Home> Gujarat
Advertisement

Uttar Gujarat Chutni Parinam 2022 LIVE Update: બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસને 4-4 બેઠકો અને એક અપક્ષને ફાળે

Gujarat Election Result 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થયું હતું. હવે આજે પરિણામનો દિવસ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓનું રાજકીય ભાવિ પણ નક્કી થઈ જશે. પળે પળની અપડેટ માટે વાંચતા રહો ઝી 24 કલાકનો ઉત્તર ગુજરાત લાઈવ બ્લોગ....

Uttar Gujarat Chutni Parinam 2022 LIVE Update: બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસને 4-4 બેઠકો અને એક અપક્ષને ફાળે
LIVE Blog

ઉત્તર ગુજરાતની 32 બેઠકોનું પરિણામ
ઉત્તર ગુજરાતના 6 જિલ્લાની 32 બેઠકોનું આજે પરિણામ આવશે. જેમાં બનાસકાંઠાની 9 બેઠકો, પાટણની 4, મહેસાણાની 7, સાબરકાંઠાની 4, અરવલ્લીની 3 અને ગાંધીનગરની 5 બેઠકો સામેલ છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

08 December 2022
08 December 2022 17:38 PM

વાવ બેઠક 
વિજેતા ઉમેદવાર
ગેનીબેન ઠાકોર(ભાજપ) ૧૬,૨૩૭ મતથી વિજય
મેળવેલ મત
૧,૦૦,૬૫૨ મત
પરાજિત ઉમેદવાર
મેળવેલ મત
સ્વરૂપજી ઠાકોર(કોંગ્રેસ)
૮૫,૪૧૫

થરાદ 
વિજેતા ઉમેદવાર
શંકરભાઇ ચૌધરી(ભાજપ) ૨૫,૮૬૫ મતથી વિજય
મેળવેલ મત
૧,૧૬,૮૪૨ મત
પરાજિત ઉમેદવાર
ગુલાબસિંહ રાજપૂત(કોંગ્રેસ)
મેળવેલ મત
૯૦,૯૭૭ મત

ધાનેરા
વિજેતા ઉમેદવાર ૩૫,૬૫૭ મતથી વિજય
માવજીભાઇ દેસાઇ(અપક્ષ)
મેળવેલ મત
૯૫,૬૦૦
પરાજિત ઉમેદવાર
ભગવાનદાસ પટેલ(ભાજપ)
મેળવેલ મત
૫૯,૯૪૩

દિયોદર
વિજેતા ઉમેદવાર 
કેશાજી ચૌહાણ(ભાજપ) ૩૮,૫૫૩ મતથી વિજય
મેળવેલ મત
૧,૦૮,૫૬૦ મત
પરાજિત ઉમેદવાર
શિવાભાઈ ભૂરીયા(કોંગ્રેસ)
મેળવેલ મત
૭૦,૦૦૭ મત

ડીસા
વિજેતા ઉમેદવાર
પ્રવીણભાઈ માળી(ભાજપ) ૪૧,૪૦૩ મતથી વિજય
મેળવેલ મત
૯૬,૩૭૨ મત
પરાજિત ઉમેદવાર
સંજય દેસાઇ(કોંગ્રેસ)
મેળવેલ મત
૫૪,૯૬૯
લેબજી ઠાકોર(અપક્ષ)
મેળવેલ મત
૪૪,૮૮૭ મત

કાંકરેજ
વિજેતા ઉમેદવાર
અમૃતજી ઠાકોર(કોંગ્રેસ) ૫,૩૪૯ મતથી વિજય
મેળવેલ મત
૯૬,૧૩૭ મત
પરાજિત ઉમેદવાર
કીર્તિસિંહ વાઘેલા(ભાજપ)
મેળવેલ મત
૯૦,૭૮૮ મત

પાલનપુર
વિજેતા ઉમેદવાર
અનિકેત ઠાકર(ભાજપ) ૨૭,૦૪૪ મતથી વિજય
મેળવેલ મત
૯૪,૬૯૨ મત
પરાજિત ઉમેદવાર
મહેશભાઇ પટેલ(કોંગ્રેસ)
મેળવેલ મત
૬૭,૬૪૮ મત

વડગામ
વિજેતા ઉમેદવાર
જીજ્ઞેશ મેવાણી(કોંગ્રેસ) ૩,૮૫૭ મતથી વિજય
મેળવેલ મત
૯૨,૫૬૭ મત
પરાજિત ઉમેદવાર
મણિલાલ વાઘેલા(ભાજપ)
મેળવેલ મત
૮૮,૭૧૦ મત

દાંતા
વિજેતા ઉમેદવાર
કાંતિ ખરાડી(કોંગ્રેસ) ૬,૪૪૦ મતથી વિજય
મેળવેલ મત
૮૪,૬૯૧ મત
પરાજિત  ઉમેદવાર
મેળવેલ મત
૭૮,૨૫૧ મત

08 December 2022 16:59 PM

મહેસાણાની 7 બેઠકોમાંથી 6 ભાજપને
મહેસાણાની 7 બેઠકોમાંથી 6 ભાજપને અને એક બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે. ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર સરદારભાઈ ચૌધરી, ઊંઝામાં કિરિટ પટેલ, વિસનગરમાં ઋષિકેશ પટેલ, બેચરાજીમાં સુખાજી ઠાકોર, કડીમાં કરશન સોલંકી, મહેસાણામાં મુકેશ પટેલ, જ્યારે વિજાપુરમાં કોંગ્રેસના સી જે ચાવડા જીત્યા છે. 

08 December 2022 16:41 PM

અરવલ્લીમાં બે બેઠક ભાજપને અને એક અપક્ષને
બાયડના અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાની સરેરાશ 5818 મતો ની લીડ થી જીત. મોડાસા  ભાજપાના ઉમેદવાર ભીખુસિંહ પરમારની  34788 મતો ની લીડ થી જીત. ભિલોડા ભાજપાના ઉમેદવાર પી.સી બરંડાની 28768 મતો ની લીડ થી જીત. ખેડબ્રહ્મા બેઠક પર ફેર ગણતરી  મામલે ચૂંટણી તંત્ર દ્વારા પાંચ રેન્ડમ વીવીપેટ પસંદ કરી તેની સ્લીપ ગણતરી શરુ કરાઈ. ગણતરી બાદ રિઝલ્ટ જાહેર કરવા નિર્ણય કરાશે.

08 December 2022 16:32 PM

બનાસકાઠાંમાં 4 ભાજપને 4 કોંગ્રેસને 1 અપક્ષ
બનાસકાંઠાની કુલ 9 બેઠકોમાંથી 4 બેઠકો ભાજપને ફાળે ગઈ છે. જ્યારે 4 બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ છે. અને એક અપક્ષે જીતી છે. દિયોદરમાં ભાજપના કેસાજી ચૌહાણ, થરાદમાં ભાજપના શંકર ચૌધરી, પાલનપુરમાં ભાજપના અનિકેત ઠાકર, ડીસામાં ભાજપના પ્રવીણ માળી, કાંકરેજમાં કોંગ્રેસના અમૃત ઠાકોર, વાવમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, વડગામમાં કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણી, દાંતામાં કોંગ્રેસના કાંતિ ખરાડી અને ધાનેરામાં અપક્ષ માવજીભાઈ દેસાઈ જીત્યા છે. 

08 December 2022 13:55 PM

ભાજપે પાડ્યું કોંગ્રેસના ગઢમાં ગાબડું
ભિલોડા બેઠક પર પૂર્વ આઇપીએસ પી સી બરંડા ની જીત. આ ચૂંટણી માં કોંગ્રેસ ના ગઢ માં ગાબડું. પી સી બરંડા 15 હજાર કરતા વધુ મતે વિજયી. વર્ષો પછી ભિલોડા બેઠક પર ભાજપ નો ભગવો લહેરાતા કાર્યકરો માં ખુશી

08 December 2022 13:11 PM

ધાનેરામાં અપક્ષ ઉમેદવારની જીત
બનાસકાંઠાના ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈની જીત થઈ છે. ભિલોડામાં 24માં રાઉન્ડમાં ભાજપ 8308 મતથી આગળ છે. પૂર્વ આઈપીએસ પીસી બરંડા આગળ છે. હિંમતનગરમાં ભાજપ 31 હજાર મતોથી આગળ છે. ડીસામાં આઠ રાઉન્ડની મતગણતરી પૂરી થઈ છે. જેમાં ભાજપ 6280 મતથી આગળ છે. 
 

08 December 2022 12:16 PM

દાંતામાં થશે ઉલટફેર!
દાંતા મતવિસ્તાર ની ગણતરી માં 11 માં રાઉન્ડ નાં અંતે  આવી રહ્યો છે પરિવર્તન હજારો ની લીડ બાદ ભાજપ હવે માત્ર 231 મત થી આગળ. જ્યારે મોડાસામાં ભાજપ વિજય તરફ. ભીખુસિંહ પરમાર 25 હજારથી વધુ મતથી આગળ. ભિલોડામાં હવે AAP એ લીડ ગુમાવી. 21માં રાઉન્ડના અંતે ભાજપ 2100 મતથી આગળ. વિસનગરમાં પણ ભાજપ આગળ. ઋષિકેશ પટેલ 11 હજારથી વધુ મતથી આગળ. બાયડમાં ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપ 2036 મતથી આગળ છે. 17 રાઉન્ડના અંતે અપક્ષે ભાજપની 3800ની લીડ કાપી.

08 December 2022 10:51 AM

જીજ્ઞેશ મેવાણી આગળ
વડગામ બેઠક પરથી હવે જીજ્ઞેશ મેવાણી આગળ છે. આ ઉપરાંત અરવલ્લીમાં ભાજપના ઉમેદવાર આગળ છે. પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ છે. મહેસાણાના ખેરાલુમાં ભાજપ આગળ છે. સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવાર હવે આગળ છે. અરવલ્લીની ભિલોડા બેઠક પર આઠ રાઉન્ડના અંતે પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ છે. કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસનો ખરાબ દેખાવ જોવા મળી રહ્યો છે. 

08 December 2022 10:28 AM

સાંબરકાંઠાની હિંમતનગર બેઠક પરથી કોંગ્રેસ આગળ છે. મહેસાણામાં ભાજપ આગળ છે. ભાજપના મુકેશભાઈ 181 મતથી આગળ છે. સાંબરકાંઠાની પ્રાંતિજ બેઠક પરથી ભાજપ 12016 મતથી આગળ છે. 

08 December 2022 10:22 AM

કોણ ક્યાં આગળ
પાટણમાં રાધનપુરમાં લવિંગજી ઠાકોર આગળ છે, બેચરાજીમાં પણ ભાજપ આગળ છે. મોડાસામાં આઠમા રાઉન્ડમાં ભાજપ 13898 મતથી આગળ છે. મહેસાણાના ખેરાલુમાં ભાજપ આગળ છે. સાબરકાંઠાની પ્રાંતિજ બેઠકમાં ભાજપ આગળ છે. 

08 December 2022 10:12 AM

કોણ ક્યાં આગળ
પાટણમાં રાધનપુરમાં લવિંગજી ઠાકોર આગળ છે, બેચરાજીમાં પણ ભાજપ આગળ છે. મોડાસામાં આઠમા રાઉન્ડમાં ભાજપ 13898 મતથી આગળ છે. મહેસાણાના ખેરાલુમાં ભાજપ આગળ છે. સાબરકાંઠાની પ્રાંતિજ બેઠકમાં ભાજપ આગળ છે. 

08 December 2022 09:25 AM

હિંમતનગરમાં કોંગ્રેસ ઉમેદવાર આગળ
હિંમતનગરમાં બે રાઉન્ડના અંતે કોંગ્રેસ ઉમેદવાર 212 મતથી આગળ છે. જ્યારે વાવ વિધાનસભા બેઠક પર પ્રથમ રાઉન્ડમાં 5 નંબરના ટેબલમં ઈવીએમમાં ટેક્નિકલ ખરાબી આવી છે. હાલ ગણતરી મૂલતવી રાખવામાં આવી છે. 

08 December 2022 09:23 AM

ધાનેરામાં અપક્ષ આગળ
બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક પર ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ અપક્ષ આગળ છે. બાયડમાં ભાજપના ભીખીબેન પરમાર આગળ છે. મોડાસામાં ભાજપના ભીખુભાઈ પરમાર આગળ છે. ભિલોડામાં આમ આદમી પાર્ટીના રૂપસિંહ ભાગોરા આગળ છે. 

08 December 2022 09:19 AM

મોટો અપસેટ
વડગામ બેઠક પર જીજ્ઞેશ મેવાણી હાલ પાછળ છે. મહેસાણાની ઊંઝા બેઠક ઉપર પણ ભાજપ આગળ છે. પાટણ જીલ્લામાં ચાણસ્મા બેઠક પર ભાજપ આગળ છે. રાધનપુરમાં રઘુ દેસાઈ 24 મતથી આગળ છે. 

08 December 2022 08:06 AM

9માંથી 6 બેઠકો પર ભાજપ આગળ
8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠાની 9માંથી 6 બેઠકો પર ભાજપ આગળ

08 December 2022 07:29 AM

2017નું પરિણામ
ગત વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની કુલ 32 બેઠકોમાંથી ભાજપને 14 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 18 બેઠકો મળી હતી. 

અનેક દિગ્ગજોનું ભાવિ દાવ પર
કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણી ભાજપના નેતા અલ્પેશ ઠાકોરથી લઈને શંકર ચૌધરી જેવા અનેક દિગ્ગજ ચહેરાઓના ભાવિનો આજે ફેંસલો થશે. 

Read More
;