Home> Gujarat
Advertisement
Prev
Next

GUJARAT :માફીયાઓ બેફામ, પોલીસ-ખનીજ વિભાગના અધિકારીઓને લાઇનમાં ઉભા રાખી કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો ભાંડી

હાલ ગુજરાતમાં તમામ પ્રકારનાં અસામાજીક તત્વો બેખોફ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં અસામાજીક તત્વો રોજેરોજ પોલીસને પડકારી રહ્યા છે. તો બીજી તરફ બુટલેગરો દારૂ ભરેલી ગાડીઓ લઇને અકસ્માત કરે ત્યારે ખબર પડે છે કે, આટલા મોટા પ્રમાણમાં દારૂની ખેપ જઇ રહી હતી. તો કેટલાક કિસ્સાઓમાં દુષ્કર્મ કરીને આરોપીઓ ફરાર થઇ જાય છે અને પોલીસ સ્ટાફ દિવસો સુધી અંધારામાં ફાંફા મારતો રહે છે. તેવામાં સામાન્ય માણસ સામે પોતાનો રોફ દેખાડતા અને ડંડા પછાડતી પોલીસ અને તંત્ર આવા માફીયાઓ સામે પાંગળા અને પાલતુ હોય તેવું લાગે છે. 

GUJARAT :માફીયાઓ બેફામ, પોલીસ-ખનીજ વિભાગના અધિકારીઓને લાઇનમાં ઉભા રાખી કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો ભાંડી

સુરેન્દ્રનગર : હાલ ગુજરાતમાં તમામ પ્રકારનાં અસામાજીક તત્વો બેખોફ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં અસામાજીક તત્વો રોજેરોજ પોલીસને પડકારી રહ્યા છે. તો બીજી તરફ બુટલેગરો દારૂ ભરેલી ગાડીઓ લઇને અકસ્માત કરે ત્યારે ખબર પડે છે કે, આટલા મોટા પ્રમાણમાં દારૂની ખેપ જઇ રહી હતી. તો કેટલાક કિસ્સાઓમાં દુષ્કર્મ કરીને આરોપીઓ ફરાર થઇ જાય છે અને પોલીસ સ્ટાફ દિવસો સુધી અંધારામાં ફાંફા મારતો રહે છે. તેવામાં સામાન્ય માણસ સામે પોતાનો રોફ દેખાડતા અને ડંડા પછાડતી પોલીસ અને તંત્ર આવા માફીયાઓ સામે પાંગળા અને પાલતુ હોય તેવું લાગે છે. 

fallbacks

રાજકોટમાં પત્નીએ પોતાના પ્રેમીને મળવા માટે પતિ સાથે એવું કરી નાખ્યું કે, માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે

સુરેન્દ્રનગરમાં એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. એક તરફ આક્ષેપ છે કે, અધિકારીઓ સરકારને ગાંઠતા નથી અને ગુજરાતમાં અધિકારી રાજ ચાલી રહ્યું છે. જો કે આ વીડિયો જોયા બાદ તમારો એ વ્હેમ પણ દુર થઇ જશે. વીડિયો જોયા બાદ તમને લાગશે કે, ગુજરાતમાં ન તો અધિકારી રાજ ચાલે છે ન તો સરકારનું રાજ. રાજ્યમાં માત્ર માફિયાઓ અને અસામાજીક તત્વોનું જ રાજ ચાલે છે. આ તમામ તેમની સામે નતમસ્તક થઇને ઉભા રહે છે. 

GUJARAT CORONA UPDATE: સમગ્ર ગુજરાત માટે રાહતના પરંતુ અમદાવાદ માટે ખુબ જ ખરાબ સમાચાર

સુરેન્દ્રનગર સાયલા બાયપાસ રોડ ઉપર ખનીજ ભરેલ ડમ્પર જપ્ત કરવા માટે ગયેલી ખનિજ તંત્રની જીપને ખનીજ માફીયાઓએ અટકાવી હતી. અટકાવી એટલું જ નહી પરંતુ અંદર રહેતા કર્મચારીઓ અને અધિકારીઓને કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો પણ આપી હતી. ખનીજ માફીયા અને તેની ગેંગના સાગરીતો ડંડા અને ઘાતક હથિયારો સાથે જીપમાં રહેતા તમામને નીચે ઉતારીને ઉભા રાખીને ગંદી ગાળો ભાંડી હતી. હાજર સ્ટાફ આખરે કાંઇ પણ બોલ્યા વગર નાનકડો મેમો આપીને સંતોષ માની લીધો હતો. પોલીસ હોવા છતા પણ બેફામ ગાળો આપી હતી અને પોલીસ પણ વચ્ચે પડે તો તેમને ગાળો બોલી રહ્યાનું વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. 

રિક્ષામાં બેઠેલો મુસાફર અચાનક બે મહિલાઓના સ્તન પર હાથ ફેરવવા લાગ્યો અને પછી...

ખનીજ માફીયા અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ખનીજ માફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે ગાળાગાળી કરવામાં આવી હતી. સાયલા પોલીસને જાણ થતાં સાયલા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જો કે પોલીસે પણ જઇને કોઇ કાર્યવાહી કરવાના બદલે બંન્નેને સમજાવ્યા હતા. પોલીસની સમજાવટ બાદ મામલો શાંત પાડ્યો હતો. અવરલોડ ભરેલ ડમ્પર 10 ટનનું ઓવરલોડ હતું તેની સામે 2 ટનનો મેમો આપીને તંત્રએ પણ બાવડા ફુલાવ્યા હતા. જો કે આ અસામાજીક તત્વો આટલા બેખોફ થયા તેની પાછળ પણ ક્યાંકને ક્યાંક અધિકારીઓની હપ્તાખોરી જ જવાબદાર હોય તેવું સ્થાનિકો માની રહ્યા છે. હપ્તા આપ્યા બાદ આ અસામાજીક તત્વો કોઇ પણ પ્રકારે અધિકારીઓને વશ થતા નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં હપ્તા ખોરી અધિકારીના કારણે ખનીજ માફિયાઓ હવે અધિકારીઓ ઉપર પણ સિંહ થઈ રહ્યા છે. અંતે બોલાચાલી અને ઝપાઝપી બાદ ખાણ ખનીજ વિભાગે 2 ટન ઓવરલોડનો મેમો આપી અને ખનીજ માફિયાઓ સાથે સમાધાન કરી લીધું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More