કિજલ મિશ્રા/અમદાવાદ: લોકસભા ચુંટણીને લઈને બંને પક્ષો દ્વારા તૈયારી પુરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે. ભાજપે ફરી એક વાર 26 માથી 26 સીટોમાં જીતનુ લક્ષ્ચાક મૂક્યુ છે. જો કે આ વખતે ચડાણ કપરા છે એ વાતથી પણ ભાજપ બખૂબી રીતે વાકેક છે. ગત લોકસભા ચુંટણી દરમિયાન મોદી વેવમાં આયાતી ઉમેદવાર કે પ્રથમ વખત ચુંટણી લડનારા પણ જીતી ગયા હતા. પરંતુ હાલની પરિસ્થિતિ કઈક અલગ જ છે અને એટલે જ આ વખતે પાર્ટી ડઝન જેટલા ઉમેદવાર બદલાવે તેવી શક્યતા રહેલી છે.
એક નજર કરીએ 26 લોકસભા બેઠકોના ગણિતની. જેમ રામના નામે પથરા તર્યા હતા એમ 2014 ચુંટણી દરમિયાન મોદી વેવમાં તમામ ઉમેદવારો પણ જંગી બહુમતી સાથે જીતી ગયા હતા. રાજ્યમાં ઘણા આયાતી ઉમેદવાર હતા તો ઘણા એન્ટીઇન્કમબંસી ધરવતા ઉમેદવારો પણ બાજી મારી ગયા હતા. જો કે ચૂંટણી બાદ અનેક સાંસદોએ પોતાના વિસ્તારમાના પ્રવાસ કર્યોના યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રીત કર્યુ સાથે જ આ વખતે નાં તો અગાઉ જેવો મોદી વેવ છે નાં તો ભાજપ માટે સહેલાઇ છે અને એટલે જ ભાજપ આ વખત એવા ડઝન જેટલા ઉમેદવાર બદલવાના મુડમાં છે.
ક્ચછ- વિનોદ ચાવડા રીપીટ કરી શકે છે
2014 મા પ્રથમ વખત ચૂટંણી લડી હતી. સ્વચ્છ છબી છે. વિસ્તારમા કામોમા સતત હાજરી જોવા મળી છે કોઇ વિવાદ સાથે સંકળાયેલા નથી.
બનાસકાંઠા- હરિભાઇ ચૌધરી રીપીટ થઇ શકે છે
પાર્ટીના સિનિયર આગેવાન છે. મોદી-શાહની ગુડ બુકમાં છે ખેડૂત આગેવાન છે જો કે પીએનબી કોંભાંડના નામ આવ્યુ હતુ. સાથે જ સ્થાનિક લોકોમા હરિભાઇ ચોધરીને લઇને નારાજગી છે.
પાટણ- લાલજી ભાઇ વાધેલા- કપાઇ શકે છે,
પાટણના ધારાસભ્ય લીલાધર વાઘેલા પણ પાર્ટીના હિટ લીસ્ટમાં છે કારણ કે, ગત વિધાનસભા ચુંટણી દરમિયાન પુત્ર પ્રેમના કારણે પાર્ટી સામે બાયો ચઢાવી હતી તો જે પ્રમાણે ગત વિધાનસભા ચુંટણી દરમિયાન ઠાકોરોના વોટ કોંગ્રેસ તરફી રહ્યા તેને લઈને પણ પાર્ટી તેનાથી નારાજ હોવાનું સુત્રો ચર્ચી રહ્યા છે.... સાથે જ વિસ્તારમા સતત નિષ્ક્રિયતા જોવા મળી છે.
મહેસાણા-જયશ્રી બેન પટેલ કપાઇ શકે છે
2 ટર્મથી ચૂંટણી જીતી રહ્યા છે જયશ્રી બેન પટેલનો પાર્ટીનો આંતરીક વિરોધ ખૂબ છે. આનંદીબેન પટેલના જૂથના માનવામા આવે છે. ગત ચૂંટણીમા છેલ્લી ઘડીએ ટીકીટ મળી હતી. આ વખતે પાર્ટીના અન્ય ચેહરાને પ્રાઘાન્ય મળી શકે છે.
સાબર કાંઠા- દિપસિંહ રાઠોડ રીપીટ થઇ શકે છે
શંકરસિહ વાધેલાને ગત ચૂટણીમા હરાવ્યા હતા. વિસ્તારમા પ્રભુત્વ છે. પાર્ટી સાથે ઘરોબો છે જેના કારણે રીપીટ થાય એવી શક્યતા છે.
ગાંધીનગર- એલ કે આડવાણી
આ સીટ પર છેલ્લા કેટલાય સમયથી ભાજપના વરિષ્ટ નેતા એલ.કે આડવાણીને ટીકીટ આપવામા આવી રહી છે. જો કે હવે તેમની તબિયત ખૂબ જ નાદુરસ્ત રહે છે. જેના કારણે તેમની માટે ગુજરાત પ્રવાસ કરવો શક્ય નથી ત્યારે આ સીટ પર ભાજપ અન્ય કોઇ ચહેરાને પ્રાઘાન્ય આપે એવી શક્યતા છે.
અમદાવાદ પૂર્વ-પરેશ રાવલ કપાઇ શકે છે.
અભિનેતા કમ નેતા પરેશ રાવલ પ્રથમ વાર 2014મા અમદાવાદ પૂર્વ માંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. લોકસભામા તેમની હાજરી 81 ટકાથી ઉપર છે. સાથે જ સાસંદ ફંડનો પણ પોતાના વિસ્તારમા પૂર્ણ રીતે ઉપયોગ કર્યો છે. જો કે પૂર્વ વિસ્તારમા અનેક ગામડાઓ હોવાથી તેમજ પોતે મુબઇ રહેતા હોવાથી સતત મતક્ષેત્રમા પ્રવાસ શક્ય નથી. તેમની પોતાની ઇચ્છા પણ આ વખતે અમદાવાદથી ચૂટણી લડવાની નથી ત્યારે આ સીટ પર પણ કોઇ નવો ચહેરો પાર્ટી મૂકી શકે છે.
પોરબંદર- વિઠ્ઠલ રાદડીયા કપાઇ શકે છે
તો પાર્ટી આ વખતે વિઠ્ઠલ રાદડિયાને પણ ટીકીટ નહિ આપે કારણ કે, છેલ્લા ઘણા સમયથી તેની તબિયત નાદુરસ રહે છે. જેના કારણેએ સીટ પર પણ ઉમેદવાર પણ બદલવો ફરજીયાત થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે