હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં બે દિવસમાં મહિલાઓની સુરક્ષા અને સલામતીને લગતી બે મોટી ઘટનાઓ બની હતી. એક કિસ્સામાં અમદાવાદના ધારાસભ્યએ એક મહિલાના જાહેરમાં લાત મારી હતી, તો અન્ય કિસ્સામાં વડોદરા ભાજપમાં IT સેલનો કોર મેમ્બર સ્વીમીંગ પુલમાં ન્હાતી મહિલાઓને નિહાળતો જોવા મળ્યો હતો. ત્યારે મહિલા આયોગના રાષ્ટ્રીય સભ્ય રાજુ દેસાઈએ ગુજરાત મુલાકાતમાં રાજ્ય મહિલા આયોગ પાસે ભાજપના ધારાસભ્ય દ્વારા મહિલા પર માર મારવાની ઘટના અને વડોદરામાં સ્વીમીંગ પુલવાળી ઘટનાની માહિતી મેળવી છે.
ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં મહિલા આયોગના રાષ્ટ્રીય સભ્ય રાજુલ દેસાઈએ જણાવ્યું કે, મહિલા પર વધી રહેલા અત્યાચારોને કારણે શિક્ષણમાં ડીજીટલ શિક્ષણ અને સોશિયલ મીડિયા પર શિક્ષણ આપવાની ભલામણ રાજ્ય સરકારને કરી છે. શિક્ષણ વિભાગને વિદ્યાર્થીઓને મોરલ શિક્ષણ આપવાની પણ ભલામણ મહિલા આયોગ દ્વારા કરાઈ છે.
Big Breaking : કેન્સલ થયું વિદ્યાર્થીઓનું નવરાત્રિનું વેકેશન
પોલીસ દ્વારા આ બંને ઘટનામાં આપવામાં આવેલા રિપોર્ટની જાણકારી મેળવી વધુ પગલાં ભરવા અને ભાજપના ધારાસભ્ય દ્વારા માર મારેલી મહિલાને મહિલા આયોગ સમક્ષ બોલાવવાની આદેશ કરતા આવતીકાલે મહિલા આયોગમાં કે મહિલા હાજર થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે