Home> Gujarat
Advertisement
Prev
Next

મધ્યપ્રદેશ પર લો પ્રેશર સર્જાતાં સમગ્ર રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી

Gujarat Rain : ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ, આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી. માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે આપી ચેતવણી.  

મધ્યપ્રદેશ પર લો પ્રેશર સર્જાતાં સમગ્ર રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી

ગૌરવ પટેલ/અમદાવાદઃ મધ્યપ્રદેશ પર ફરી એક નવી લો પ્રેશસ સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાત(Gujarat Rain)માં શુક્રવાર અને શનિવારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે જ હવામાન વિભાગે મછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપી છે. 

fallbacks

હવામાન ખાતા(IMD)ના જણાવ્યા અનુસાર, રાજ્યના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, ભરૂચ સહિતના વિસ્તાર અને સરદાર સરોવરના કેચમેન્ટ એરિયામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. 

કડાણા ડેમમાંથી પાણી છોડાતા પંચમહાલ અને અન્ય જિલ્લાના 127થી વધુ ગામ એલર્ટ કરાયા

આવતીકાલે એટલે કે શનિવારે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારો(Fisherman)ને દરિયો ન ખેડવા માટે સુચના આપી છે. 

આજે, દાહોદ-પંચમહાલ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને હવે આ પાણી વણાકબોરી ડેમમાં પહોંચે તો તે પણ છલકાવાની શક્યતા છે. જેના દાહોદ-પંચમહાલના નદીકાંઠાના 127 થી વધુ ગામોને એલર્ટ(Alert) કરવામાં આવ્યા છે. 

જુઓ LIVE TV....

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More