Home> Gujarat
Advertisement
Prev
Next

અનૈતિક સંબંધમાં પ્રેમિકાના પતિની કરી હત્યા, પ્રેમિકાને ફોન કરી કહ્યું, 'સાગરની હત્યા કરી નાખી'

રાજકોટ (Rajkot) નાં જામનગર રોડ (Jamnagar Road) પર આવેલા આઇ.ઓ.સીનાં ડેપો પાસે રેલ્વેની પાટા પાસે અવાવરૂ જગ્યામાંથી 4 મેનાં રોજ લાશ મળી હતી.

અનૈતિક સંબંધમાં પ્રેમિકાના પતિની કરી હત્યા, પ્રેમિકાને ફોન કરી કહ્યું, 'સાગરની હત્યા કરી નાખી'

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) માં થોડા દિવસ પહેલા થયેલી હત્યા (Murder) નો ભેદ પોલીસે (Police) ઉકેલી નાખ્યો છે. અકસ્માત (Accident) થી મોત થયું હોવાનું ષડયંત્ર રચીને પોતાની પ્રેમિકાનાં પતિને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધો. શરૂઆતમાં પોલીસ પણ આ મોત અકસ્માત (Accident) થી થયું હોવાનું સ્વિકારી તપાસ કરી હતી. જોકે પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં આવેલી શંકાસ્પદ ઇજાએ આખો ભેદ ઉકેલી નાખ્યો અને હત્યારા પ્રેમીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

fallbacks

રાજકોટ (Rajkot) નાં જામનગર રોડ (Jamnagar Road) પર આવેલા આઇ.ઓ.સીનાં ડેપો પાસે રેલ્વેની પાટા પાસે અવાવરૂ જગ્યામાંથી 4 મેનાં રોજ લાશ મળી હતી. જેનાં માથાનાં ભાગે ઇજા હોવાથી પહેલા તો પોલીસે પણ અકસ્માતમાં મોત થયું હોવાનું માનીને તપાસ કરી રહી હતી. જોકે પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં મૃતકને માથાનાં ભાગે બોથડ પદાર્થનાં ઘા ઝીંકી હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું હતું. જેને આધારે પોલીસે તપાસ કરતા મૃતક માધાપર ચોકડી પાસે આવેલ સદગુરૂ એજન્સી વાળી શેરીમાં રહેતો સાગર જમનાદાસ રાઠોડ(દરજી) હોવાનું સામે આવ્યું હતું. 

હડતાળ પાછી ખેંચવા મુખ્યમંત્રીએ કરી અપીલ, માંગણીઓ મુદ્દે ટૂંક સમયમાં રાજ્ય સરકાર લેશે નિર્ણય

પોલીસ (Police) તપાસમાં મૃતક સાગરની પત્ની સંગીતાને સંજય ઉર્ફે છોટીયો પાસવાન સાથે પ્રેમ સબંધ હોવાનું સામે આવ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ (Gandhigram) પોલીસે સંજય ઉર્ફે છોટીયા પાસવાનની ઉલટ તપાસ કરતા હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેને આધારે પોલીસે આરોપી સંજય ઉર્ફે છોટીયા પાસવાનની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 

શા માટે કરી હત્યા ?
ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મૃતક સાગર રાઠોડે દશ વર્ષ પહેલા મહારાષ્ટ્રનાં અમરાવતી જીલ્લાની સંગીતા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. રામાપીર ચોકડી ખાતે મૃતક સાગર દરજીકામ કરતો હતો. જ્યારે તેની પત્ની સંગીતા નવા બનતા મકાનોની બાંધકામ સાઇટો પર મજૂરી કામ કરતી હતી. જ્યારે બિહારનાં સમસ્તી પુરનાં વતની સંજય ઉર્ફે છોટીયો પાસવાન સાથે મૃતકની પત્ની સંગીતા સાથે પાંચ વર્ષ પહેલા બાંધકામ સાઇટ પર નજર મળી જતા પ્રેમ સબંધ બંધાયો હતો. 

Corona: હોસ્પિટલમાં કરી રહ્યા છો 2 લાખથી વધુનું કેશ પેમેન્ટ તો હવે આપવો પડશે આ નંબર, IT વિભાગે ટ્વીટ કરી આપી જાણકારી

જેમાં આરોપી સંજય અને સંગીતાને પતિ સાગર રાઠોડ આડખીલી રૂપ લાગતો હોવાથી આરોપી સંજયે પ્રેમીકાનાં પતિ સાગરની હત્યા કરવાનો કારસો રચ્યો હતો. જોકે પ્રેમિકા સંગીતા સહમત થઇ નહોતી અને પતિ સાગરને પ્રેમી સંજય સાથે ન જવા ચેતવ્યા હતા. જોકે પોલીસ (Police) તપાસમાં આરોપીનો કોઇ જ ગુનાહિત ઇતિહાસ ન હોવાનું સામે આવ્યું છે. પોલીસનાં કહેવા મુજબ, આરોપીએ મૃતક સાગરની હત્યા પથ્થરનાં ઘા ઝીંકીને કરી હોવાનું સામે આવ્યું છે.

હત્યા કરી પ્રેમિકાને કરી જાણ
પોલીસ (Police) નાં કહેવા પ્રમાણે સંજયે સાગરને મારવાનો પ્લાન પહેલા થી જ બનાવી નાખ્યો હતો. જોકે તે કોઇ એક તકની રાહ જોઇ રહ્યો હતો. બસ તક મળતાની સાથે જ તેને સાગરનું કાશળ કાઢી નાખ્યું. એટલું જ નહિં હત્યા કર્યા બાદ મૃતકની પત્ની સંગીતાને ફોન કરીને જાણ પણ કરી હતી. હાલ પોલીસ સંજયની પુછપરછ કરી રહી છે અને હત્યા પાછળ આડા સબંધો જ જવાબદાર છે કે અન્ય કોઇ કારણ તે દીશામાં તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More