Home> Gujarat
Advertisement

Gujarat Chutani 2022 Live Update: પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

Gujarat First phase Vidhan Sabha Chunav 2022 Live Updates: ગુજરાતમાં આજે પહેલા તબક્કાનું મતદાન છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 2 કરોડ 13 લાખ મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી રહ્યા છે. બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે છે. જ્યારે 8 ડિસેમ્બર પરિણામનો દિવસ છે. 

Gujarat Chutani 2022 Live Update: પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
LIVE Blog

કચ્છ-સૌરાષ્ટ્ર, દ.ગુજરાતના જિલ્લાઓમાં મતદાન
આજે પ્રથમ તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની કુલ 89 બેઠકો માટે કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. 2 કરોડ 13 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે જેમાંથી 6 લાખ મતદારો પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

01 December 2022
01 December 2022 18:54 PM

પ્રથમ તબક્કામાં સરેરાશ 56.75 ટકા મતદાન
ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું. પ્રથમ તબક્કામાં સરેરાશ 56.75 ટકા મતદાન થયું. સૌથી વધુ તાપી જિલ્લામાં 72.32 ટકા મતદાન નોંધાયું તો સૌરાષ્ટ્રના અમરેલીમાં સૌથી ઓછું 52.73 ટકા મતદાન થયું. રાજકોટની આઠ બેઠકો પર સરેરાશ 55.93 ટકા મતદાન થયું. 2017 કરતા આ વખતે ઓછું મતદાન થયું છે. 2017માં સરેરાશ 69.01 ટકા મતદાન થયું હતું.
 

01 December 2022 17:02 PM

પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું.
પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું. 5 વાગ્યાનો નિયત સમય થતા જ મતદાન પૂર્ણ. મતદાન મથકના મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરવામાં આવ્યા. નવા એકેય મતદારને પ્રવેશ નહીં મળે. મતદાન મથકની અંદર ઉપસ્થિત હોય એ જ મતદાર કરી શકશે. આખરી ક્ષણોમાં પણ કેટલાક મતદારો મતદાન કરવા પહોંચ્યા.  

01 December 2022 17:00 PM

Asaduddin Owaisi on Congress
ઓવૈસીએ બેઠકમાં હાજર લોકોને કહ્યું કે આ કોંગ્રેસીઓને પૂછો કે શું તેઓ ચૂંટણી જીતી રહ્યા છે. વાસ્તવમાં ઓવૈસી એક સંબોધન સભાને સંબોધિત કરી રહ્યા હતા જેમાં તેમણે કહ્યું કે આટલી મોંઘવારી છે, આજે 2 થી વધુ ગેસ સિલિન્ડર ખરીદી શકાતા નથી, લોકો પાસે નોકરી નથી, પગાર ઓછો છે, આ બધી સમસ્યાઓનું સમાધાન કોણ કરશે. જ્યારે આ કોંગ્રેસીઓ તમારી શેરીઓમાં મતદાન કરવા આવે ત્યારે તેમને કહો કે ટોપી અને શેરવાની પહેરેલ એક દીવાનો પુછી રહ્યો હતો કે, શું તમે ગુજરાત જીતી રહ્યા છો?

01 December 2022 15:53 PM

Gujarat Chutni 2022: Voter Turnout
89 બેઠકો માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ છે. 3 વાગે જાહેર થયેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં ગુજરાતમાં 48.65 ટકા મતદાન થયું છે. તાપીમાં સૌથી વધુ 64.27 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું પોરબંદર જિલ્લામાં 43.12 ટકા મતદાન થયું છે. 

01 December 2022 15:06 PM

Dang Vidhan Sabha Chutani 2022
બિલમાળ ગામે આદિવાસી એકતાના નારા સાથે રસ્તા, પાણી સહિત અનેક માંગણીઓને લઈને પોતાના હક માટે મહિલાઓનું હલ્લાબોલ. ડાંગના બિલમાળ ગામે હજું મતદાન થયું નથી. ગ્રામજનોની માંગણી છે કે જ્યાં સુધી ગામના રસ્તા, પાણી સહિતની અનેક માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી મતદાન નહીં. પોતાની માંગણીઓને લઈને ગ્રામજનો અડગ. 

