Home> Gujarat
Advertisement

Ahmedabad Airport Plane Crash Live Updates: વિમાન દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન, ભગવાન તેમના આત્માને શાંતિ આપેઃ પાટીલ

Ahmedabad Airport Air India Passenger Plane Crash Live Updated: અમદવાદમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદમાં એક વિમાન તૂટી પડ્યું છે. અદાણી એરપોર્ટ ખાતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયેલ છે તેવી પ્રાથમિક માહિતીના આધારે અમદાવાદ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. શહેરના મેઘાણીનગરમાં IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર મળતા ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

Ahmedabad Airport Plane Crash Live Updates: વિમાન દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન, ભગવાન તેમના આત્માને શાંતિ આપેઃ પાટીલ
LIVE Blog
fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

12 June 2025
12 June 2025 19:02 PM

પૂર્વ સીએમ વિજય રૂપાણી નું પણ અવસાન થયું એ ગુજરાત નહીં ભૂલી શકે, ભગવાન દિવંગતો ની આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીએ છીએ : સીઆર પાટિલ

12 June 2025 18:01 PM

તમામ મુસાફરોના મોત
સમાચાર એજન્સી AP તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે. એજન્સીના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં કોઈ પણ મુસાફર બચી શક્યા નથી. બધા 242 મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

12 June 2025 17:27 PM

અમદાવાદ એરપોર્ટ દુર્ઘટનામાં સારવાર લઇ રહેલા દર્દીઓનું લીસ્ટ, 41 સત્તાવાર સારવાર હેઠળ

fallbacks

 

12 June 2025 16:31 PM

પાલનપુરના બે લોકો હોવાની આશંકા
અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં પાલનપુરના બે લોકો હોવાની આશંકા. પાલનપુરના લાભુબેન ઠક્કર અને રમેશભાઈ ઠક્કર હોવાની પ્રાથમિક માહિતી આવી સામે. પાલનપુરના લક્ષમણ ટેકરી વિસ્તારમાં રહેતા લાભુબેનના પાડોસીઓમાં ચિંતા. ઘટનાને લઇ સ્વજનનું નામ લિસ્ટમાં જોતા પાડોસીઓ બન્યા ચિંતાતુર...
 

12 June 2025 15:47 PM

ગૌતમ અદાણીએ દુઃખ વ્યક્ત કર્યુ

12 June 2025 15:46 PM

એર ઈન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું તે બિલ્ડીંગ ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ હતી. આ હોસ્ટેલમાં 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે. હોસ્ટેલમાં અંદર 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હતા. અતુલ્ય 1 , 2 , 3 અને 4 જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હતા તે બિલ્ડીંગને પ્લાન અથડાયું હતું. પ્લાનના તમામ મુસાફરો આ બિલ્ડિંગમાં આરામ કરતા રેસિડેન્ટ ડોક્ટરો સહિત અને લોકો હતા.

12 June 2025 15:41 PM

વધુ માહિતી પૂરી પાડવા માટે અમે 1800 5691 444 પર એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર પણ સ્થાપિત કર્યો છે. એર ઇન્ડિયા આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે. એર ઇન્ડિયા તેના X હેન્ડલ (x.com/airindia) અને airindia.com પર નિયમિત અપડેટ્સ દ્વારા વધુ માહિતી પ્રકાશિત કરશે.
 

12 June 2025 15:40 PM

એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી. અમદાવાદથી બપોરે 1338 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. 

12 June 2025 15:38 PM

રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

12 June 2025 15:25 PM

જૂઓ પેસેન્જર લિસ્ટ

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

12 June 2025 15:22 PM

 

અમદાવાદથી લંડન જઇ રહેલી ફ્લાઇટના ક્રૂ મેમ્બરનું લિસ્ટ

ક્રૂ મેમ્બરનું લિસ્ટ 
1. ક્લાઇવ કુન્દર, ફર્સ્ટ ઓફિસર 
2. સુમિત સભરવાલ 
3. અર્પણા મહાદીક 
4. શ્રદ્ધા ધવન 
5. દીપક પાઠક 
6. ઇરફાન શેખ 
7. નુન્થેમ સાઇન્સેન 
8. મૈથિલી પાટીલ 
9. મનિષા થાપા 

12 June 2025 14:52 PM

પ્લેન જ્યાં ક્રેશ થયું છે તે બિલ્ડિંગ સિવિલમાં ડોક્ટરનું ક્વાર્ટર હતું... 
તમામ મૃતદેહ સળગેલી હાલતમાં છે. પ્લેન જ્યાં ક્રેશ થયું છે તે બિલ્ડિંગ સિવિલમાં ડોક્ટર માટેની હતી. ત્યાંથી બધાનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. લોકોના મૃતદેહ ઓળખાય તેવી સ્થિતિમાં પણ નથી.
 

12 June 2025 14:50 PM

મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે તે સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વોર્ટર પર પડ્યું હતું...

fallbacks

12 June 2025 14:45 PM
12 June 2025 14:38 PM

મુખ્યમંત્રીને આ દુ:ખદ ઘટનાની જાણ થતાં જ તેમણે મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સુચનાઓ આપી છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.

12 June 2025 14:36 PM

અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટના સામે તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી છે.

12 June 2025 14:32 PM

પેસેન્જર વિમાન હોવાની પ્રાથમિક માહિતી છે તેમજ એર ઈન્ડિયાનું વિમાન છે. ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હતી હોવાનું પ્રાથમિક અનુંમાન લગાવાય રહ્યું છે. આ દુર્ઘટનાને પગલે બહુમાળી ઈમારતોને નુકસાન થવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

12 June 2025 14:30 PM

અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરાઇ છે. CM ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક અસરથી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. આ તરફ હવે મુખ્યમંત્રીએ તમામ જરૂરી મદદ પૂરી પાડવા સૂચના આપી હતી. આ સાથે આરોગ્ય વિભાગને પણ જરૂરી સારવાર માટે વ્યવસ્થાઓ કરવા સૂચના આપી છે.

12 June 2025 14:26 PM

આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.

12 June 2025 14:25 PM

આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. 

12 June 2025 14:23 PM

મેઘાણીનગર IGP કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. 

12 June 2025 14:22 PM

શું છે વિમાનની ખાસિયત?
એરબસ A320 એ યુરોપીયન વિમાન નિર્માતા કંપની એરબસ દ્વારા બનાવવામાં આવેલું એક બહુપ્રચલિત નેરો-બોડી (narrow-body) જેટ વિમાન છે. આ વિમાન ખાસ કરીને શોર્ટ અને મિડ-હોલ ફ્લાઇટ્સ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે કે તે 3થી 6 કલાક સુધીની ઉડાન માટે યોગ્ય છે.

12 June 2025 14:19 PM

ગુજરાતના અમદાવાદમાં 242 મુસાફરોને લઈને જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે રાજ્ય પોલીસ વિભાગે તેની પુષ્ટિ કરી છે.

Read More