Home> Gujarat
Advertisement
Prev
Next

ઘોર કળિયુગ! પ્રેમી પાસે જવા સગી જનેતાએ કાળજાના કટાકાના ક્રૂર રીતે પ્રાણ હરી લીધા!

બાળકના માથાના ભાગે પથ્થર વડે મારીને લોહી લુહાણ હાલતમાં બાળકનું મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અજાણ્યા બાળકનો મળી આવેલ મૃતદેહને લઈ હત્યાનો ગુનો નોંધી સંતરામપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઘોર કળિયુગ! પ્રેમી પાસે જવા સગી જનેતાએ કાળજાના કટાકાના ક્રૂર રીતે પ્રાણ હરી લીધા!

ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર: મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાની ભુગેડી ગામે માતાએ પોતાના કાળજા ના કટકાને રહેંશી નાખી હત્યા કરી હોવાનો બનાવ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

fallbacks

મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાની ભુગેડી ગામે સીમમાં આવેલ ખેતરમાંથી ચાર વર્ષના નાના કુમળા બાળકનું મૃતદેહ મળી આવ્યું છે. બાળકના માથાના ભાગે પથ્થર વડે મારીને લોહી લુહાણ હાલતમાં બાળકનું મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અજાણ્યા બાળકનો મળી આવેલ મૃતદેહને લઈ હત્યાનો ગુનો નોંધી સંતરામપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાળકની હત્યાને લઇ તપાસ હાથ ધરતા આખરે માતાએ જ પોતાના કાળજાના કટકાને ચાર વર્ષના બાળકની હત્યા કરાઈ હોવાનું સામે આવતા પોલીસે તેની હત્યારી માતાની શોધખોળ શરૂ કરી હતી. સમગ્ર બનાવ અંગે નાની ભુગેડી ગામમાં હત્યા કરાઈ હતી. બાળકના માતા પિતા અને અન્ય એક ભાઈ મજુરી કામ અર્થે ભુજ ગામે રહી પરિવારનું ભરણપોષણ કરતા હતા. પરંતુ કહેવાતી માતા નામે સવિતાના કચ્છના એક યુવાન સાથે અનૈતિક સંબંધ બંધાયા હતા અને તેની સાથે સવિતા અનેક વાર અવારનવાર મળવા જતા અનૈતિક સંબંધની જાણ તેના પતિને થતા આખરે પતિ પત્ની સહિત પોતાના બે બાળકોને લઈ પોતાના વતન સંતરામપુરના નાની ભુગેડી ગામે આવ્યા હતા. 

પરંતુ પોતાના વતનમાં આવી જતા પત્ની સવિતાને મંજૂર નહોતું અને પતિને વારંવાર ભુજ ખાતે પણ જવાનું કહેતા પતિ આખરી ના કહી ગામમાં જ મજૂરી અને ખેતી કામ કરવાનું કહેતા આખરે પત્ની સવિતા ઉશ્કેરાઈ વારંવાર પતિ અને પરિવાર સાથે ઝઘડાઓ કરતી રહેતી હતી, ત્યારે પતિને અન્ય સાથે પત્નીના અનૈતિક સંબંધની જાણ થતાં ફરી ભુજ ગામે કામ અર્થે જવાનું ટાળી દીધું હતું.

ગામમાં જ રહી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ પત્નીને તે મંજૂર ન હતું. આખરે પત્ની સવિતા પોતાના ચાર વર્ષના નાના દીકરાને લઈ પોતાના પિતાના ઘરે રહેવા લાગી હતી. બાદમાં પોતાના પિતાના ઘરેથી બાળકને લઈ ભુજ ખાતે જવા રવાના થઈ હતી. પરંતુ નાની ભુગેડી ગામ ખાતે બાળકને ભુજ ના લઈ જવા માટે ચાર વર્ષના કુમળા બાળકને માથાના ભાગે પથ્થર મારી લોહી લુહાણ કરી હત્યા કરી બાળકને મોતની ઘાટ ઉતારી ભુજ ગામે રહેતા પોતાના પ્રેમી પાસે જતી રહી હતી.

હત્યા બાદ પોલીસની તપાસમાં માતાએ જ હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે ભુજ ગામેથી હત્યારી માતાની ધરપકડ કરી હતી. પોલીસે હત્યારી માતાને સંતરામપુર ખાતે લાવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કર્યા છે, ત્યારે રિમાન્ડ દરમિયાન હત્યા પાછળ કોણ કોણ સંડોવાયું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More