01 December 2022 14:23 PM

Mahudha Vidhan Sabha Chutani 2022
પરેશ રાવલે મહુધા વિધાનસભાના ચુણેલ ગામે યોજાયેલી સભામાં વિવાદિત નિવેદન આપતા કહ્યું કે ગાંધીજી સાથે ઘણા લોકોએ આઝાદી અપાવી. તેમણે કહ્યું કે એવું નથી કે "સાબરમતી કે સંત તુને અકેલે હી નહીં કર દિયા કમાલ". આ આઝાદીનુ આપણે કરત શું... શું તેનું ચુરમુ કરત...?? જો ભારતને એક કરનાર સરદાર પટેલ ન હોત તો આઝાદી કોઈ કામની ન હતી. મારી નજરે સરદાર પટેલ દેશના બીજા રાષ્ટ્રપિતા. 

01 December 2022 13:39 PM

Gujarat Chutni 2022: Voter Turnout
બપોરે 1 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 34.48 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લામાં 46.35 ટકા મતદાન અને સૌથી ઓછું પોરબંદરમાં 30.20 ટકા નોંધાયું છે. 

01 December 2022 12:49 PM

Khambhalia Vidhan Sabha Chutni 2022
ખંભાળિયાના AAP ઉમેદવાર ઈસુદાન ગઢવીએ પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમારા આંતરિક સર્વે મુજબ અમે 89માંથી 51 બેઠકો જીતી રહ્યા છીએ. તેમણે કહ્યું કે હું સતત દરેક બૂથ પર ફરી રહ્યો છું, લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પણ EVM ખુબ જ ધીમા ચાલે છે. 

01 December 2022 11:42 AM

આહવાના મોટીદબાસ ગામે મતદાનનો બહિષ્કાર
આહવા તાલુકાના મોટીદબાસ ગામે પુલ અને રસ્તાની માંગણી વચ્ચે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે. લોકો મતદાનમથક સુધી ફરક્યા નથી. તંત્ર દ્વારા સમજાવવાની તમામ કોશિશ નિષ્ફળ ગઈ છે. પુલ અને રસ્તાની માંગણીને લઈને ગ્રામજનો અડગ છે. 

01 December 2022 11:37 AM

અત્યાર સુધીમાં 18.95 ટકા મતદાન
પહેલા તબક્કાની 89 બેઠકો માટે હાલ મતદાન ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ તાપીમાં 26.47 ટકા અને સૌથી ઓછું દ્વારકામાં 15.86 ટકા નોંધાયું છે. 

01 December 2022 11:36 AM

મહિલાઓ માટે અલગ બૂથ
અંકલેશ્વરમાં ઈ એન જીનવાલા સ્કૂલ ખાતે મહિલાઓ માટે અલગ બૂથ ઊભું કરાયું છે. આ મતદાન મથકમાં મહિલા કર્મચારીઓ ફરજ બજાવી રહી છે. મતદાન મથક બહાર ગુલાબી બલુનથી ડેકોરેશન કરાયું છે.

01 December 2022 11:25 AM

મત આપવા ઓસ્ટ્રેલિયાથી આવ્યા
યાત્રાધામ વીરપુરમાં રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયાએ પરિવાર સહિત મતદાન કર્યું. મૂળ વીરપુર ના અને હાલ ઓસ્ટ્રેલિયા રહેતા પરિવારે મતદાન કર્યું. ઓસ્ટ્રેલિયાથી વીરપુર આવીને રસિયા ગાજીપરાએ પરિવાર સાથે મતદાન કર્યું. 

01 December 2022 10:46 AM

રવિન્દ્ર જાડેજાએ કર્યું મતદાન
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં પંચવટી કોલેજ ખાતે મતદાન કર્યું. મતદાન કરતી વખતે રિવાબા જાડેજા પણ સાથે ઉપસ્થિત હતા. રિવાબા જામનગર ઉત્તર  બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાએ જામનગરની જનતા અને યુવાઓને મતદાન કરવા માટે અપીલ કરી. મતદાન પૂર્વે રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજાએ મંદિરમાં દર્શન કર્યા. 

01 December 2022 10:44 AM

ઓલપાડમાં ઈવીએમ ખોટકાયું
સુરતની ઓલપાટ બેઠક પર ઈવીએમ ખોટકાયું. બોલાવ ગામે ઈવીએમમાં આવી ખરાબી. છેલ્લા 45 મિનિટથી વધુ સમયથી EVM છે બંધ. મતદારો નિરાશ. તંત્ર દ્વારા ચાલી રહી છે ઈવીએમ રિપ્લેસ કરવાની કામગીરી. 

01 December 2022 10:18 AM

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કર્યું મતદાન
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સુરતમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો જ્યારે ગોપાલ ઈટાલિયાએ પોતાના માદરે વતન ટીંબી ગામે મતદાન કર્યું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે 27 વર્ષથી નિષ્ફળ રહી છે માટે તે નિષ્ફળ પાર્ટી છે. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ ભ્રષ્ટ પાર્ટી છે. 

01 December 2022 10:07 AM

પરેશ ધાનાણી ગેસના બાટલા સાથે મતદાન કરવા પહોંચ્યા
અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પાછળ ગેસ સિલિન્ડર બાંદીને મતદાન કરવા માટે પહોંચ્યા. બીજીબાજુ રાજકોટ પશ્ચિમ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ જોશી પણ સાઈકલ પર ગેસ સિલિન્ડર અને તેલનો ડબ્બો બાંધીને મતદાન કરવા પહોંચ્યા. 

01 December 2022 09:39 AM

અત્યાર સુધીમાં 4.52 ટકા મતદાન
ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની જે 89 બેઠકો પર મતદાન ચાલુ છે ત્યાં અત્યાર સુધીમાં  4.52 % મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન ડાંગ જિલ્લામાં 7.76 ટકા અને સૌથી ઓછું મતદાન ભરૂચમાં 3.44 ટકા થયું છે. 

01 December 2022 09:32 AM

100 વર્ષના કમુબેન લાલાભાઈ પટેલે કર્યું મતદાન
પહેલા તબક્કાનું મતદાન ચાલુ છે. ઉમરગામમાં 100 વર્ષના કમુબેન લાલાભાઈ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને એક મિસાલ લોકો સમક્ષ રજૂ કરી. 

01 December 2022 09:11 AM

વજુભાઈવાળાનું નિવેદન, સ્પષ્ટ બહુમતી મળશે
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકોટમાં કહ્યું કે ગુજરાતમાં આ વખતે કોઈ જ વાંધો નથી. આટલા વર્ષો વાંધો નથી આવ્યો તો હવે પણ નહીં આવે. ગુજરાતમાં 130 બેઠકો આવશે. સ્પષ્ટ બહુમતી મળશે

01 December 2022 08:59 AM

રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ
કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે ગુજરાતના તમામ ભાઈ બહેનોને અપીલ છે કે તેઓ મતદાન કરે...રોજગાર માટે, સસ્તા ગેસ સિલિન્ડર માટે, ખેડૂતોની કરજમાફી માટે. ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે ભારે સંખ્યામાં મતદાન કરો અને લોકતંત્રના આ પર્વને સફળ બનાવો. 

01 December 2022 08:55 AM

રીવાબાએ કર્યું મતદાન
ભાજપાના સ્ટાર ઉમેદવાર રીવાબા જાડેજાએ વહેલી સવારે મતદાન કર્યુ. જામનગર ઉત્તર બેઠકના ભાજપ ઉમેદવાર રીવાબે જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યુ છે. રિવાબા જાડેજાએ મતદાન કેન્દ્ર પર પહોંચી મત આપ્યો હતો. જોકે, રીવાબા જાડેજાએ રાજકોટમાં પોતાનો મત આપ્યો, જેની પણ કાનાફૂસી થઈ હતી. 

01 December 2022 08:12 AM

અરવિંદ કેજરીવાલે કરી ટ્વીટ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મતદારોને અપીલ કરીને કહ્યું કે તમારી પાસે સુવર્ણ તક આવી છે. ગુજરાતના અને તમારા બાળકોના સારા ભવિષ્ય માટે મત જરૂર આપો. આ વખતે કઈક ગજબ કરીને બતાવો. 

01 December 2022 08:06 AM

મતદાન શરૂ
89 બેઠકો માટે 8 વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઈ ગયું છે. મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

01 December 2022 07:57 AM

આ ઉમેદવારનો ભાવિ થશે સીલ
પહેલા તબક્કામાં સુરતના મજુરાથી હર્ષ સંઘવી, કતારગામમાં વિનોદ મોરડિયા, પોરબંદરથી બાબુ બોખીરિયા, જામનગર (ઉત્તર)થી રિવાબા જાડેજા, ભાવનગર પશ્ચિમથી જીતુ વાઘાણી, સુરત પશ્ચિમથી પુર્ણેશ મોદી વગેરે દિગગ્જ નેતાઓના ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે. 

01 December 2022 07:47 AM

પીએમ મોદીએ કરી ટ્વીટ
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. હું તમામ મતદારોને ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનારા યુવાઓને, વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું.

Read More