Home> Gujarat
Advertisement
Prev
Next

શક્તિપીઠ અંબાજીમાં મકરસંક્રાંતિનું શાહી સ્નાન; નાગા સંન્યાસી દ્વારા ગુપ્તાંગથી કાર ખેંચતા આકર્ષણનું કેન્દ્ર

હરિદ્વાર, અલ્હાબાદ, પ્રયાગરાજ સહીત જૂનાગઢમાં જે રીતે સાધુસંતોનો મેળાવડો ભરાય છે. મકરસંક્રાંતિના દિવસે પ્રવિત્ર નદીને કુંડમાં શાહી સ્નાન કરવામાં આવે છે, તેવી જ પરંપરા અંબાજીમાં પણ શરુ કરવામાં આવી છે. 

શક્તિપીઠ અંબાજીમાં મકરસંક્રાંતિનું શાહી સ્નાન; નાગા સંન્યાસી દ્વારા ગુપ્તાંગથી કાર ખેંચતા આકર્ષણનું કેન્દ્ર

પરખ અગ્રવાલ/અંબાજી: શક્તિપીઠ અંબાજીમાં સાધુસંતો દ્વારા છેલ્લા બે વર્ષથી મકરસંક્રાંતિના રોજ શાહી સ્નાન માટે એક નવી પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમ હરિદ્વાર, અલ્હાબાદ, પ્રયાગરાજ સહીત જૂનાગઢમાં જે રીતે સાધુસંતોનો મેળાવડો ભરાય છે. મકરસંક્રાંતિના દિવસે પ્રવિત્ર નદીને કુંડમાં શાહી સ્નાન કરવામાં આવે છે, તેવી જ પરંપરા અંબાજીમાં પણ શરુ કરવામાં આવી છે. 

fallbacks

ઉત્તરાયણ જતી રહી! આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 'ભારે' સમય! આ જિલ્લામાં ખેડૂતો ચેતજો

આ વખતે પણ આજે મકરસંક્રાંતિના શાહી સ્નાન કાર્યક્રમ ના પગલે અંબાજીમાં ઉમટી પડેલા સંતો મહંતોના પગલે સમગ્ર અંબાજી શહેર સંતમય બન્યું હતું. આજે બપોરે અંબાજી માનસરોવર પાસે ભોલાગિરિ મહારાજ ની ધુણીએ થી ભગવાન શ્રી ગણેશ જી ની પાલખી યાત્રા સાથે ગુજરાત અને રાજસ્થાન સહીતના વિવિધ વિસ્તારોમાંથી અંબાજી ઉમટી પડેલા સાધુ સન્તોને નાગા સાધુઓની વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેર માં નીકળી હતી. પ્રારંભે ગૌ માતાનું પૂજન કરી આ શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો. 

નાગા સાધુઓને નથી અપાતો મુખાગ્નિ...તો પછી કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર? ખાસ જાણો

ડીજે ને બગી સાથે નીકળેલી શોભાયાત્રા અંબાજીથી 6 કિલોમીટર દુર કોટેશ્વર પહોંચી હતી. જ્યાં કોટેશ્વર પરિષર પણ હરહર મહાદેવના નામથી ધુજી ઉઠ્યું હતું. જ્યાં સરસ્વતિ નદીના ઉદગમ સ્થાન એવા વહેતા પાણીમાં સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશ જઈને ગૌ મુખ કુંડમાં પૂજા અર્ચન સાથે શાહી સ્નાન કરાવ્યું હતું. ત્યાર બાદ તમામ સાધુઓ ગૌ મુખ કુંડમાં આસ્થાની ડુપકી લગાવી શાહી સ્નાન કર્યું હતું. 

મહાકુંભમાં NCP ના નેતાનું મોત, સ્નાન કરતી વખતે આવ્યો હાર્ટ એટેક, 3000 લોકો બીમાર

શાહી સ્નાન ના આયોજક એ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિના રોજ સાધુસંતો નું પવિત્ર નદી કે કુંડમાં સ્નાન કરવાની વિશેષ મહત્વતા સાથેની એક પરંપરા રહી છે. તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત માં આવું કોઈજ સ્થળ નહોતું, પણ ગત વર્ષે જે રીતે અંબાજી કોટેશ્વરમાં ગૌમુખ કુંડ જ્યાં પવિત્ર સરસ્વતી નદીના નીર વહે છે, તેવા કુંડમાં ડુપકી લગાવી સાધુ સંતોએ એક નવી પરંપરાનો પ્રારંભ કરાવ્યો હતો. 

4 રાજ્યોમાં વરસાદ જ્યારે આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, ગુજરાત વિશે શું છે આગાહી

આ પરંપરા આગામી વર્ષોમાં પણ ચાલુ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ હતી. જોકે અંબાજી ખાતે આજે નીકળેલી શોભા યાત્રામાં સાધુ સંત નાગા સંન્યાસી દ્વારા ગુપ્તાંગથી કાર ખેંચતા આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More