કિજલ મિશ્રા/અમદાવાદ: લોકસભા ચુંટણીને લઈને બંને પક્ષો દ્વારા તૈયારી પુરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે. ભાજપે ફરી એક વાર 26 માથી 26 સીટોમાં જીતનુ લક્ષ્ચાક મૂક્યુ છે. જો કે આ વખતે ચડાણ કપરા છે એ વાતથી પણ ભાજપ બખૂબી રીતે વાકેક છે. ગત લોકસભા ચુંટણી દરમિયાન મોદી વેવમાં આયાતી ઉમેદવાર કે પ્રથમ વખત ચુંટણી લડનારા પણ જીતી ગયા હતા. પરંતુ હાલની પરિસ્થિતિ કઈક અલગ જ છે અને એટલે જ આ વખતે પાર્ટી ડઝન જેટલા ઉમેદવાર બદલાવે તેવી શક્યતા રહેલી છે.
2014 ચુંટણી દરમિયાન મોદી વેવમાં તમામ ઉમેદવારો પણ જંગી બહુમતી સાથે જીતી ગયા હતા. રાજ્યમાં ઘણા આયાતી ઉમેદવાર હતા તો ઘણા એન્ટીઇન્કમબંસી ધરવતા ઉમેદવારો પણ બાજી મારી ગયા હતા. જો કે ચૂંટણી બાદ અનેક સાંસદોએ પોતાના વિસ્તારમાના પ્રવાસ કર્યોના યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રીત કર્યુ સાથે જ આ વખતે નાં તો અગાઉ જેવો મોદી વેવ છે. નાં તો ભાજપ માટે સહેલાઇ છે અને એટલે જ ભાજપ આ વખત એવા ડઝન જેટલા ઉમેદવાર બદલવાના મુડમાં છે.
દાહોદ- જશવંત સિહ ભાભોર રીપીટ
સમાજમાં પ્રભુત્વ છે તેમના પિતા પણ પાર્ટી સાથે જોડાયેલા હતા. વારસામા સીટ મળી છે પોતાના વિસ્તારમા સમસ્યા નિવારણના પ્રયાસ કર્યા છે.
વડોદરા- રંજન ભટ્ટ કપાઇ શકે છે.
નરેન્દ્ર મોદીએ વડોદરાની સીટ ખાલી કરતા મહિલા ચેહરા તરીકે રંજન ભટ્ટની પસંદગી થઇ હતી. જો કે, છેલ્લા 2 વર્ષમા ભ્રષ્ટાચારના અનેક આક્ષેપ લાગ્યા છે. ભાજપ માટે કનફર્મ સીટ માની એક છે નવા ચેહરાને પ્રાઘાન્ય મળી શકે છે.
છોટા ઉદેપુર - રામસિહ રાઠવા રીપીટી
વિસ્તારમા અને સમાજ મા પ્રભુત્વ છે છેલ્લા 2 ટર્મથી જીતી રહ્યા છે.
ભરૂચ - મનસુખ વસાવા કપાઇ શકે છે
વિસ્તારની નિષ્ક્રિતા, આંતરિક વિરોધ નડી શકે છે
બારડોલી - પ્રભુભાઇ વસાવા રીપીટ થઇ શકે છે
સુરત -દર્શના જરદોશ રીપીટ થઇ શકે છે
સતત 2 ટર્મ થી જીતી રહયા છે જો કે આંતરિક વિરોધ છે પરંતુ પાર્ટી ફરી રીપીટ કરે એવી પૂરે પૂરી શક્યતા છે.
નવસારી- સી.આર પાટીલ રીપીટ
ગુજરાત ભાજપના કદાવર નેતા માના એક છે દક્ષિણ ગુજરાતમા પ્રભુત્વ છે પીએમની વારાણસી લોકસભામા પણ સીઘી દેખરેખ રાખે છે પાર્ટી ફરી એક વાર રીપીટ કરશે.
વલસાડ- ડો કે.સી પટેલ
તો વલસાડના સાંસદ કે સી પટેલને પણ પાર્ટી આ વખતે બદલી દેશે કારણ કે તે થોડા સમય અગાઉ વિવાદમાં સપડાયા હતા જેના કારણે પાર્ટીની ઈમેજ ને નુકશાન થયું હતું જેને લઈને વલસાડમાં પાર્ટી નવા ચહેરાને સ્થાન આપે તેવી શક્યતા રહેલી છે
જૂનાગઢ- રાજેશ ચુડાસમાં કપાઇ શકે છે
જુનાગઢ રાજેશ ચુડાસમા પણ બદલાય તેવી શક્યતા રહેલી છે કારણ કે, જુનાગઢમાં પણ ભાજપને ગત વિધાનસભા ચુંટણીમાં નુકશાન થયું હતું. સાથેએ જગ્યા પર પાટીદાર ઉમેદવારએ પણ ચાલુ ધારાસભ્યને ત્યાં ગોઠવવા માટે આયોજન ચાલી રહ્યું છે. ત્યાં એવા ઉમેદવારને ટીકીટ આપવામાં આવશે જે હાલમાં મુખ્યમંત્રી બનવા અંતરીક રીતે પ્રયત્નશીલ છે. જો એવા ધારાસભ્યને જુનાગઢમાં ટીકીટ આપવામાં આવે તો એક કાંકરે અનેક પક્ષીનો શિકાર થઇ શકે એવી સ્થિતિ ઉભી કરવામાં આવશે.
સુરેન્દ્ર નગર- દેવજી ફતેપરા કપાઇ શકે છે
વિસ્તારમા નિષ્ક્રીય છે છેલ્લા પાંચ વર્ષમા અનેક વાર વિવાદોમાં રહ્યા છે. કેટલાક પોલિસ કેસમાં પાર્ટીનું પણ નામ ખરાબ થયુ છે. સ્થાનિક સ્તરે વિરોધ છે. પાર્ટી આ વખતે પડતા મૂકી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે