Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: KFC રેસ્ટોરન્ટના બર્ગરમાંથી નીકળી જીવતી ઈયળ, જુઓ VIDEO

વડોદરામાં KFC રેસ્ટોરન્ટના બર્ગરમાંથી ઈયળ નીકળી હોવાનો મામલો સામે આવ્યો છે. ગ્રાહકે મંગાવેલા બર્ગરમાંથી ઈયળ નીકળતાં તેઓએ હોબાળો મચાવ્યો.

વડોદરા: KFC રેસ્ટોરન્ટના બર્ગરમાંથી નીકળી જીવતી ઈયળ, જુઓ VIDEO

તૃષાર પટેલ, વડોદરા: જો તમને બહારનું ખાવાનું અને ખાસ કરીને કેએફસીનું ભોજન ભાવતું હોય તો આ કિસ્સો તમને ચોંકાવી દેશે. વડોદરામાં KFC રેસ્ટોરન્ટના બર્ગરમાંથી ઈયળ નીકળી હોવાનો મામલો સામે આવ્યો છે. ગ્રાહકે મંગાવેલા બર્ગરમાંથી ઈયળ નીકળતાં તેઓએ હોબાળો મચાવ્યો.

fallbacks

મળતી માહિતી શહેરના સેન્ટ્રલ ખાતે આવેલી KFC રેસ્ટોરન્ટમાં આજે બપોરે આ બનાવ બન્યો હોવાનું કહેવાય છે. ગ્રાહકે બર્ગરનો ઓર્ડર આપ્યો અને બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળતા ગ્રાહક હચમચી ગયો. તેઓએ તરત રેસ્ટરોન્ટના મેનેજમેન્ટને આ અંગે જાણ કરી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જીવતી ઈયળ નીકળી હોવા છતાં રેસ્ટોરન્ટના સંચાલકો તે વાતને માનવા તૈયાર નહતાં. 

ગ્રાહકે જ્યારે રેસ્ટોરન્ટનું ફૂડ એન્ડ દ્રગ્સ અંગેનું લાયસન્સ માગ્યું જેને લઈને સંચાલકોએ ગ્રાહકને રાહ જોવડાવી હતી. ત્યારબાદ ગ્રાહકે આ ઘટનાને ગંભીરતાથી લઈને રેસ્ટોરન્ટની બેદરકારી અંગે નગરપાલિકામાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગણમાન્ય રેસ્ટોરન્ટનાં ખાદ્ય પદાર્થમાંથી ઈયળ નીકળતાં ગ્રાહકોમાં પણ અચરજ જોવા મળી છે.

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More