અંબાજી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. આજે વડાપ્રધાન બનાસકાંઠામાં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ 6909 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ નરેન્દ્ર મોદીના આગમનને લઈને લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. પીએમ મોદી આજે અંબાજી શક્તિપીઠ ધામમાં પૂજા-અર્ચના કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈ મંદિરમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. અંબાજી મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજી મંદિરમાં કપૂર આરતી કરશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીનું અંબાજીમાં વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. હાલ પીએમ નરેન્દ્ર મોદી સભા સ્થળ જવા માટે રવાના થયા છે.
અંબાજીથી પીએમ મોદી Live:
અંબાજીમાં પીએમ મોદી સભાસ્થળે પહોંચ્યા, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર
અંબાજીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત #Gujarat #PMModi #GujaratElections2022 #Live pic.twitter.com/0BwkFzwj63
— Zee 24 Kalak (@Zee24Kalak) September 30, 2022
અંબાજીમાં PMના સ્વાગત માટે લોકોનું ઘોડાપૂર ઊમટ્યું, પીએમ મોદીએ જનતાનું અભિવાદન સ્વીકાર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા બનાસકાંઠા; જુઓ ભવ્ય રોડ શો #LIVE #PMModi #PMModiGujaratVisit #Gujarat #GujaratElections2022 pic.twitter.com/2bBKChi0ZW
— Zee 24 Kalak (@Zee24Kalak) September 30, 2022
અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂજા-અર્ચના કરાવશે. મંદિરમાં પૂજા કરાયેલી મા અંબાની પ્રતિમા મહારાજ પીએમ મોદીને અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈ અંબાજી મંદિરને ફૂલોથી શણગારાયો છે. અંબાજી મંદિરમાં શણગાર યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સાંજના સમયે પ્રધાનમંત્રી મોદી અંબાજી ખાતે જાહેરસભામાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ સાંજે 7થી 7.30 વાગ્યા સુધી અંબાજી મંદિરમાં પૂજા કરવા જશે. ત્યારબાદ તેઓ ગબ્બરમાં મહાઆરતીમાં ભાગ લેશે. અંબાજી ખાતે પ્રસાદ યોજના અંતર્ગત ભાવિકોની સુવિધા માટે પ્રધાનમંત્રી 53 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે.
જિલ્લાના અલગ અલગ 7200 કરોડથી વધુનાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. પીએમ અંબાજીથી મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’ નો પ્રારંભ કરાવ્યો હતો. યોજનાના પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌશાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરી. ગૌ વંશ અને ગૌ માતાના રખરખાવ, નિભાવ માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’ છે. રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે તેને આર્થિક સહાય આપશે.
રાજ્ય સરકારે આ યોજના 2022 - 23 ના બજેટમાં જાહેર કરી હતી. પીએમ આજે અંબાજીથી ગુજરાતમાં 60 હજારથી વધુ આવાસોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. કુલ રૂપિયા 1967 કરોડથી વધુના ખર્ચે 8633 આવાસોના ખાતમુહૂર્ત અને 53,172 આવાસોના લોકાર્પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બનાસકાંઠા જિલ્લાને અનેક ભેટ આપી છે.
પીએમના હસ્તે નવી તારંગા હિલ-અંબાજી-આબુરોડ બ્રોડગેજ રેલવે લાઇનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. રૂપિયા 2700 કરોડથી વધુના ખર્ચે રેલવે લાઈનનું નિર્માણ કરવામાં આવી. રેલવે લાઇનની કામગીરી આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થશે. રેલવે લાઈનની લંબાઈ 116 કિલોમીટરની હશે. 6 રિવર ક્રોસીંગ ધરાવતી તારંગાથી આબુરોડ સુધીની આ રેલવે લાઇનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.
રેલવે લાઈન 60 જેટલા ગામડાઓ માંથી પસાર થશે. રેલવે લાઈનના નિર્માણથી મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના 104 ગામડાઓને લાભ થશે. આ રેલવે લાઈન પર અંબાજીમાં શક્તિપીઠની થીમ આધારિત ડિઝાઇન અને અદ્યતન સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. તારંગા હિલ્સ રેલવે સ્ટેશન જૈન સ્થાપત્યકલાના આધારે ડીઝાઈન કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે