Home> Gujarat
Advertisement
Prev
Next

‘મોમા મારા ભભમ ભભમ ગાડી લાયા....’ તીડના ત્રાસ વચ્ચે પેટ પકડીને હસાવતો video બનાવાયો

ઉત્તર ગુજરાતમાં તીડે હાહાકાર મચાવ્યો છે. જેમાં સૌથી વધુ ત્રાસ બનાસકાંઠા જિલ્લામાં છે. બનાસકાંઠામાં હાલ તો તીડનું આક્રમણ ઓછું થયું છે, પણ તીડ લોકોની મજાકનું કારણ બન્યું છે. બનાસકાંઠામાં તીડના મજાકનો વિડિઓ વાયરલ થયો છે. લોકોએ આફતને મજાકના અવસરમાં પલટતો આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. આમ, બનાસકાંઠામાં તીડનો આતંક હોવા છતાં લોકોએ તીડને મજાકમાં લીધા છે. આવા બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. 

‘મોમા મારા ભભમ ભભમ ગાડી લાયા....’ તીડના ત્રાસ વચ્ચે પેટ પકડીને હસાવતો video બનાવાયો

અલ્કેશ રાવ/બનાસકાંઠા :ઉત્તર ગુજરાતમાં તીડે હાહાકાર મચાવ્યો છે. જેમાં સૌથી વધુ ત્રાસ બનાસકાંઠા જિલ્લામાં છે. બનાસકાંઠામાં હાલ તો તીડનું આક્રમણ ઓછું થયું છે, પણ તીડ લોકોની મજાકનું કારણ બન્યું છે. બનાસકાંઠામાં તીડના મજાકનો વિડિઓ વાયરલ થયો છે. લોકોએ આફતને મજાકના અવસરમાં પલટતો આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. આમ, બનાસકાંઠામાં તીડનો આતંક હોવા છતાં લોકોએ તીડને મજાકમાં લીધા છે. આવા બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. 

fallbacks

સુરતમાં બાળ તસ્કરીનું મસમોટું કૌભાંડ પકડાયું, મજૂરી માટે લવાયેલા 125થી વધુ બાળકોને છોડાવાયા

  • વીડિયો-1

હાલ તો બનાસકાંઠામાં તીડનો વીડિયો ખૂબ વાયરલ થઈને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં બે તીડની પૂછડીના ભાગે દોરી બાંધવામાં આવ્યા છે અને આ તીડને ગાડીની માફક દોડાવવામાં આવ્યા છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘મોમા મારા ભભમ ભભમ ગાડી લાયા...’ ગીત વાગી રહ્યું છે. આ વીડિયો બહુ જ ફની લાગી રહ્યો છે. જેમાં દોડતા તીડને જોઈને તમને પણ હસવુ આવી જશે.

  • વીડિયો-2 

આ પહેલા પણ બે તીડને હાથમાં પકડીને કડક પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તીડને પકડીને ‘તમે ક્યાંથી આવ્યા, પાકિસ્તાનથી આવ્યા, મોદી રાજમાં આવ્યા...’ તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો સાથે જ પ્રશ્નો પૂછવાની સાથે સાથે તીડને સજા આપતા હોય તેમ તેને લાકડી મારવામાં આવી હતી. 

Secret Tales : યશરાજ બેનરનું સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે છે ખાસ કનેક્શન

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં તીડના થયેલા આક્રમણને નાથવામાં રાજ્ય સરકારને સફળતા મળી છે. તીડના લોકેશન ટ્રેસ કરવા તેમજ તીડના હુમલા સામે જરૂરી રક્ષણાત્મક પગલાં લેવામાં સમયાનુકુલ કોમ્યુનિકેશન માધ્યમ "વોટસ એપ" ખૂબ જ ઉપયોગી પૂરવાર થયું છે. બનાસકાંઠા જિલ્લામાં તીડના મોટાપાયે થયેલા આક્રમણને નાથવામાં રાજ્ય સરકારે બહુધા સફળતા મેળવી લીધી છે. તીડના લોકેશન ટ્રેક કરવામાં ખેતીવાડી વિભાગના ગ્રામ્ય સ્તરના કર્મચારીઓએ વોટસએપ લાઈવ લોકેશનનો ભરપૂર ઉપયોગ કર્યો.તીડ નિયંત્રણ માટેની જંતુનાશક દવાની આડ અસરથી ઊબકા-ઊલટી, માથાનો દુઃખાવો જેવી તકલીફોને અવગણીને પણ કૃષિ વિભાગના કર્મચારીઓએ ફરજ પરસ્તી અને કૃષિ કલ્યાણ ભાવના દર્શન કરાવ્યા છે. ત્યારે હવે મોટા ભાગનો તીડનો જથ્થો રાજસ્થાન તરફ  ફંટાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More