Home> Gujarat
Advertisement
Prev
Next

Kheda માં દારૂની મહેફીલ માણતા કોંગ્રેસના પૂર્વ MLA ઝડપાયા, ખેડા પોલીસે અન્ય સાતની અટકાયત કરી

મહેમદાવાદના જાણીતા ડોકટર ડૉ. નૈષધ ભાનુપ્રસાદ ભટ્ટ પણ દારૂની મહેફીલમાં હાજર હતા. તમામને ખેડા ટાઉન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મહેફિલ મહેમદાવાદ તાલુકાના કતકપુર પાટિયા પાસે ગોડાઉનની બહાર ચાલી રહી હતી.

Kheda માં દારૂની મહેફીલ માણતા કોંગ્રેસના પૂર્વ MLA ઝડપાયા, ખેડા પોલીસે અન્ય સાતની અટકાયત કરી

નચિકેત મહેતા/ખેડા: મહેમદાવાદના પૂર્વ MLA ગૌતમ ચૌહાણ દારૂની પાર્ટી કરતા ઝડપાયા છે. તેમની સાથે ખેડા પોલીસે અન્ય સાત લોકોની પણ અટકાયત કરી છે. ખેડામાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ખેડાના કટકપુર ભાટિયા લાટમાં દારૂની મહેફિલ ચાલતી હતી, જ્યાં પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે દારૂની મહેફિલ માણતા લોકોને રંગેહાથે ઝડપ્યા છે. મહેમદાવાદના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સહિત સાત લોકોને ખેડા ટાઉન પોલીસ લાવવામાં આવ્યા છે.

fallbacks

આ વિશે માહિતી મળતી માહિતી પ્રમાણે, ખેડા ટાઉન પોલીસને ખાનગી રાહે બાતમી મળતા દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. જેમાં ખેડા પોલીસની રેડ દરમિયાન દારૂની મહેફીલ માણતા 8 લોકો ઝડપાયા હતાં. ત્યારબાદ ખેડા પોલીસ દ્વારા મહેફીલમાં ઝડપાયેલ વ્યક્તિઓની ધરપકડ કરીને ખેડા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. આ આઠમાંથી એક મહેમદવાદ તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચોહાણ હોવાનું સામે આવ્યું હતું. તથા તેઓ સહિત મોટા માથાઓ પણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.

મહેમદાવાદના જાણીતા ડોકટર ડૉ. નૈષધ ભાનુપ્રસાદ ભટ્ટ પણ દારૂની મહેફીલમાં હાજર હતા. તમામને ખેડા ટાઉન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મહેફિલ મહેમદાવાદ તાલુકાના કતકપુર પાટિયા પાસે ગોડાઉનની બહાર ચાલી રહી હતી. તે દરમિયાન ખેડા ટાઉન પોલીસે રેડ કરી હતી. હાલ તમામ આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે ખેડા જનરલ હોસ્પિલમાં લઈ જવામાં આવ્યા છે.

પૂર્વ ધારાસભ્યનો ખુલાસો
આ સમગ્ર મામલા સંદર્ભે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણનો મીડિયાને જણાવ્યું હતું કે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચૂંટણી યોજાવાની હોવાથી તેઓ તેમના કાર્યકરોને મળવા માટે ગયા હતા અને પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે મને રાજકારણનો ભોગ બનાવવામાં આવી રહ્યો છે. મારી સાથે રાજકીય કાવતરું કરવામાં આવ્યું છે. પોલીસ મારા મેડિકલ ટેસ્ટ કરી કરાવી શકે છે. અત્યારે હાલ મારો ટેસ્ટ કરાવવામાં આવે, મેં કોઈ પણ પ્રકારનો દારૂ પીધેલ નથી. આ મને બદનામ કરવાનું કાવતરું છે

અન્ય પકડાયેલ 7 આરોપીઓ
- મનીષભાઇ જગદીશભાઇ પટેલ રહે. ભાટીયાલાટ
- ડૉ. નૈષધ ભાનુપ્રસાદ ભટ્ટ રહે. નવજીવન સોસાયટી મહેમદાબાદ.
-દિલીપભાઈ નટવરભાઇ શાહ રહે. પૃથ્વી કોમ્પલેક્ષ મહેમદાવાદ.
- કેયુરભાઇ નાગેશભાઇ પટેલ રહે. માકવા ગામ મહેમદાવાદ.
- બાબુભાઇ રમણભાઇ ગોહેલ રહે. છાપરા તાલુકો મહેમદાવાદ.
- ફતેસિંહ રાવજીભાઇ ગોહેલ રહે. છાપરા તા.મહેમદાબાદ.
- અરવિદભાઇ બુધાભાઇ ચૌહાણ રહે. છાપરા તા.મહેમદાવાદ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More