Home> Gujarat
Advertisement
Prev
Next

મુંજપુર ગામ પાસે મહીસાગરના પોલીસના દરોડા, રેત અને ખનન માફીયાઓ કરોડોના મશીન મુકી ફરાર

પાદરાના મુંજપુર ગામ પાસે મહીસાગરના પટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન સામે સ્થાનીક પંચાયતના સદસ્યએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આખરે કાર્યવાહી થઇ હતી. પાદરા મામલતદાર કચેરી અને પોલીસ અધિકારીઓએ દરોડો પાડતા ડમ્પરને હિટાચી મશીન મૂકી ખનન કરતા તત્વો ભાગી છુટ્યા હતા. પાંચ એકમમાં ગેરકાયદેસર ખનન કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

મુંજપુર ગામ પાસે મહીસાગરના પોલીસના દરોડા, રેત અને ખનન માફીયાઓ કરોડોના મશીન મુકી ફરાર

વડોદરા : પાદરાના મુંજપુર ગામ પાસે મહીસાગરના પટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન સામે સ્થાનીક પંચાયતના સદસ્યએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આખરે કાર્યવાહી થઇ હતી. પાદરા મામલતદાર કચેરી અને પોલીસ અધિકારીઓએ દરોડો પાડતા ડમ્પરને હિટાચી મશીન મૂકી ખનન કરતા તત્વો ભાગી છુટ્યા હતા. પાંચ એકમમાં ગેરકાયદેસર ખનન કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

fallbacks

સત્ય પરેશાન છે પરંતુ પરાજીત નહી: ગુજરાતીઓની ચિંતા કરનારી ચેનલને આજે એક ઉદ્યોગપતિ કોર્ટમાં ઢસડી ગયો

પાદરાના મુજપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીના પટમાં છેલ્લા ઘણા સમય ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલતું હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી હતી. સ્થાનીક પંચાયત કે કોઈ વાંધો ઉઠાવે તો રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા હુમલો અને મારા મારી કરતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.

પોલીસ જપ્તામાંથી વારંવાર ફરાર થઇ જતા આરોપીને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો

પાદરાના મુજપુર ગ્રામ પંચાયતના જાગૃત સદશ્યના સતર્કતાથી ગેરકાયદેસર રીતે રેતી ખનના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મુજપુર ગ્રામ પંચાયતના સદશ્ય મહેન્દ્રસિંહ ઉદેસિંહ પઢીયાર માહિતી મળી હતી કે, તેઓના ગામના વિસ્તારમાં મહી નદીના પટમાં કેટલા તત્વો દ્વારા રેતીનું ખનન કરી રહ્યા છે. જે અંગેની જાણ તેઓ ખાણ ખનીજ વિભાગને  જાણ કરી હતી. જેથી હરકતમાં આવેલ પાદરા મામલતદાર કચેરીએ પોલીસને સાથે રાખીને રેતી ખનન ચાલતું હતું તે સ્થળે દરોડો પાડ્યો હતો. જે ખનન કરતા તત્વો ત્યાંથી ડમ્પર અને હીટાચી મશીન મૂકીને ભાગી છૂટ્યા હતા. આગાઉ પણ ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિઓ દ્વારા આ વિસ્તારમાં રહેતા રહીશો પર હુમલો પણ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત થશે ભવ્ય ઉજવણી, 75 શહેરોમાં યોજાશે અમૃત યાત્રા

માંજરેકરે પોલીસને સાથે રાખી નદીના પટમાં દરોડો પાડી સ્થળ પરથી રેતી માફિયાઓ ફરાર થયા હતા. પ્રાથમિક તારણ પ્રમાણે પાંચ એકરમાં રેતી ખનન કર્યું હોય તેવું જાણવા મળે છે. આ તમામ રિપોર્ટ અને કાર્યવાહી ખાન ખનીજ વિભાગ મોકલવામાં આવશે તેમ સર્કલ મામલતદાર એ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More