Home> Gujarat
Advertisement

Gujarat Chutani 2022 Live Update: ભાજપની સ્થિતિ ખરાબ, બીજા તબક્કાના મતદાન બાદ કોંગ્રેસને 125 બેઠકો મળશે- રઘુ શર્મા

ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને હવે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે છે. બીજા તબક્કાના મતદાન માટે તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. પહેલા તબક્કામાં થયેલા ઓછા મતદાને રાજકીય પક્ષોની ઊંઘ ઉડાવી દીધી છે. તમામ લેટેસ્ટ અપડેટ માટે વાંચો ઝી 24 કલાકનો લાઈવ બ્લોગ....

Gujarat Chutani 2022 Live Update: ભાજપની સ્થિતિ ખરાબ, બીજા તબક્કાના મતદાન બાદ કોંગ્રેસને 125 બેઠકો મળશે- રઘુ શર્મા
LIVE Blog

Gujarat Election 2022 Latest Updates: ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને હવે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે છે. બીજા તબક્કાના મતદાન માટે તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. પહેલા તબક્કામાં થયેલા ઓછા મતદાને રાજકીય પક્ષોની ઊંઘ ઉડાવી દીધી છે. તમામ લેટેસ્ટ અપડેટ માટે વાંચો ઝી 24 કલાકનો લાઈવ બ્લોગ....

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

03 December 2022
03 December 2022 12:40 PM

ભાજપની સ્થિતિ ખરાબ-કોંગ્રેસ
કોંગ્રેસ નેતા રઘુ શર્માએ આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે પ્રથમ તબક્કાના મતદાન પ્રમાણે કોંગ્રેસના પક્ષમાં સારા પરિણામ આશે. પ્રથમ તબક્કાના મતદાનમાં 89માંથી 65 બેઠકો જીતવાની આશા છે. ભાજપની સ્થિતિ ખરાબ છે. જનતામાં ભાજપ સામે આક્રોશ છે. ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ લહેર ચાલે છે. બીજા તબક્કાના મતદાન બાદ કોંગ્રેસ 125 બેઠકો સુધી પહોંચશે. ડબલ એન્જિન સરકાર ગુજરાતમાં વિશ્વાસ ખોઈ બેઠી છે. 

03 December 2022 10:06 AM

સભામાં ભીડ ભેગી કરવા ડાન્સર બોલાવી!
બોરસદ વિધાનસભા કૉંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર ફરી વિવાદમાં આવ્યા છે. કૉંગ્રેસની ચૂંટણી સભામાં ભીડ એકત્ર કરવા તેમણે ડાન્સરનો સહારો લીધો હતો. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારની સભામાં ડાન્સરે ઠુમકા લગાવતા ચર્ચા ઉઠી હતી. ત્યારે લોકોએ કહ્યું કે, શું લોકો પાસે મત માંગવા ઉમેદવારે ડાન્સરનો સહારો લીધો. કૉંગ્રેસના ઉમેદવારનાં બેનરો લાગેલા મંચ પર ડાન્સરોએ ડાન્સ કર્યો હતો. 

03 December 2022 09:12 AM

Asaduddin Owaisi's Statement
ચૂંટણી રેલીઓમાં પોતાના બેબાક ભાષણ માટે જાણીતા AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી શુક્રવારે અમદાવાદના જમાલપુરમાં રેલી કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ પોતાની પાર્ટીના ઉમેદવાર સાબિર માટે મત માંગતા માંગતા અચાનક રડી પડ્યા. લોકોને અપીલ કરી કે તેઓ સાબિરને જીતાડે જેથી કરીને અહીં ફરીથી કોઈ બિલકિસ સાથે અન્યાય ન થાય. 

Read More