પ્રેમલ ત્રિવેદી પાટણઃ પ્રેમ સંબંધમાં લોકો ક્યારે કેટલી હદ સુધી પહોંચી જતા હોય છે તેની કલ્પના પણ ન કરી શકાય. આવી એક ઘટના પાટણ જિલ્લામાં સામે આવી છે, જે સાંભળીને તમારા રૂવાંટા ઉભા થઈ જશે. અહીં એક પ્રેમિ અને પ્રેમીકાએ એક થવા માટે એક વૃદ્ધનો ભોગ લઈ લીધો છે. નિર્દોષ વૃદ્ધની હત્યા કેવી રીતે થઈ તમે પણ જાણો...
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાંથી મંગળવારે વહેલી સવારે વૃદ્ધની કરપીણ હત્યા કરેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી અને પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી.. ત્યારે પોલીસને તપાસ કરતાં જણાવા મળ્યું કે પ્રેમિકાને પામવા માટે પ્રેમીએ આ નિર્દોષ વૃદ્ધની કરપીણ હત્યા કરી નાખી છે. ત્યારે પોલીસે બંને પ્રેમી પંખીડાઓને પાલનપુર રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યા છે...
સમગ્ર ઘટનાની મળતી વિગતો પ્રમાણે, જાખોત્રા ગામમાં જ પાડોશમાં રહેતા ગીતા અને ભરત વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને સાથે રહેવા માંગતા હતા પરંતુ પરિવાર તૈયાર નહોતા. જેથી તેમણે કોઈને મારી નાખવાનો પ્લાન બનાવ્યો અને એક અશક્ત વૃદ્ધને શોધીને તેમની હત્યા કરી નાખી તેમના મૃતદેહને ગીતાના મૃતદહેમાં ખપાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે પ્રેમી ભરતે વૃદ્ધને શોધી પ્રેમિકાના કપડા પહેરાવી પેટ્રોલ છાંટી સળગાવી દીધા હતા.
આ પણ વાંચોઃ મળવા નહીં આવે તો મારી નાખીશ, પ્રેમિએ ઘરમાં ઘૂસી છરીના ઘા મારી પ્રેમિકાની કરી હત્યા
પ્રેમિનો પ્લાન વૃદ્ધના મૃતદેહને ગીતાના મૃતદેહમાં ખપાવી દેવાનો હતો. બંને લોકોનો પ્લાન સાથે મુંબઈ ભાગી જવાનો હતો. જ્યાં પ્રેમી ભરતે 15 દિવસ પહેલાં જ મુંબઈમાં ભાડેથી ઘર પણ રાખ્યું હતું. પ્રેમી પંખીડાના મનસૂબા મુંબઈ સ્થાયી થવાના હતા. જો કે, એ પહેલા તેઓ પકડાઈ ગયા...ત્યારે મૃતકના પરિવારજનોએ પણ ન્યાની માગ કરી છે.
હાલમાં આરોપીઓ તો પોલીસ કસ્ટડીમાં છે.. ત્યારે પોલીસ તપાસમાં હજુ પણ કેટલા ખુલાસા થઈ શકે તે તો આવનારો સમયમાં જ બતાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે