Home> Gujarat
Advertisement
Prev
Next

છેલ્લાં 11 મહિનાથી બંધ કરાયેલા રાજ્યની નીચલી કોર્ટના દરવાજા આખરે ખૂલશે

છેલ્લાં 11 મહિનાથી બંધ કરાયેલા રાજ્યની નીચલી કોર્ટના દરવાજા આખરે ખૂલશે
  • કોરોના વાયરસના કારણે ગત વર્ષે માર્ચ મહિનામાં સમગ્ર દેશ 21 દિવસ સુધી લોકડાઉન લાગુ કરાયું હતું. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પરિપત્ર બહાર પાડીને રાજ્યની તમામ કોર્ટ બંધ રાખવાની જાહેરાત કરી હતી

હિતલ પારેખ/ગાંધીનગર :કોરોનાના કહેરને પગલે રાજ્યભરની નીચલી કોર્ટ છેલ્લાં 11 મહિનાથી બંધ હતી. ત્યારે હવે રાજ્યની નીચલી કોર્ટના દરવાજા ખૂલવાની જાહેરાત કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટે સરક્યુલર બહાર પાડ્યો છે. જે મુજબ, 1લી માર્ચથી રાજ્યની નીચલી કોર્ટ શરૂ થશે. ગુજરાત હાઈકોર્ટે તમામ કોર્ટ શરૂ કરવા SOP જાહેર કરી છે. જે મુજબ, હવે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોની નીચલી કોર્ટ શરૂ થશે. છેલ્લા 11 મહિનાથી આ તમામ નીચલી કોર્ટ બંધ હતી. જેની વકીલોની આવક પર મોટી અસર પડી હતી. તો સાથે જ અસંખ્ય કેસ અટવાયા છે. 

fallbacks

વડોદરાના વકીલોએ કોર્ટ શરૂ કરવા ચીમકી આપી હતી 
કોરોનાના કારણે છેલ્લા 10 માસથી બંધ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે વકીલ મંડળ દ્વારા કોર્ટ સંકુલની બહાર પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. 30 જાન્યુઆરી સુધીમાં ફિઝિકલ કોર્ટો શરૂ કરવામાં નહીં આવે તો 1 ફેબ્રુઆરીથી વકીલો દ્વારા સવિનય કાનૂનભંગ કરીને ફિઝિકલી કોર્ટ કાર્યવાહી શરૂ કરી દેશે, તેવી ચીમકી વકીલ મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. કોર્ટ સંકુલની બહાર ગેટ પાસે મોટી સંખ્યામાં વકીલો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા. વકીલો દ્વારા ફિઝિકલી કોર્ટ શરૂ કરવાની માંગ કરી દેખાવો અને સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ટિકિટ ન મળતા જોરજોરથી રડવા લાગ્યા ભાજપના આ મહિલા કાર્યકર્તા, Video 

કોરોના વાયરસના કારણે ગત વર્ષે માર્ચ મહિનામાં સમગ્ર દેશ 21 દિવસ સુધી લોકડાઉન લાગુ કરાયું હતું. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પરિપત્ર બહાર પાડીને રાજ્યની તમામ કોર્ટ બંધ રાખવાની જાહેરાત કરી હતી. તમામ કોર્ટને આગામી આદેશ સુધી બંધ રખાશે તેવુ પરિપત્રમાં કહેવાયું હતું. પરંતુ રાજ્યમાં લાંબા સમયથી કોર્ટો બંધ છે ત્યારે વકીલોની રોજગારી છીનવાઈ છે. 

આ પણ વાંચો : દીકરાને ટિકિટ ન આપતા નારાજ થયા મધુ શ્રીવાસ્તવ, મોટી નવાજૂની કરવાના આપ્યા સંકેત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More