અમદાવાદ :1-8-18નો પરિપત્ર હવે અનામત અને બિનઅનામત વર્ગ વચ્ચેનો વિવાદ બની ચૂક્યો છે. એક વર્ગ આ પરિપત્રમાં ચેન્જ લાવવા માંગણી કરી રહ્યો છે, તો બીજો વર્ગ પરિપત્રની તરફેણમાં છે. ત્યારે ગઈકાલથી દિનેશ બાંભણિયા અને કેટલીક મહિલાઓ ઉપવાસ આંદોલન પર છે, ત્યારે હવે બિન અનામત વર્ગના આંદોલનનું કોંકડું ઉકેલવા સરકાર પ્રયાસ કરવા મથી રહી છે. આ આંદોલનનું કોકડું ઉકેલવા માટેની જવાબદારી નીતિન પટેલને સોંપાઈ છે. બિન અનામત વર્ગ સાથે 4 વાગ્યે સરકારની બેઠક મળશે.
અમેરિકન સિક્રેટ સર્વિસના અધિકારીઓ ગુપ્ત રીતે ટ્રમ્પના રૂટનું સ્કેનિંગ કરી રહ્યા છે
4 વાગ્યા સુધી અલ્ટીમેટમ આપ્યું
બિન અનામત વર્ગની આંદોલનકારી મહિલાઓએ 4 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. દિનેશ બાંભણિયાએ જણાવ્યું છે કે, રાજ્યના ધારાસભ્યો 4 વાગ્યા સુધીમાં પોતાનો મત સ્પષ્ટ કરે. વિરોધ કરી રહેલી મહિલાઓ સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે ગાર્ડનમાં યોગા પણ કર્યા હતા. બિન અનામત વર્ગની મહિલાઓની એક જ માગ છે કે, ‘LRDની ભરતીમાં અમારો હક ના છીનવો...’ રાજ્ય સરકારે 1-8-18ના પરિપત્રમાં ફેરફારની જાહેરાત કરી છે અને અનામત વર્ગની મહિલાઓને પણ બિન અનામત વર્ગની બેઠક પર લાભ મળશે. 1-8-18ના વિવાદિત પરિપત્રમાં થનારા ફેરફાર સામે ગુજરાતના ખૂણેખૂણામાંથી બિન અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગરમાં વિરોધ પર ઉતરી છે.
એલઆરડી પરીક્ષામાં પાસ થયેલી 254 યુવતીઓ હાઈકોર્ટ પહોંચી છે. ગાંધીનગરમાં બિન અનામત વર્ગની 254 યુવતીઓએ હાઈકોર્ટમાં પિટીશન કરી છે. LRD મામલે રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માગને લઈ યુવતીઓ દ્વારા આ પિટીશન કરાઈ છે. પાસ થયેલી 1578 પૈકી 254 યુવતીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. ત્યારે હવે બિન અનામત વર્ગ અને અનામત વર્ગ વચ્ચે મોટો મતભેદ સર્જાઈ રહ્યો છે. આવામાં આજે સાંજે યોજાનાર મીટિંગમાં સરકાર શું નિર્ણય લે તેના પર સૌની નજર છે.
આ પહેલા ગાઁધીનગરમાં ખાતે મોટાપાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે. ગઈકાલથી કરણી સેનાના રાજ શેખાવત અને દિનેશ બાભણિયાની પોલીસે અટકાયત કરી હતી, જેના બાદ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આજે તેઓના ધરણાનો બીજો દિવસ છે. તમામ મહિલાઓએ પ્રદર્શન સ્થળ પર જ રાતવાસો કર્યો હતો. આ મામલે દિનેશ બાંભણિયાએ કહ્યું કે, સરકાર અમારી માંગણી નહિ સ્વીકારે તો અમે 120 દિવસના ઉપવાસ પર ઉતરીશું.
ચાલુ ક્લાસમાં બે વિદ્યાર્થીઓ પર ધડામ દઈને પડ્યો પંખો, વડોદરાની બ્રાઈટ સ્કૂલની ઘટના
‘અમે કોઈ રાજાશાહી જીવન નથી જીવતા...અમે પણ ગરીબ ખેડૂતની દીકરીઓ છીએ....આ શબ્દો છે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી પર રાતભર કડકડતી ઠંડીમાં વિરોધ પર બેઠી બિન અનામત વર્ગની મહિલાઓની...’ જેઓની બસ એક માંગ છે કે LRDની ભરતીમાં અમારો હક ના છીનવો... રાજ્ય સરકારે 1-8-18ના પરિપત્રમાં ફેરફારની જાહેરાત કરી છે અને અનામત વર્ગની મહિલાઓને પણ બિન અનામત વર્ગની બેઠક પર લાભ મળશે. 1-8-18ના વિવાદિત પરિપત્રમાં થનારા ફેરફાર સામે ગુજરાતના ખૂણેખૂણામાંથી બિન અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગરમાં વિરોધ પર ઉતરી આવી છે. ગાંધીનગરમાં વિશાળ રેલી પહેલાં જ પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા અને કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતની પોલીસે અટકાયત કરી હતી, જો કે બાદમાં પોલીસે બંનેને મુક્ત કર્યા હતા. પોતાની માગ સાથે ધરણાં પર બેસેલી મહિલાઓ પણ રોડ પરથી ઉઠી હતી, તમામ લોકોએ બલરામ મંદિર પરિસર ખાતે રાતવાસો કર્યો હતો.
વડોદરા: ધર્મગુરુ પ્રશાંતે ફેકટરી માલિક પાસેથી હોમહવન કરી યંત્ર સિદ્ધ કરાવવા 21.80 લાખ પડાવ્યા
બીજી તરફ, આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ જાહેરાત કરી કે, રાઠવા કોળી સમાજને પણ આદિવાસી અનામતનો લાભ મળશે. અને આ માટે જે અવરોધો નડી રહ્યા છે તેને દૂર કરાશે. બુધવારે ગાંધીનગરમાં સાચા આદિવાસી સંગઠનના આગેવાનો સાથે આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ બેઠક યોજી હતી. બેઠકમાં ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવા પણ હાજર હતા. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના નેતાઓ અને મુખ્ય આંદોલનકારીઓ પણ હાજર હતા. બેઠક બાદ LRD ભરતીમાં ખોટાં આદિવાસી પ્રમાણપત્રો અને આદિવાસી રાઠવાને અનામતનો લાભ ના મળતો હોવાના મુદ્દે મંત્રી ગણપત વસાવાએ કહ્યું કે, 210 જેટલાં નકલી આદિવાસીઓનાં પ્રમાણપત્ર બનાવવામાં આવ્યાં હોવાનું
સરકારના ધ્યાને આવ્યું છે. સાથે જ કોળી રાઠવા સમાજને આદિવાસીના દાખલામાં તકલીફ છે. કોળી રાઠવા સમાજે આદિવાસીના દસ્તાવેજ રજૂ કર્યા છે. રાઠવા જ્ઞાતિ આગળ પાછળ કોળી લાગે છે તેને લીધે અસમંજસ ઉભી થઈ છે. આદિવાસીના અધિકારો પર કોઈને તરાપ મારવા દેવાશે નહિ. એક પણ ખોટો દાખલો રાજ્ય સરકાર ચલાવી લેશે નહીં. કોઈ ખોટા દાખલા લઈ ના જાય તે માટે પણ સરકારે આદિવાસી સમાજને ખાતરી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે