Home> Gujarat
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી 2019 : કોંગ્રેસ દ્વારા રાજ્યની 6 બેઠક માટેના ઉમેદવાર કરાયા જાહેર

કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે બહાર પાડવામાં આવેલી યાદીમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઉમેદવારો પણ જાહેર કરાયા હતા, ગુજરાતની હજુ 14 બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી રહ્યા છે 

લોકસભા ચૂંટણી 2019 : કોંગ્રેસ દ્વારા રાજ્યની 6 બેઠક માટેના ઉમેદવાર કરાયા જાહેર

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટી દ્વારા મોડી રાત્રે આગામી લોકસભા ચૂંટણી 2019 માટે 31 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં ગુજરાતના 6, ઉત્તર પ્રદેશના 6 અને રાજસ્થાનના 29 ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી. ગુજરાતમાં પાટણ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, પંચમહાલ અને વલસાડ બેઠકના ઉમેદવાર જાહેર કરાયા હતા. 

fallbacks

કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર
બેઠક    ઉમેદવાર

જૂનાગઢ    પુંજાભાઈ વંશ
પાટણ    જગદીશ ઠાકોર
રાજકોટ    લલિત કગથરા
વલસાડ    જિતુ ચૌધરી
પોરબંદર    લલિત વસોયા
પંચમહાલ    વી. કે. ખાંટ

ગુજરાતની હજુ 14 બેઠકો એવી છે જેના પર કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરાયા નથી. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બાકીના ઉમેદવારોના નામ 2 એપ્રિલ સુધીમાં ધીમે-ધીમે જાહેર કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે અને ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યની તમામ લોકસભા બેઠકો પર હારી ગયું હતું. જોકે, રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને આકરી ટક્કર આપી હતી. વળી, તાજેતરમાં જ 5 રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગઢ ગણાતા ત્રણ રાજ્યમાં કોંગ્રેસે સત્તા મેળવી હોવાને કારણે પાર્ટી ગુજરાતમાં આ વખતે ફૂંકી ફૂંકીને પગ મુકી રહી છે અને યોગ્ય ઉમેદવાર પસંદ કરી ભાજપને ટક્કર આપવા માગે છે. 

ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More