Home> Gujarat
Advertisement
Prev
Next

પગપાળા વતન જનારાઓને શેલ્ટર હોમમાં રાખી વતન પહોંચાડવાની કામગીરી કરાશે : શિવાનંદ ઝા

લૉકડાઉન (Corona Lockdown) ના ચૂસ્ત અમલની વિગતો આપતાં ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝા (shivanand Jha) એ જણાવ્યું કે, પરપ્રાંતિય શ્રમિકો કે જે પગપાળા વતન રોડ માર્ગે જઈ રહ્યા છે તે અંગે તમામ એકમોને સૂચના આપવામાં આવી છે કે તેમને શેલ્ટર હોમમાં રાખીને વહીવટીતંત્રના સંકલનમાં રહીને વતન પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરે. દરેક નાગરિકો આંતર જિલ્લા હેરફેર શક્ય હોય ત્યાં સુધી ટાળે, એ આપના તથા સમાજના હિતમાં છે. કેમકે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાથી કોરોનાનો ચેપ ફેલાવાની શક્યતા વધુ છે. બિનજરૂરી અવર-જવર કરવી નહીં. અધિકૃત પાસ સાથે જ મુસાફરી કરવી અને ત્યાં પહોંચ્યા બાદ ક્વોરેન્ટાઈનમાં રહીને પૂરતી તકેદારી રાખવી અને અન્યને પણ રખાવવી.

પગપાળા વતન જનારાઓને શેલ્ટર હોમમાં રાખી વતન પહોંચાડવાની કામગીરી કરાશે : શિવાનંદ ઝા

ઝી મીડિયા/બ્યૂરો :લૉકડાઉન (Corona Lockdown) ના ચૂસ્ત અમલની વિગતો આપતાં ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝા (shivanand Jha) એ જણાવ્યું કે, પરપ્રાંતિય શ્રમિકો કે જે પગપાળા વતન રોડ માર્ગે જઈ રહ્યા છે તે અંગે તમામ એકમોને સૂચના આપવામાં આવી છે કે તેમને શેલ્ટર હોમમાં રાખીને વહીવટીતંત્રના સંકલનમાં રહીને વતન પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરે. દરેક નાગરિકો આંતર જિલ્લા હેરફેર શક્ય હોય ત્યાં સુધી ટાળે, એ આપના તથા સમાજના હિતમાં છે. કેમકે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાથી કોરોનાનો ચેપ ફેલાવાની શક્યતા વધુ છે. બિનજરૂરી અવર-જવર કરવી નહીં. અધિકૃત પાસ સાથે જ મુસાફરી કરવી અને ત્યાં પહોંચ્યા બાદ ક્વોરેન્ટાઈનમાં રહીને પૂરતી તકેદારી રાખવી અને અન્યને પણ રખાવવી.

fallbacks

અમીરગઢના લોકો 2015થી કોરોના નામ સાથે જીવી રહ્યાં છે, વાંચો રસપ્રદ અહેવાલ

શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, લૉકડાઉન દરમિયાન આંતર જિલ્લા હેરફેરમાં ખોટા પાસ બનાવીને ફરતા લોકો સામે ગઈકાલે બે ગુના નોંધાયા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે નવ લોકો અમદાવાદથી કોડીનાર જઈ રહ્યા હતા. તે તમામ લોકો સામે ગુનો નોંધાયો છે. એ જ રીતે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અમુક શ્રમિકોને મહારાષ્ટ્ર લઇ જવાતા હોવાની માહિતીના આધારે વાહન માલિક સામે ગુનો નોંધી વાહન જપ્ત કરાયું છે. 

તેમણે કહ્યું કે, અમદાવાદ શહેર સહિત રેડ ઝોનવાળા વિસ્તારોમાં પ્રતિબંધોનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય કે ભીડ જોવા મળે તેવાં સ્થળોએ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે તે માટે પણ નાગરિકો સહયોગ કરે તે જરૂરી છે.

બોલિવુડના આ અભિનેતાના મોતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા 

તેમણે જણાવ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે કાર્યરત પોલીસકર્મીઓ પણ સંક્રમણનો ભોગ બન્યા હતા. આવા 42 પોલીસકર્મીઓ સાજા થઈને પોતાની ફરજ પર હાજર થઈ ગયા છે. એ જ રીતે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા 30 પોલીસકર્મીઓ પણ તકેદારીના ભાગરૂપે હોમ ક્વોરેન્ટાઈનમાં હતા. તેઓ પણ ક્વોરોન્ટાઈન પૂર્ણ કરીને ફરજ પર કાર્યરત થયા છે. એ તમામની ફરજ પ્રત્યેની કટિબદ્ધતાને બિરદાવતાં ડીજીપીએ પોલીસ જવાનો આગામી સમયમાં પણ આવા જ મનોબળથી ફરજ પૂરી પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More