Home> Gujarat
Advertisement
Prev
Next

પેપરલીક કૌભાંડનો મુખ્ય આરોપી યશપાલ ઝડપાયો, મહિસાગરના વીરપૂરથી પોલીસે કરી ધરપકડ

મહત્વનું છે કે, રવિવારે લોકરક્ષક દળની યોજાનારી પરીક્ષા પેપરલીક થવાને કારણે રદ્દ કરવામાં આવી હતી. 
 

 પેપરલીક કૌભાંડનો મુખ્ય આરોપી યશપાલ ઝડપાયો, મહિસાગરના વીરપૂરથી પોલીસે કરી ધરપકડ

અમદાવાદઃ પેપરલીક કૌભાંડનો મુખ્ય આરોપી યશપાલ પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે મહિસાગરના વીરપૂરથી આરોપી યશપાલની ધરપકડ કરી છે. યશપાલ ચિલોડાથી દિલ્હી ગયો હતો. તેણે દિલ્હીમાં પેપરલીક ગેંગ પાસેથી પેપરો મેળવ્યા હતા. આરોપી પણ લોકરક્ષક દળની પરીક્ષા આપવાનો હતો. સુરતમાં યશપાલની પરીક્ષાનું કેન્દ્ર હતું. કૌભાંડ બહાર આવ્યા બાદ યશપાલ ફરાર હતો. તે ATS, ક્રાઇમબ્રાંચ, ગાંધીનગર પોલીસની રડારમાં હતો. પોલીસે તેને ઉંઘમાંથી ઝડપી પાડ્યો છે. મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ આ કૌભાંડમાં અન્ય મોટા નામે સામે આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More