Gujarat Local Body Election Result Live : રાજ્યની પાલિકા અને પંચાયતની ચૂંટણીના આજે પરિણામ આવશે. પાલિકા-પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આજે પાંચ હજારથી વધુ ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય થશે. સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકાનું ચૂંટણીનું પણ આજે પરિણામ આવશે. 68 નગરપાલિકાઓમાં કોનું શાસન આવશે તેનો થોડી જ ક્ષણોમાં નિર્ણય આવી જશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 58 ટકા જ મતદાન થયું છે. 213 બિનહરીફ થયેલી બેઠકો સિવાયની બેઠકોની મતગણતરી ચાલુ થયું છે.
જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાનું આજે પરિણામ આવશે. જિલ્લા અને તાલુકા પંચાયતની 70થી વધુ બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. ઓછું મતદાન થવાના કારણે પરિણામમાં ઉલટફેરની શક્યતા વધુ છે. ચૂંટણી પહેલા જ નગરપાલિકાના ભાજપની 150 બેઠકો બિનહરીફ થઈ છે. સાથે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની 9 બેઠકો બિનહરીફ થઈ છે. કોંગ્રેસની 3 બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે બાકીની બેઠકો માટે આજે પરિણામો આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે
વ઼ડોદરામાં ભાજપે જીતની ખુશી મનાવી. ભાજપના વિજેતા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢ્યું. ડીજેના તાલે ઉમેદવારો ખુલ્લી જીપમાં બેસીને નગરમાં નીકળ્યા. ભાજપ ધારાસભ્ય અક્ષય પટેલે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, કરજણની જનતાએ અમારા પર વિશ્વાસ મૂક્યો. અમે કરજણના વિકાસના કામો ચાલુ રાખીશું.
સમાજવાદી પાર્ટીએ અહીં ભાજપને હંફાવ્યા
કુતિયાણા નગરપાલિકામાં પહેલેથી જ રસાકસીભર્યો માહોલ હતો. આ વચ્ચે સમાજવાદી પાર્ટીએ ભાજપને હરાવ્યું છે. સમાજવાદી પાર્ટીએ કુતિયાણામાં મોટો ઉલટફેર કર્યો છે. કુતિયાણા નગરપાલિકામાં 16 બેઠક જીતીને સમાજવાદી પાર્ટીની સત્તા બની છે. મતગણતરીમાં મોટો ઉલટફેર થયો છે. કુલ 24 બેઠકમાંથી સમાજવાદી પાર્ટીને 16 બેઠક મળી છે.
ચૂંટણીની મોટી ખબર
ચૂંટણીના પરિણામોમાં ભાજપની જીતની ભવ્ય ઉજવણી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે કરાશે. સાંજે સીઆર પાટીલ પ્રદેશ કાર્યાલય પર ઉજવણીમાં હાજર રહેશે. બપોરે 2 કલાકે ઉજવણી થશે અને 4.30 વાગ્યે ઉજવણી થશે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડશે
કઈ કઈ નગરપાલિકા પર ભાજપનો કબજો
ભાજપની વિજયની શરૂઆત
1 મનપા અને 66 નગરપાલિકાનું રિઝલ્ટ ધીરે ધીરે આવી રહ્યું છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કમળ ખીલવાની શરૂઆત થઈ ગઈ છે. જાફરાબાદ, તલાલા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.
જુનાગઢમાં ગિરીશ કોટેચાના પુત્રની હાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મોટા સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાની ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નં-8માં હાર થઈ છે. જુનાગઢમાં વોર્ડ નંબર 9 ના ભાજપના ઉમેદવાર અને ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે.
પોરબંદરના રાણાવાવ અને કુતિયાણામાં કાંટે કી ટક્કર
પોરબંદર જિલ્લાની રાણાવાવ તથા કુતિયાણા બંને નગરપાલિકાઓની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ છે. રાણાવાવની વિનીયન કોલેજ તથા કુતિયાણા સરકારી હાઇસ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.રાણાવાવના 7 વોર્ડની 7 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઇ રહી છે. તો કુતિયાણાના 6 વોર્ડની 6 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઇ રહી છે. બંને નગરપાલિકાઓમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.
ગાંધીનગની રૂપાલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભૂમિબેન વિજેતા બન્યા. ગાંધીનગર તાલુકા પંચાયત અડાલજ 2 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય
રસપ્રદ પરિણામ, ધરમપુરમાં 4 અપક્ષની જીત
કોંગ્રેસે અહીં ખાતું ખોલાવ્યુ
પરિણામના લેટેસ્ટ અપડેટ
મતગણતરી પહેલા લાઈટ ગુલ
રાજકોટના જેતપુર મતગણતરી કેન્દ્ર ઉપર મતગણતરી પહેલા વીજળી ગુલ થઈ ગઈ. કોઈ ખામી સર્જતાં વીજળી નથી. મતગણતરી શરૂ કરે તે પહેલાં જ વીજળી જતા ચર્ચા શરૂ થઈ. હાલ ગણતરી કેન્દ્ર અંદર અંધારપટ છવાયો છે. PGVCL ની ટિમ દ્વારા ફોલ્ટ શોધવાની કામગીરી શરૂ કરી છે.
ભાજપની જીતની શરૂઆત
માણસા વોર્ડ નંબર 1 માં ભાજપના 4 ઉમેદવાર જીત્યા
માણસા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત સાયન્સ-આર્ટ્સ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ છે. 7 વોર્ડની 28 બેઠકો માટે મતદાન થયું હતું. મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળી કુલ 60 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. માણસાના વોર્ડ નંબર 1 માં ભાજપના 4 ઉમેદવાર જીત્યા. આમ, ભાજપનું ખાતું ખૂલ્યું છે.
દાહોદથી અપડેટ
દાહોદ જીલ્લાની 2 નગરપાલીકા, 1 જીલ્લા પંચાયત સીટ, 6 તાલુકા પંચાયત સીટની મતગણતરી યોજાશે. દેવગઢબારીઆ અને ઝાલોદ ખાતે 9 વાગે મતગણતરી શરૂ થશે. ઝાલોદ નગરપાલિકામાં કુલ.75.25 % મતદાન થયું હતું. જ્યારે દેવગઢબારીઆ નગરપાલિકામાં 78.27% મતદાન થયુ હતું. ઝાલોદ નગર પાલીકામાં 7 વોર્ડના 28 સભ્યોનું આજે ભાવિ નક્કી થશે.
મહીસાગરથી અપડેટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આજે પરિમાણ છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ ત્રણ નગરપાલિકા અને એક તાલુકા પંચાયત સીટ ની મતગણતરી હવે ગણતરીના સમયમાં શરૂ થશે. લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર નગરપાલિકા તેમજ ખાનપુર તાલુકાની કનોડ તાલુકા પંચાયત સીટ માટે મતગણતરી શરૂ થશે. જિલ્લામાં કુલ 71 બેઠકો થઈને 183 ઉમેદવારોના ભાવિ આજે નક્કી થશે. જિલ્લામાં સરેરાસ 63.82 ટકા મતદાન થયું હતું
Live ટીવી પર જુઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ
કુતિયાણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર
પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીની આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. કુતિયાણાના 6 વોર્ડ માટે 6 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે,જેમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે. તો રાણાવાવ નગરપાલિકાના 7 વોર્ડ માટે 7 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. અહીં પણ ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે મુકાબલો.
જેતપુરમાં શું છે સ્થિતિ
જેતપુર નગરપાલિકાની યોજાયેલ ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો માટે 140 ઉમેદવારોનું ભાવી ઇવીએમ મશીનમાં સીલ થઈ ગયું હતું. એક બે જગ્યાએ ઇવીએમ મશીન ખોટકાયા સિવાય એકંદરે શાંતિપૂર્ણ 52.54 ટકા જેટલું મતદાન નોંધાયું હતું સાથે સાત વર્ષ બાદ યોજાયેલ જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારના ઉત્સાહ સિવાય મતદારોના નિરોત્સાહ વચ્ચે આજે મતદાન પૂર્ણ થયું હતું. 11 વોર્ડની 44 બેઠકો માટે ભાજપ 42, કોંગ્રેસ 27, આપ 23 તેમજ 47 જેટલા અપક્ષ થઈ કુલ 140 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય પક્ષોનો ઝાકમઝોળ પ્રચાર વગર ચૂંટણી યોજાય ગઈ. સાત વર્ષ બાદ નગરપાલિકાની ચૂંટણી યોજાતા મોટા ભાગના ભાજપના કાર્યકરોએ ભાજપની ટીકીટ માંગેલ હતી પરંતુ પાર્ટીએ માત્ર 44 કાર્યકરોને જ ટીકીટ આપી શકે તેમ હોય અન્ય કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી કરી હતી. અને આવા અપક્ષ ઉમેદવારો પાસે ભાજપે શામ, દામ અને દંડની નીતિથી ચૂંટણી ફોર્મ પરત ખેંચાવી લેતા આ કાર્યકરો અને તેના ટેકેદારો ચૂંટણીમાં નિષ્ક્રિય થઈ ગયા હતાં,આ નિરુત્સાહ વચ્ચે આજે સવારે મતદાન શરૂ થયું તેમાં પ્રથમ બે કલાકમાં 6.13 ટકા, ત્યારબાદ 9 થી 11 કલાક વચ્ચે 16.80 ટકા, 11 થી 1 વચ્ચે 27.92 ટકા મતદાન, 1 થી 3 કલાક વચ્ચે 38.80 ટકા મતદાન, 3 થી 5 કલાક વચ્ચે 47.83 અને છેલ્લે 6 વાગ્યા સુધીમાં 52.54 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
ભાવનગર જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા 7 સ્થળો પર મતગણતરીનુ આયોજન કરાયું છે. મહાનગરપાલિકાની પેટા ચૂંટણી માટે સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી થશે. ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટેની મતગણતરી માટે તાલુકા સેન્ટર પર વ્યવસ્થા કરાઈ છે. સિહોર નગરપાલિકાની એલ.ડી. મુનિ હાઈસ્કુલ સિહોર ખાતે, તળાજા નગરપાલિકાની સરકારી વિનિયન કોલેજ તળાજા ખાતે અને ગારિયાધાર નગરપાલિકાની એમ.ડી.પટેલ હાઈસ્કુલ, ગારિયાધાર ખાતે મતગણતરી થશે. જિલ્લાની તાલુકા પંચાયત ચૂંટણીની મતગણતરી એલ.ડી.મુનિ હાઈસ્કુલ સિહોર તેમજ મામલતદાર કચેરી ભાવનગર ખાતે મતગણતરી થશે.
Thank you
By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.