujarat #ViralVideo pic.twitter.com/x4MzFGVs51
— Zee 24 Kalak (@Zee24Kalak) September 7, 2023
યુવક મહિલાઓ પર પાણી નાંખે તે પહેલા જ સેફ્ટી રેલિંગ તૂટી પડી હતી, જેથી યુવક સીધો જ નીચે પટકાયો હતો. આ જોઈ લોકો એકઠા થયા હતા. ત્રીજા માળેથી યુવક નીચે પટકાયેલા યુવકને તત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. નીચે પટકાયેલા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે, તેનો જીવ બચી ગયો હતો.
અમદાવાદીઓને મોટી ભેટ, અમેરિકા જેવું આલાગ્રાન્ડ મલ્ટીલેવલ પાર્કિંગ આજે ખુલ્લુ મૂકાયું
પરંતુ આ ઘટના અત્યંત શોકિંગ છે. વીડિયો જોઈ ધ્રુજારી છુટી જાય. ત્રણ દિવસ પહેલાની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે