પ્રશાંત ઢીવરે/સુરત:સુરતમાં યુવતીને માતા પિતા વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કરવાનું ભારે પડ્યું છે. યુવતીના પ્રેમીએ જ યુવતીની હત્યા કરી નાખી છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,જ્યાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી એક 20 વર્ષીય યુવતીની તેના લીવ-ઈન પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પતિ રાહુલ મચ્છરની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
પટના એરપોર્ટ પર અમદાવાદવાળી થતાં રહી ગઈ! ફ્લાઈટ લેન્ડિંગ બાદ ફરી ઉડી, 174 મુસાફરો..
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ દાહોદના વતની અને હાલ પાલનપુર જકાતનાકાની શ્રીજીનગર સોસાયટીમાં રહેતો રાહુલ મચ્છર મજૂરી કામ કરે છે. તે બે વર્ષ પહેલા ૨૦ વર્ષીય અસ્મિતાને વતનથી ભગાડીને સુરત લાવ્યો હતો અને ત્યારથી બંને લીવ-ઈન રિલેશનશિપમાં એક પુત્રી સાથે રહેતા હતા. સોમવારે સવારે અસ્મિતા ઘરના રૂમમાં બેડ પર બેભાન હાલતમાં મળી આવી હતી. ત્યારે રાહુલ ઘરમાં હાજર ન હતો. અસ્મિતાના ગળા પર નખના નિશાન જેવી ઈજાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
માવતર માટે લાલબત્તી સમાન કિસ્સો! કાર લોક થઈ જતા સગા ભાઈ-બહેનના શ્વાસ રૂંધાઈ જતાં મોત
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાહુલે ઘરકંકાસના કારણે તેની પ્રેમિકા અસ્મિતાની રાત્રે સૂતેલી હાલતમાં જ હત્યા કરી હતી. આ સમયે તેમની નાની દીકરી પણ બાજુમાં સૂતી હતી. રાંદેર પોલીસે આ મામલે રાહુલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનાએ સુરતમાં લીવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુગલોની સુરક્ષા અને ઘરકંકાસના ભયાનક પરિણામો પર ફરીથી સવાલો ઉભા કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે