Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં ગુંડાઓના આતંક બાદ પોલીસ વિભાગમાં મોટું એક્શન; એકસાથે 28 PIની આંતરિક બદલી

અમદાવાદમાં ગુંડાઓના આતંક બાદ પોલીસ વિભાગમાં એક્શન. શહેરમાં 28 PIની કરાઈ આંતરીક બદલી. રામોલના પીઆઈને કંટ્રોલરૂમમાં મુકાયા. 4 પીઆઈને અપાયા પોસ્ટિંગ.
 

અમદાવાદમાં ગુંડાઓના આતંક બાદ પોલીસ વિભાગમાં મોટું એક્શન; એકસાથે 28 PIની આંતરિક બદલી

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ શહેરમાં અસામાજીક તત્વોના આંતકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અમદાવાદમાં ગુંડાઓના આતંક બાદ પોલીસ વિભાગમાં એક્શન આવી ગઈ છે, જેના કારણે શહેરમાં 28 PIની આંતરીક બદલી કરાઈ છે. રામોલના પીઆઈને કંટ્રોલરૂમમાં મુકાયા, જ્યારે 4 પીઆઈને પોસ્ટિંગ. અપાયા છે.

fallbacks

સુનિતા વિલિયમ્સની વાપસી પર આ ગામ ખુશખુશાલ; દિવાળી જેવો માહોલ, શુભેચ્છાઓનો ધોધ વહ્યો!

અમદાવાદ  શહેરના 28 P.I.ની આંતરીક બદલીઓ તાત્કાલિકના ધોરણે કરવામાં આવી છે. થોડાક દિવસ પહેલા વસ્ત્રાલ વિસ્તારને બાનમાં લેનાર 15થી વધુ અસમાજીક તત્વોની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુનેગારોને તેમની ભાષામાં સમજાવનારા પોલીસ અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવી આવી છે. આ ઘટનાના વીડિયો વાયરલ થતા અમદાવાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ઘટનાની રાત્રિએ જ ઇસમોની ધકપકડ કરીને ડંડાવાળી કરી હતી.

ડબલ ઋતુના કારણે સુરતમાં રોગચાળો વકર્યો, રોગચાળામાં બે બાળકોના કરુણ મોત

રામોલ PI એસ.બી.ચૌધરીની બદલી કરીને કંટ્રોલ રૂમમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 4 PIને પોસ્ટિંગ અપાયા છે. જેમાં બાપુનગર PIની પણ બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં અસામાજિક તત્વોના ત્રાસ બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More