Home> Gujarat
Advertisement
Prev
Next

અનોખી ભક્તિ : હાથમાં સળગતો દીવો લઈને માઈ ભક્ત ચઢી ગયા ગિરનારના 5000 પગથિયા

ભારતમાં ભક્તિની વાત જ અલગ હોય છે. અહીં જ્યારે ભગવાનની ભક્તિની વાત આવે ત્યારે ભક્તો કંઈ પણ કરવા તૈયાર રહે છે. ભગવાનમાં અપાર શ્રદ્ધા ધરાવતા લોકો ક્યારેક એવુ કરી બતાવે છે જે લોકોમાં ચર્ચા જગાવે છે. તાજેતરમાં ગિરનાર સડસડાટ ચઢી જતા એક ભક્તનો વીડિયો સામે આવ્યો હતો, ત્યારે ગિરનારથી અનોખી ભક્તિનું ઉદાહરણ સામે આવ્યું છે. અંબે માતામાં અપાર ભક્તિ ધરાવતા એક ભક્ત હાથમાં સળગતો દીવો લઈને ગિરનારના 5000 પગથિયા સડસડાટ ચઢી ગયા હતા. 

અનોખી ભક્તિ : હાથમાં સળગતો દીવો લઈને માઈ ભક્ત ચઢી ગયા ગિરનારના 5000 પગથિયા

ભાવિન ત્રિવેદી/જૂનાગઢ :ભારતમાં ભક્તિની વાત જ અલગ હોય છે. અહીં જ્યારે ભગવાનની ભક્તિની વાત આવે ત્યારે ભક્તો કંઈ પણ કરવા તૈયાર રહે છે. ભગવાનમાં અપાર શ્રદ્ધા ધરાવતા લોકો ક્યારેક એવુ કરી બતાવે છે જે લોકોમાં ચર્ચા જગાવે છે. તાજેતરમાં ગિરનાર સડસડાટ ચઢી જતા એક ભક્તનો વીડિયો સામે આવ્યો હતો, ત્યારે ગિરનારથી અનોખી ભક્તિનું ઉદાહરણ સામે આવ્યું છે. અંબે માતામાં અપાર ભક્તિ ધરાવતા એક ભક્ત હાથમાં સળગતો દીવો લઈને ગિરનારના 5000 પગથિયા સડસડાટ ચઢી ગયા હતા. 

fallbacks

ગિરનારના દરેક પગથિયે માતાજીની ભક્તિ અને શક્તિનું અનોખુ ઉદાહરણ જોવા મળતુ હોય છે. મૂક પશુ ય કેમ હોય, અહી આવતા માઈ ભક્તોની વાત જ કંઈ અલગ છે. ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબેમાં અતૂટ વિશ્વાસ ધરાવતા એક ભક્તે એવુ કર્યું કે તેની ભક્તિની ચર્ચા થઈ ગઈ. આરબટીંબડી ગામના શ્રદ્ધાળુ રવજીભાઈ ગેવરીયાએ અનોખી રીતે માતાજી માનતા રાખી હતી, અને તેને પૂરી કરવા ગિરનાર પહોંચ્યા હતા.

fallbacks

રવજીભાઈ ગેવરીયા માનતા પૂરી કરવા માટે હાથમા દીવો પ્રગટાવી પાંચ હજાર સીડી સડસડાટ ચઢી ગયા હતા. સળગતો દીવો હાથમાં પ્રગટાવીને તેમણે મા અંબે પ્રત્યેની અનોખી ભક્તિ દાખવી હતી. સળગતા દીવા સાથે તેમણે મંદિરમાં મા અંબાના દર્શન કરી અને માતાજીની આરતી ઉતારી પોતાની માનતા પૂરી કરી હતી. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, જગત જનની માં અંબે માતાજીની અનેક રીતે માનતા રાખીને દુર દુરથી ભક્તો દર્શન કરવા આવે છે. ગિરનાર રોપ વે હોવા છતાં ઘણા શ્રદ્ધાળુ સીડી ચઢીને દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી શ્રદ્ધા રાખે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More