અમદાવાદ: ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે અને તે આ વખતે પણ ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. લોકસભાની 26 બેઠકોમાંથી તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ છે. દાહોદની બેઠક પર ભાજપના જસવંતસિંહ ભાભોરે કોંગ્રેસના બાબુભાઈ કટારા
ને 127596 મતોથી હરાવ્યાં. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી દાહોદ લોકસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં 3 વાર ભાજપને જીત મળી છે. છેલ્લા એક દાયકાથી મજબુત બનેલી સ્થિતિ હવે વધુ મજબુત બની રહી છે.
છોટા ઉદેપુર લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ભાજપનો જુગાડ સફળ રહ્યો
જુઓ LIVE TV
કોંગ્રેસ તરફથી બાબુભાઈ કટારાએ ચૂંટણી લડી હતી. હાલ તેમને 4 લાખ જેટલા મતો મળ્યાં છે. જ્યારે જસવંતસિંહ ભાભોરને 5 લાખ 40 હજાર ઉપર મતો મળ્યાં છે. મતગણતરી ચાલુ છે. કોંગ્રેસે 2009માં આ બેઠક ભાજપ પાસેથી આંચકી હતી. પરંતુ ત્યારબાદ 2014માં ભાજપે ફરીથી આ બેઠક પર કબ્જો જમાવ્યો હતો. ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી વખતે પણ ભાજપનું પલ્લુ ભારે થયું હતુ કેમ કે, દાહોદ લોકસભા બેઠકમાં આવતી સાત વિધાનસભા બેઠકો પૈકી 4 ઉપર ભાજપનો કબજો છે જ્યારે ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસનો કબજો છે.
જુઓ વિગતવાર પરિણામ...
Gujarat-Dahod | ||||||||
Results | ||||||||
O.S.N. | Candidate | Party | EVM Votes | Postal Votes | Total Votes | % of Votes | ||
1 | KATARA BABUBHAI KHIMABHAI | Indian National Congress | 431312 | 2852 | 434164 | 40.84 | ||
2 | JASHVANTSINH SUMANBHAI BHABHOR | Bharatiya Janata Party | 558977 | 2783 | 561760 | 52.84 | ||
3 | BHABHOR DHULABHAI DITABHAI | Bahujan Samaj Party | 11329 | 10 | 11339 | 1.07 | ||
4 | KALARA RAMSINGBHAI NANJIBHAI | Hindusthan Nirman Dal | 3835 | 1 | 3836 | 0.36 | ||
5 | JAGDISHBHAI MANILAL MEDA | Bharatiya National Janta Dal | 3821 | 3 | 3824 | 0.36 | ||
6 | DAMOR MANABHAI BHAVSINGBHAI | Independent | 5204 | 7 | 5211 | 0.49 | ||
7 | DEVDHA SAMSUBHAI KHATARABHAI | Independent | 11135 | 7 | 11142 | 1.05 | ||
8 | NOTA | None of the Above | 31873 | 63 | 31936 | 3 | ||
Total | 1057486 | 5726 | 1063212 | |||||
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે