Home> Gujarat
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી 2019: 64.11 ટકા સાથે ગુજરાતે બનાવ્યો મતદાનનો નવો રેકોર્ડ

રાજ્યમાં 1967ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 63.77 ટકા મતદાન નોંધાયું હતું, તેને તોડીને આ વખતે 2019ની ચૂંટણીમાં 64.11 ટકા મતદાન નોંધાયું છે, જે સર્વોચ્ચ રેકોર્ડ છે, છેલ્લી 2014ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં 63.66 ટકા મતદાન નોંધાયું હતું

લોકસભા ચૂંટણી 2019: 64.11 ટકા સાથે ગુજરાતે બનાવ્યો મતદાનનો નવો રેકોર્ડ

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ગુજરાતના મતદારોએ લોકસભા ચૂંટણી 2019માં 64.11 ટકા મતદાન કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રાજ્યમાં સૌથી વધુ મતદાન 1967ની લોકસભા ચૂંટણીમાં 63.77 ટકા નોંધાયું હતું, જે રેકોર્ડ 2019માં ગુજરાતના મતદારોએ તોડી નાખ્યો છે. છેલ્લી 2014ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં 63.66 ટકા મતદાન નોંધાયું હતું. 2014ના મતદાનની સરખામણીમાં જોઈએ તો રાજ્યમાં બનાસકાંઠા બેઠક પર 6.15 ટકા વધુ મતદાન થયું છે, જ્યારે કચ્છમાં 3.56 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર લોકસભા બેઠક એવી છે જ્યાં 2014 જેટલું જ એટલે કે 65.57 ટકા મતદાન નોંધાયું છે. 

fallbacks

લોકસભા ચૂંટણી 2019 અંતર્ગત ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં તમામ 26 લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચ દ્વારા 24 એપ્રિલ, 2019ના રોજ મતદાનના જાહેર કરાયેલા અંતિમ આકડા મુજબ રાજ્યમાં સરેરાશ 64.11 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યમાં સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર 75.21% નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 55.75 ટકા નોંધાયું છે.

2014 અને 2019નું મતદાન, તેની અસર 
2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ અસરકર્તા પરિબળ પાટીદાર અને ખેડૂતો હતા. પાટીદાર બહુમત ધરાવતી બનાસકાંઠા, પાટણ, અમરેલી અને ભાવનગર બેઠક પર 2014ની સરખામણીએ મતદાનમાં વધારો જોવા મળ્યો છે. બનાસકાંઠામાં 2014ની સરખામણીએ 6.15%, પાટણમાં 3.24%, અમરેલીમાં 1.28% અને ભાવનગરમાં 0.83% વધુ મતદાન નોંધાયું છે. પાટીદાર બહુમતી ધરાવતી મહેસાણા બેઠક પર મતદાનમાં 2014ના 67.03%ની સરખામણીએ 65.37% મતદાન નોંધાયું છે અને અહીં 1.66%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

બેઠક 2019(%) 2014(%) તફાવત
કચ્છ 58.22 61.78 -3.56
બનાસકાંઠા 64.69 58.54 6.15
પાટણ 61.98 58.74 3.24
મહેસાણા 65.37 67.03 -1.66
સાબરકાંઠા 67.24 67.82 -0.58
ગાંધીનગર 65.57 65.57 0
અમદાવાદ (પૂર્વ) 61.32 61.59 -0.27
અમદાવાદ (પશ્ચિમ) 60.37 62.93 -2.56
સુરેન્દ્રનગર 57.85 57.07 0.78
રાજકોટ 63.15 63.89 -0.74
પોરબંદર 56.79 52.62 4.17
જામનગર 60.7 57.99 2.71
જૂનાગઢ 60.74 63.43 -2.69
અમરેલી 55.75 54.47 1.28
ભાવનગર 58.41 57.58 0.83
આણંદ 66.79 64.89 1.9
ખેડા 60.68 59.86 0.82
પંચમહાલ 61.73 59.3 2.43
દાહોદ 66.18 63.85 2.33
વડોદરા 67.86 70.94 -3.08
છોટાઉદેપુર 73.44 71.71 1.73
ભરૂચ 73.21 74.85 -1.64
બારડોલી 73.57 74.94 -1.37
સુરત 64.41 63.9 0.51
નવસારી 66.1 65.82 0.28
વલસાડ 75.21 74.28 0.93
સરેરાશ 64.11 63.66 0.45

લોકસભા ચૂંટણી 2019: જાણો....ગુજરાત રાજ્યમાં મતદાનની તવારીખ

શહેરી વિસ્તારોમાં મતદાન ઘટ્યું 
રાજ્યમાં શહેરી વિસ્તારો ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. ચૂંટણી પંચના આંકડા મુજબ 2019ની ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં મતદાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2014ની સરખામણીએ જોઈએ તો શહેરી વિસ્તારોની બેઠકો અમદાવાદ(પૂર્વ)(-0.26%), અમદાવાદ(પશ્ચિમ) (-2.56%), વડોદરા (-3.08), ગાંધીનગર(0%), મહેસાણા (-1.66%), રાજકોટ (-0.74%)નો ઘટાડો નોંધાયો છે. શહેરી વિસ્તારોમાં મતદાનમાં ઘટાડો ભાજપની ચિંતામાં વધારો કરી શકે છે. 

આ બેઠકો પર કૉંગ્રેસ ભાજપની સરસાઈ પર બ્રેક લગાવી શકે છે, જુઓ શુ છે મતદાનનો આંકડો

ગ્રામીણ-આદિવાસી વિસ્તારોમાં મતદાન વધ્યું 
શહેરોની સરખામણીએ રાજ્યની ગ્રામીણ-આદિવાસી વિસ્તારો ધરાવતી બેઠકોમાં મતદાનમાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં વલસાડ બેઠક પર સૌથી વધુ 75.21% મતદાન નોંધાયું છે અને તેમાં પણ 2014ની સરખામણીએ 0.93 ટકાનો વધારો નોંધાયો છે. અહીં, આદિવાસી મતોની સંખ્યા વધુ છે. આ ઉપરાંત બનાસકાંઠા(6.15%), પાટણ(3.24%), અમરેલી(1.28%), પંચમહાલ(2.43%), દાહોદ(2.33%), છોટાઉદેપુર(1.73%), પોરબંદર(4.17%), જામનગર(2.71%) અને સુરેન્દ્રનગર(0.78%) જેટલું 2014ની સરખામણીએ વધુ મતદાન થયું છે. સ્થાનિક સ્વરાજની છેલ્લી ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસે અનેક પંચાયતો કબ્જે કરી હતી. એટલે, આ વખતે લોકસભામાં થયેલું વધુ મતદાન કંઈક નવા-જૂની સર્જી શકે છે. 

fallbacksGuj-Voter-turnout-EC.pdf

લોકસભા ચૂંટણી 2019: જાણો પીએમ મોદીનો વારાણસીમાં નામાંકન ભરવાનો સંપૂર્ણ કાર્યક્રમ

ગાંધીનગર બેઠક પર કોઈ વધારો નહીં 
ભાજપનો ગઢ ગણાતી અને અત્યંત હાઈપ્રોફાઈલ બેઠક એવી ગાંધીનગરમાં મતદાનના આંકડામાં 2014ની સરખામણીમાં કોઈ પણ વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી. અહીં, 2014ની ચૂંટણીમાં 65.57% મતદાન થયું હતું અને આ વર્ષે 2019ની ચૂંટણીમાં પણ 65.57% મતદાન નોંધાયું છે. ગાંધીનગર બેઠક પરથી આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના ગાંધીનગર ઉત્તર બેઠકના વર્તમાન ધારાસભ્ય સી.જે. ચાવડા ચૂંટણી લડી રહ્યા છે. હાઈપ્રોફાઈલ હોવાને કારણે આ બેઠક પર સમગ્ર દેશની નજર છે. અગાઉ, ભાજપના લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પર ચૂંટાતા આવ્યા છે.  

સૌથી વધુ મતદાનવાળી 5 બેઠક
બેઠક                  મતદાન
વલસાડ              75.21
બારડોલી            73.57
છોટાઉદેપુર         73.44
ભરૂચ                 73.21
વડોદરા              67.86

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સૌથી ઓછું મતદાનવાળી 5 બેઠક
બેઠક                 મતદાન
અમરેલી            55.75
પોરબંદર           56.79
સુરેન્દ્રનગર        55.85
કચ્છ                 58.22
ભાવનગર         58.41

દેશ-વિદેશના સમાચાર જોવા માટે જૂઓ LIVE TV

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More