Home> Gujarat
Advertisement
Prev
Next

મહીસાગર: બાલાસિનોરમાં કાળમુખો ટ્રક એક જ પરિવારને ભરખી ગયો, મા-બાપ અને પુત્રનું કરૂણ મોત

હીસાગરના બાલાસિનોરમાં ટ્રક અને બાઈક ધડાકાભેર અથડાયા હતા. જેમાં ટ્રકનું ટાયર બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકો પર ફરી વળતા મોતને ભેટ્યા હતા. 

મહીસાગર: બાલાસિનોરમાં કાળમુખો ટ્રક એક જ પરિવારને ભરખી ગયો, મા-બાપ અને પુત્રનું કરૂણ મોત

મહીસાગર: રાજ્યમાં ફરી એકવખત અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે. આજે મહીસાગરના બાલાસિનોરમાં ટ્રક અને બાઈક ધડાકાભેર અથડાયા હતા. જેમાં ટ્રક નીચે બાઇક આવી જતાં બાઇક સવાર પતિ-પત્ની અને તેમના એક ત્રણ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

fallbacks

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મહીસાગરના બાલાસિનોરમાં ટ્રક અને બાઈક ધડાકાભેર અથડાયા હતા. જેમાં ટ્રકનું ટાયર બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકો પર ફરી વળતા મોતને ભેટ્યા હતા. ભોગ બનનાર પરિવાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેડકા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે.

fallbacks

આ ઘટના બન્યા બાદ ટ્રક ચાલક સ્થળ પર જ ટ્રક મૂકીને ફરાર થઇ ગયો છે. પરંતુ એક જ પરિવારના ત્રણ લોકો ભોગ બનતા ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ ઘટનાની જાણકારી પોલીસને કરવામાં આવી હતી. ત્યારે બાલાસિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવ અંગેની તપાસ હાથ ધરી છે અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે બાલાસિનોરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરી છે.

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More