Gram Panchayat Eelection 2025 : રાજ્યભરમાં આજે સરપંચનો રણસંગ્રામ જોવા મળ્યો છે. ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલુ થઈ ગયું છે. વહેલી સવારથી જ મતદારો મતદાન માટે ઉમટી પડ્યા છે. 3 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં મતદાન ચાલી રહ્યું છે. સરપંચ અને વોર્ડના સભ્યો માટે મતદાન થઈ રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં મતદાન માટે મતદારોનો ઉત્સાહ અનેરો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ રહ્યું છે.
આજે રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે. સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. રાજ્યની 3,541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી છે. 353 ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી યોજાશે. 3,656 સરપંચ, 16,224 સભ્યોની બેઠક માટે ચૂંટણી થઈ રહી છે. રાજ્યના 81 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યભરમાં 3,939 સંવેદનશીલ મતદાન કેન્દ્રો છે. રાજ્યમાં 10,479 મતદાન મથકો પર મતદાન કરશે. 336 અતિ સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે. મતદાન મથકો પર ગોઠવાયો વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે