Home> Gujarat
Advertisement
Prev
Next

લૉકડાઉનને કારણે શેરડીના ખેડૂતોને થયું મોટુ નુકસાન, સરકાર પાસે કરી સહાયની માગ

રાજકોટ જિલ્લામાં 100થી વધુ હેક્ટરમાં શેરડીનું વાવેતર થયું છે. રસના ચિચોડા તો બંધ છે પરંતુ તેની સાથે સાથે ગોળ અને ખાંડના મિલરો દ્વારા પણ ખરીદી નહિવત થઇ રહી છે.

 લૉકડાઉનને કારણે શેરડીના ખેડૂતોને થયું મોટુ નુકસાન, સરકાર પાસે કરી સહાયની માગ

રક્ષિત પંડ્યા/રાજકોટઃ લૉકડાઉનની અસરના કારણે શેરડી પકવતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. રસના ચિચોડા બંધ થવાથી શેરડીના ખરીદદાર મળતાં નથી. જેના કારણે ખેડૂતને પૂરતા ભાવ મળતા નથી. એટલુ જ નહિ ખાંડ અને ગોળના મિલરો પણ શેરડી ખરીદવા આવતા નથી અને જો આવે તો સસ્તા ભાવે ખરીદે છે. ત્યારે આ સમયે ખેડૂતો સરકાર પાસે મદદની માંગ કરી છે.

fallbacks

રાજકોટના ખંઢેરી ગામના ખેડૂત જેમને પોતાની 11 વિઘા જમીનમાં શેરડીનું વાવેતર કર્યુ છે. શેરડીનો પાક 11 મહિનાનો હોય છે એટલે જ્યારે વાવેતર કર્યુ હતુ ત્યારે તેઓએ આશા રાખી હતી કે આ વખતની ઉનાળાની સિઝનમાં તેઓને શેરડી આર્થિક રીતે પગભર થવા માટે મદદરૂપ થશે જો કે લોકડાઉનને કારણે આ ખેડૂતના સ્વપ્ન પણ લોક થઇ ગયા. લોકડાઉનને કારણે શહેરોમાં રસના ચિચોડા બંધ હોવાને કારણે શેરડીના ખરીદનારમાં ધરખમ ઘટાડો આવ્યો છે. એક વિઘાના વાવેતરનો ખર્ચ 30 થી 35 હજાર રૂપિયા થાય છે જો કે ખેડૂતની ખરીદી કરનાર કોઇ નથી જે છૂટક વેચાણ થઇ રહ્યુ છે તે પણ ઢોરને ખવડાવવામાં થાય છે.

બિયારણના વધુ રૂપિયા વસૂલતી કંપની સામે કાર્યવાહી કરાશે : કુંવરજી બાવળિયા

રાજકોટ જિલ્લામાં 100થી વધુ હેક્ટરમાં શેરડીનું વાવેતર થયું છે. રસના ચિચોડા તો બંધ છે પરંતુ તેની સાથે સાથે ગોળ અને ખાંડના મિલરો દ્વારા પણ ખરીદી નહિવત થઇ રહી છે. જો ગોળના મિલરોને શેરડી આપવામાં આવે તો ગોળ વેચવાની જવાબદારી પણ ખેડૂતને સોંપવામાં આવે છે ત્યારે શેરડી પકવતા ખેડૂત સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે..

હાલ તો ખેડૂતો હસતાં મોઢે પોતાનું દુઃખ છૂપાવી રહ્યા છે જો કે વાસ્તવિકતા એ છે કે આખા વર્ષની મહેનત પાણીમાં ગઇ છે. હજુ પણ સરકાર દ્વારા શરતોને આધીન પણ રસના ચિચોડાને છૂટછાટ આપે તો શેરડી પકવતા ખેડૂતના જીવમાં જીવ આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More