અમિત રાજપૂત/અમદાવાદ :મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના નવા ગાદીપતિની આખરે નિમણૂંક કરવામાં આવી છે. નવા ગાદીપતિ તરીકે શાસ્ત્રી સદગુરુ જીતેન્દ્રિયપ્રિયદાસજીની નિમણૂંક કરાઈ છે. મંદિર ખાતે સંતો વચ્ચે યોજાયેલી બેઠકમાં નવા ગાદીપતી માટે નિર્ણય લેવાયો છે. આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીની હાલત અતિગંભીર હોવાથી તેઓ હજી પણ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેથી નવા ગાદીપતિની નિમણૂંક કરવાની ફરજ પડી હતી.
આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સ્વામીની તબિયત હજી પણ નાજુક છે. આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીના હૃદયમાં તકલીફ વધી છે. આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજીને વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા છે. હાલ તેઓ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતુ તેમની તબિયત વધુ લથડતા તેમની સારવાર માટે મુંબઈથી નિષ્ણાત તબીબને બોલાવવામાં આવ્યા હતા. સ્વામીજીને એક વખત પ્લાઝમા થેરાપી અપાઈ હતી. પરંતું તેમાં ધાર્યું પરિણામ મળ્યું નથી.
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં નવા ગાદીપતિની નિમણૂંક થશે તેવુ છેલ્લા બે-ત્રણ દિવસથી ચર્ચાઈ રહ્યું હતુ. નવા ગાદીપતિની નિમણૂંક માટે મણિનગર મંદિર ખાતે સંતો વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે