જય પટેલ/વલસાડ :લોકડાઉન વચ્ચે વલસાડમાં અજીબોગરીબ ઘટના બની હતી. લોકડાઉનમાં એક પ્રેમી મહિલાનો વેશ કરીને પ્રેમિકાને મળવા પહોંચ્યો હતો. વલસાડ જિલ્લાના પારડીનો આ અજીબ કિસ્સો વાંચીને તમે પણ હસી પડશો. લોકડાઉનને કારણે બે મહિનાથી પ્રેમી પંખીડાઓને મળવા પર પણ ગ્રહણ લાગ્યું હતું. ત્યારે પ્રેમિકાને મળવા અધીરા બનેલા પ્રેમીએ લેડીઝનો વેશ ધારણ કરીને ચૂપચાપ પ્રેમિકા પાસે પહોંચી ગયો હતો.
મહિલાનો વેશ કરીને મહિલા જેવો ડ્રેસ પહેરીને પ્રેમ રાત્રે અઢી વાગ્યે પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. યુવતીના કપડાં પહેરી મોઢે દુપટ્ટો બાંધી પ્રેમી ઘરથી બહાર નીકળ્યો હતો. ત્યારે રાત્રે પેટ્રોલિંગમાં પોલીસે રોકી તેની પૂછપરછ કરી હતી. પોલીસે પૂછપરછ કરતા યુવકનો ભાંડો ફૂટ્યો હોત. યુવતીના ડ્રેસમાં રહેલ પ્રેમીનો અવાજ સાંભળી પોલીસે તેને ચહેરા પરથી દુપટ્ટો હટાવવા કહ્યું હતું. ત્યારે ચહેરો જોઈ તા પોલીસ પણ ચોંકી સાંજે 7 થી સવાર સાત સુધી લોક ડાઉન ના ભંગ બદલ પ્રેમીની અટકાયત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતમાં ફરી વાઘ આવ્યો, મહીસાગરના જંગલમાં વાઘ ફરતો હોવાનો Video ગામ લોકોએ ઉતાર્યો
સુરતમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
સુરતમાં રોજેરોજ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડેલા જોવા મળે છે. મિની બજારમાં આજે હજ્જારો દલાલો ભેગા થયા હતા. ટ્રેડિંગ પર પ્રતિબદ્ધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં આજે આટલી મોટી સંખ્યામાં દલાલો એકઠા થયા હતા. તંત્રની વારંવાર અપીલ છતાં લોકો સમજવાનું નામ નથી લઈ રહ્યાં. ઉલ્લેખનીય છે કે, ગતરોજ મિની બજાર જે વિસ્તારમાં આવેલ છે તે વરાછામાં 6 કેસ પોઝિટિવ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે