Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં દેખાયેલા એકમાત્ર વાઘના મોતનું કારણ આવ્યું સામે

 ગુજરાત સરકાર વાઘ હોવાનું ગૌરવ લે તે પહેલા જ વાઘનું મોત નિપજ્યું હતું. 10 દિવસ પહેલા મહીસાગરના જંગલમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે આ વાઘનું ભૂખમરાને કારણે મોત થયુ હોવાનું સામે આવ્યું છે. 

ગુજરાતમાં દેખાયેલા એકમાત્ર વાઘના મોતનું કારણ આવ્યું સામે

હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાત સરકાર વાઘ હોવાનું ગૌરવ લે તે પહેલા જ વાઘનું મોત નિપજ્યું હતું. 10 દિવસ પહેલા મહીસાગરના જંગલમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે આ વાઘનું ભૂખમરાને કારણે મોત થયુ હોવાનું સામે આવ્યું છે. 

fallbacks

મૃત્યુ પામેલા વાઘના નમૂના પૈકી કેટલાક નમૂના એફએસએલમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ હજી આવ્યો નથી. પરંતુ વન વિભાગના સૂત્રોનું કહેવું છે કે, કોઈ ઝેરી પદાર્થ કે અન્ય અસાધારણ રીતે વાઘનું મોત થયું છે. પરંતુ લાંબા સમયથી ખોરાક મળ્યો ન હોવાને કારણે મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ત્યારે વાઘનું મોત ભૂખમરાથી થયુ હોવાનું બિનસત્તાવાર રીતે થયું હોય તેવું સૂત્રોનું કહેવું છે. 

ઉલ્લેખનીય છે કે, ત્રણ દાયકા બાદ ગુજરાતમાં વાઘ દેખાયાનો હરખ બહુ લાંબા સમય સુધી રહ્યો ન હતો. ગણતરીના દિવસોમાં જ મહીસાગરના જંગલોમાં વાઘનો કહોવાયેલો મૃતદેહ મળ્યો હતો. એનસીટીના ધારાધોરણો મુજબ તેનુ પીએમ અને અંતિમ સંસ્કાર કરાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More