Home> Gujarat
Advertisement
Prev
Next

કરોડોના બીટકોઈન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજીની ધરપકડ

બિનકોઇન કેસ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. 
 

કરોડોના બીટકોઈન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજીની ધરપકડ

અમદાવાદઃ કરોડોના બીટકોઈન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજીની CID ક્રાઈમે ધરપકડ કરી લીધી છે. દિવ્યેશ દરજી દુબઈથી દિલ્હી આવી રહ્યો હતો. તે દરમિયાન તેને દિલ્હી એરપોર્ટ પર જ પોલીસે દબોચી લીધો હતો. CID ક્રાઈમે દેશભરમાં આ અંગે જાણ કરી હતી. મહત્વનું છે કે દિવ્યેશ દરજી બીટકોઈન કૌભાંડનો એશિયા હેડ હતો. નોટબંધી બાદ તેણે બીટકનેક્ટ નામની કંપની શરૂ કરી હતી. જેના માટે તેણે બૂર્જ ખલીફામાં ઓફીસ પણ રાખી હતી. 2.80 કરોડ બીટકોઈન બજારમાં મૂક્યા હતા, જેમાંથી 1.80 કરોડ બીટકોઈન વેચાયા હતા. CID ક્રાઈમે હવે દિવ્યેશની વધુ પૂછપરછ હાથ ધરી છે, પૂછપરછમાં વધુ મોટા માથાના નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. 
 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More