Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં ફરી ગીષ્માવાળી! એક તરફી પ્રેમમાં પાગલ બન્યો પ્રેમી, સગીરાના ગળા પર છરીના ઘા ઝીંક્યા

ધટના કઈક એવી હતી કે સગીરા અને તેનો પરિવાર 4 વર્ષથી વાડજ વિસ્તારમાં રહેવા આવ્યો હતો. અપરણિત આરોપી ભરતની નજર સગીરા પર પડી હતી અને એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. બે વર્ષ પહેલા સગીરાને પામવા માટે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો.

અમદાવાદમાં ફરી ગીષ્માવાળી! એક તરફી પ્રેમમાં પાગલ બન્યો પ્રેમી, સગીરાના ગળા પર છરીના ઘા ઝીંક્યા

ઉદય રંજન/અમદાવાદ: એક તરફી પ્રેમમાં પાગલ 40 વર્ષીય યુવાને 17 વર્ષની સગીરનું ગળું કાપ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે યુવાન સગીરા સાથે લગ્ન કરવા માંગતો હતો. પરતું સગીરાએ પ્રસ્તાવ ઇનકાર કરતા હત્યાનો પ્રયાસ કર્યો હતો. વાડજ પોલીસે એક તરફી પ્રેમમાં પાગલ યુવાનની ધરપકડ કરી લીધી છે. ત્યારે શુ હતો પ્રેમ, લગ્ન અને ધમકીનો આ કેસ?.

fallbacks

ગુજરાતમાં કોરોનાએ જબરદસ્ત જમ્પ લીધો! નવા પોઝિટીવ કેસમાં વધારો, એક્ટિવ કેસની સંખ્યા..

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી ભરત બોડાણ એક તરફી પ્રેમમાં પોતાની દીકરીની ઉંમરની સગીરાનું છરીથી ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો. ધટના કઈક એવી હતી કે સગીરા અને તેનો પરિવાર 4 વર્ષથી વાડજ વિસ્તારમાં રહેવા આવ્યો હતો. અપરણિત આરોપી ભરતની નજર સગીરા પર પડી હતી અને એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. બે વર્ષ પહેલા સગીરાને પામવા માટે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. પરતું સગીરાએ ઇનકાર કરી દીધો હતો. અને આ દરમિયાન સગીરાના પિતાનું અવસાન થતાં આરોપી ભરતે પિતા વગરની દીકરીને પામવા ફરી એક વખત હેરાન કરવાનું શરૂ કર્યું અને લગ્ન પ્રસ્તાવ લઈને સગીરાની માતા જોડે પહોંચી ગયો હતો. 

આ સમાચાર વાંચી લેજો, ગુજરાતની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ આ બે દિવસ રહેશે બંધ

આરોપી અને સગીરા વચ્ચે 23 વર્ષની ઉંમરનો ફરક હતો. જેથી તેની માતાએ લગ્ન કરવાની ના પાડી હતી. જેથી આરોપી ભરતે સગીરા સાથે લગ્ન નહિ થતા તેની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. સગીરા ગત સાંજે શાકભાજી લેવા ઘરેથી નીકળી ત્યારે આરોપી છરી લઈ તેનો પીછો કર્યો અને તેના ગળાના ભાગે હુમલો કર્યો હતો. આ ધટનાથી આખો પરિવાર ભયભીત છે. પાગલ પ્રેમીને સજા મળે તેવી માંગ કરી રહ્યો છે.

અગાઉની તમામ આગાહી ભૂલી જાવ! ચોમાસાને લઈને અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી

પકડાયેલ આરોપી ભરત છેલ્લા બે વર્ષથી સગીરાને પ્રેમ સંબંધ રાખવા માનસિક હેરાન કરતો હતો. ત્યારે સગીરાએ પોતાના પરિવારને ભરતના કરતુતની જાણ કરી હતી અને બન્ને પરિવાર વચ્ચે ઝઘડો પણ થયો હતો. એક તરફી પ્રેમમાં પાગલ થયેલા ભરતે સગીરાને પામવા માટે તેને પોતાની તમામ હરકતો પાર કરી દીધી હતી અને છેલ્લા એક મહિનાથી સતત સગીરનો પીછો કરતો હતો. જેથી સગીરાએ ઘરેથી નીકળતા પણ ડર લાગતો હતો.

ગુજરાતમાં ઉનાળા વેકેશનની જાહેરાત: સત્તાવાર પરિપત્ર જાહેર, જાણો ક્યારથી પડશે રજાઓ

ફરી ઝઘડો ના થાય જેના ડરથી સગીરાએ ભરતના કરતૂતોની પરિવારજને જાણ કરી ન હતી. જેના કારણે આરોપી ભરતની હિંમત ખુલ્લી હતી અને તે સગીરાને આત્મહત્યા કરવાની કે તેની હત્યા કરી દેવાની ધમકી આપ્યા કરતો હતો. પરતું સગીરાએ તેના લગ્નનો પ્રસ્તાવને નહિ સ્વીકારતા આરોપીએ તેની હત્યાનો પ્રયાસ કર્યો છે.

ધંધાની હરીફાઈમાં મહિલાએ મુક્યો દેશી બોમ્બ: CCTVમાં કેદ, VIDEO જોઈ બનાવ્યો ટાઈમ બોમ્બ

વાડજ પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આરોપી ભરત અપરણિત છે અને છૂટક મજૂરી કરે છે સાથે જ દારૂનો નશો કરવાની ટેવ ધરાવે છે. હાલ આ કેસમાં પોલીસે એફ.એસ.એલની મદદ લઇ અને પ્રત્યેકદર્શીના નિવેદન લઈ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More