Home> Gujarat
Advertisement
Prev
Next

5 રૂપિયાના ફૂડ પેકેટ સાથે વંદા ફ્રી! સમ્રાટ નમકીન પેકેટમાં સેવ કરતા વધારે વંદા નીકળ્યાં

Cockroach In Packet Food : અમદાવાદમાં સમ્રાટ નમકીનના પેકેટમાંથી નીકળ્યા બે ડઝનથી વધારે વંદા,,, તૈયાર પેકેટમાં મળતા ભોજનની શુદ્ધતા પર ફરી ઉઠ્યા સવાલ
 

5 રૂપિયાના ફૂડ પેકેટ સાથે વંદા ફ્રી! સમ્રાટ નમકીન પેકેટમાં સેવ કરતા વધારે વંદા નીકળ્યાં

Gujarati Food : ગુજરાતની ખાણીપીણી તેની ઓળખ છે, પરંતું હવે લાગે છે ગુજરાતમાં બહારની ખાણીપીણી પર ભરોસો કરવા જેવો નથી. કારણ કે, ગુજરાતમાં 5 રૂપિયાના ફૂડ પેકેટમાં પણ બીમારીઓ સાથે આવી શકે છે. હવે સમ્રાટના 5 રૂપિયાના પેકેટમાંથી વંદા નીકળ્યા છે. માર્કેટમાંથી લેવાયેલા સમ્રાટના બિકાનેરી પેકેટમાંથી ઢગલાબંધ વંદા મળી આવ્યા હતા. પેકેટ ખોલતા જ એટલા બધા વંદા નીકળ્યા હતા, કે સેવનું પ્રમાણ ઓછું હતું અને નકરા વંદા ને વંદા જ હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો જોઈને ચીતરી ચઢી જશે.

fallbacks

માર્કેટમાંથી સમ્રાટની બિકાનેરી સેવના 25 ગ્રામનું પેકેટ ખરીદ્યા બાદ એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. જેમ ગ્રાહકે પેકેટ ખોલ્યું, તેમ તેમાંથી સેવની સાથે ઢગલાબંધ વંદા પેકેટમાંથી નીકળ્યા હતા. આ જોઈને ગ્રાહક ચોંકી ગયા હતા કે, કેવી રીતે એક નાનકડા પેકેટમાં આટલા બધા વંદા નીકળ્યા. 25 ગ્રામના પેકેજમાંથી 20 ગ્રામ તો વંદા જ નીકળ્યા હશે તેવું લાગ્યું હતું. 

ગુજરાત કોંગ્રેસ માટે રાહુલ ગાંધી સૌથી પહેલા કરશે આ કામ, જાહેરમાં આપી હિન્ટ

અત્યાર સુધી તો ખાણીપીણીમાં એકાદ વંદો, જીવાત નીકળતો હતો. પરંતું આ તો હદ થઈ ગઈ કહેવાય. શું કંપનીમાં હાઈજિન વિશે કોઈ બાબતનુ ધ્યાન નહિ રાખ્યું હોય. આખરે કેવી રીતે આટલા બધા વંદા એક પેકેટમાં આવ્યા હશે. 

દિયરના લગ્નમાં ભાભી શ્લોકાએ આખી મહેફિલ લૂંટી, અંબાણી પરિવારની મોટી વહુનો ઠાઠ તો જુઓ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More