Home> Gujarat
Advertisement
Prev
Next

LRD વિવાદઃ CM રૂપાણીની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી, બંને તરફ સરકાર મુશ્કેલીમાં

લોકરક્ષક ભરતી પ્રક્રિયા શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. જોકે હવે લોકરક્ષકમાં અનામત પ્રથાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યમાં વર્ગ વિગ્રહ થાય તે પ્રકારની સ્થિતિ ઉભી કરવાના પ્રયાસો રાજકીય પણ હોઈ શકે છે. આજે પ્રથમવાર અનામત વર્ગની સામે બિન અનામત વર્ગની લોકરક્ષકની મહિલાઓ મેદાનમાં આવી છે. બિન અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારના 1, 8, 2018ના પરિપત્રના સમર્થનમાં આવ્યા છે.

LRD વિવાદઃ CM રૂપાણીની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી, બંને તરફ સરકાર મુશ્કેલીમાં

હિતલ પારેખ/ગાંધીનગર :લોકરક્ષક ભરતી પ્રક્રિયા શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. જોકે હવે લોકરક્ષકમાં અનામત પ્રથાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યમાં વર્ગ વિગ્રહ થાય તે પ્રકારની સ્થિતિ ઉભી કરવાના પ્રયાસો રાજકીય પણ હોઈ શકે છે. આજે પ્રથમવાર અનામત વર્ગની સામે બિન અનામત વર્ગની લોકરક્ષકની મહિલાઓ મેદાનમાં આવી છે. બિન અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારના 1, 8, 2018ના પરિપત્રના સમર્થનમાં આવ્યા છે.

fallbacks

Video : રોજ 15 ફૂટની દિવાલ ઓળંગી પ્રેમિકા સિંહણને મળવા પહોંચી જાય છે ‘જંગલનો સિંહ’

ગાંધીનગરમાં 40 દિવસથી આંદોલન 
લોકરક્ષક પરીક્ષામાં અનામત વર્ગની મહિલાઓને અન્યાય થવાના મુદ્દા ઉપર ગાંધીનગરમાં છેલ્લા 40 દિવસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી અનામત વર્ગની મહિલાઓની લાગણી પ્રમાણે બિન અનામત વર્ગ કરતા તેમનું મેરિટ ઊંચું જાય છે, તેથી તેઓને અન્યાય થાય છે તે પ્રકારની લાગણી હતી. એટલે આ અન્યાય દૂર કરવા માટે તેઓએ આંદોલનનો માર્ગ લીધો. તેમના સમર્થનમાં ભાજપના જ નેતાઓ અને મંત્રીઓએ મુખ્યમંત્રી અને  ગૃહરાજ્યમંત્રી સુધીનાને પત્ર લખીને અનામત વર્ગના મહિલાઓને થતા અન્યાયને દૂર કરવાની માગણી કરી. જોકે આજે પ્રથમવાર બિન અનામતની મહિલાઓ મોટી સંખ્યામાં 1-8-2018નો પરિપત્ર રદ ન કરવો જોઇએ તેવી માગણી સાથે રોડ પર આવી છે. 

ઝાડ પર લટકતી હતી યુવાનની લાશ, અને લોકો આગળ સેલ્ફી પડાવી રહ્યા હતા...

દિનેશ બાંભણિયા, લાલજી પટેલ મેદાનમાં ઉતર્યા 
આ મહિલાઓના સમર્થનમાં પાસના નેતા દિનેશ બાંભણિયા, એસપીજીના પ્રમુખ લાલજી પટેલ સહિત બિન અનામત વર્ગના વિવિધ સંગઠનોના આગેવાનો મેદાનમાં ઉતર્યા છે. એસપીજી અને પાસ અત્યાર સુધી પાટીદાર અનામત માટે આંદોલન કરતા હતા. તેઓ સ્પષ્ટ જણાવ્યું છે કે, અત્યાર સુધી બિન અનામત વર્ગને અન્યાય થતો આવ્યો છે. જોકે સુપ્રીમ કોર્ટની દુહાઈ આપીને રાજ્ય સરકારે પાટીદારોને અનામત આપી નથી કે બિન અનામત વર્ગ અને ન્યાય આપ્યો નથી. હવે એ જ સુપ્રીમ કોર્ટના નિર્ણયને પગલે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 1-8-2018નો પરિપત્ર કરવામાં આવ્યો છે. તો આ પરિપત્ર કેવી રીતે રદ થઈ શકે. જો રાજ્ય સરકાર આ પરિપત્ર રદ કરશે, તો ગુજરાતમાં મોટા આંદોલનના મંડાણ થશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 

તેજસ ટ્રેનની પહેલી મુસાફરીમાં પીરસાયો સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તો, ખુશ થઈ ગયા મુસાફરો... 

જોકે આ ચીમકીને કારણે રાજ્ય સરકારની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. કારણ કે, જો પરિપત્ર રદ કરવામાં આવે તો બિન અનામત વર્ગના સંગઠન સમાજો આંદોલનનો માર્ગ પસંદ કરશે અને જો પરિપત્ર રદ ન કરવામાં આવે તો અનામતમાં આવતી કેટેગરીના સમાજ સંગઠનો અને આગેવાનો સરકાર સામે આંદોલન વધુ ઉગ્ર બનાવશે. લોકરક્ષકની સામાન્ય લાગતી પરીક્ષામાંથી રાજ્ય સરકાર સામે રાજકીય રીતે ભીંસ મૂકાવાની સ્થિતિનું નિર્માણ થયું હોવાના રાજકીય નિષ્ણાતો માની રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More